જો તમે ગૂગલના એન્ડ્રોઇડ મેસેજનો ઉપયોગ કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ અગત્યના છે. ગૂગલએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે તેની મેસેજ એપ્લિકેશનમાં મટિરિયલ ડિઝાઇન થીમ્સ ઉપરાંત તેની 'ડાર્ક મોડ' ફિચર લોન્ચ કરશે. પરંતુ એવું લાગે છે કે ઘણા લોકોએ હજુ સુધી આ સુવિધા મળી રહી નથી. કારણ કે ગૂગલે આ સુવિધા પાછી ખેંચી લીધી છે.
આ અપડેટને ગૂગલે મેસેજ એપ વર્ઝન 3.5 માં અપડેટ કર્યુ હતું. આ સુધારામાં, એપ્લિકેશનમાં ટોચ પર રહેનારુ બ્લૂ બાર પણ હટાવી દીધુ છે અને કંપનીના પોતાના ગૂગલ સેન્સ ફૉન્ટ ઇન્ટ્રોડ્યુસ રજૂ કરવામાં આવ્યા હતા, જેને સર્વર સાઇડ અપડેટ કહેવામાં આવે છે. પરંતુ રેડિટ પર હાજર કેટલાક યુઝર્સ અનુસાર ડાર્ક મોડને એપના 3.5 વર્ઝનમાં અપડેટ પહેલા જ હટાવી દીધુ છે.
રેડિયો પરની એક વ્યક્તિએ લખ્યું હતું કે, "મેં આજે અપડેટ કર્યુ અને આ ડાર્ક મોડમાં સેટ કર્યુ, પરંતુ જ્યારે મેં એક એપ્લિકેશન ખોલી તો ડાર્ક મોડ ઓપ્શન ન હતો. શું આ બીજા કોઈની સાથે પણ આવુ થયું છે? '' થોડીક મિનિટો પછી, તેમણે ફરી લખ્યું હતું કે ' મને લાગ્યુ કે એપ્લિકેશન રી-ડિઝાઇન નતી, તે ફરીથી તેના જૂના માર્ગો ચાલી રહ્યું છે. 'આ યુઝર્સની ટિપ્પણી પછી ઘણા લોકો એ આ બાબતની પુષ્ટિ કરી.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર