Home /News /tech /Alert: ગૂગલે પ્લે સ્ટોરમાંથી હટાવી બે ખતરનાક એપ, એક એપ્લિકેશન ખૂબ જ પ્રસિદ્ધ

Alert: ગૂગલે પ્લે સ્ટોરમાંથી હટાવી બે ખતરનાક એપ, એક એપ્લિકેશન ખૂબ જ પ્રસિદ્ધ

ગૂગલે બે એપ્સ હટાવી

Kasperskyના સિક્યોરિટી એનાલિસ્ટ તાત્યાના શિશકોવા (Tatyana Shishkova)એ ટ્વિટરના માધ્યમથી આ બંને એપ્સના નામનો ખુલાસો કર્યો છે.

નવી દિલ્હી: ગૂગલ પ્લે સ્ટોર તરફથી (Google Play Store) પોતાના પ્લેટફૉર્મમાંથી બે ખતરનાક એપ્સ હટાવવામાં આવી છે. જેમાંથી એક એપ્લિકેશન એવી છે, જેને યૂઝર્સે અવારનવાર પ્લે સ્ટોર પર સર્ચ કરતા હોય છે. આ બંને એપ Smart TV remote અને Halloween Coloring છે. Kasperskyના સિક્યોરિટી એનાલિસ્ટ તાત્યાના શિશકોવા (Tatyana Shishkova)એ ટ્વિટરના માધ્યમથી આ બંને એપ્સના નામનો ખુલાસો કર્યો છે. શિશકોવાનું કહેવું છે કે આ બંને એપ્લિકેશન જોકર માલવેરથી ગ્રસિત હતી.

જોકર માલવેર પહોંચાડશે નુકસાન (Joker Malware)

જોકર માલવેર ખૂબ જ ખતરનાક અને જાણીતો માલવેર છે. આ માલવેર યૂઝર્સની જાણકારી વગર જ પ્રીમિયમ સેવા શરૂ કરી દે છે. રિપોર્ટ પ્રમાણે સ્માર્ટ ટીવી રિમોટ એપમાં resources/assets/kup3x4nowz ફાઇલ અને હેલોવીન કલરિંગ એપમાં q7y4prmugi નામની ફાઇલ છૂપાયેલી હતી. ખાસ વાત એ છે કે આ બંને ફાઇલને એવી રીતે ઇન્ક્રિપ્ટેડ કરવામાં આવી છે કે તે કોઈ પણ એન્ટીવાયરસના પકડમાં પણ નથી આવતી.

જો તમે પણ Smart TV remote અને Halloween Coloring નામની કોઈ એપ્સનો ઉપયોગ કરો છો અથવા તમારા ફોનમાં ડાઉનલોડ કરીને રાખી છે તો તેને તાત્કાલિક હટાવી દો. તમારે એ વાતની પણ તપાસ કરવી જોઈએ કે આ એપ્સે તમારી જાણ બહાર કોઈ પ્રીમિયમ સેવા શરૂ કરી દીધી ન હોય. આવું થવાના કેસમાં તમને નુકસાન થઈ શકે છે.

થોડા દિવસ પહેલા હટાવવામાં આવી હતી ત્રણ એપ્સ

થોડા દિવસ પહેલા જ ગૂગલ પ્લે સ્ટોરમાંથી ત્રણ ખતરનાક એપ્સને હટાવવામાં આવી હતી. આ એપ્સ યૂઝર્સની પ્રાઇવસી અને સુરક્ષા માટે ખતરો હતો. આ ત્રણેય એપ્સ ફોટો એડિટિંગ સાથે જોડાયેલી હતી અને તેમના નામ છે- Magic Photo Lab, Photo Editor, Blender Photo Editor-Easy Photo Background Editor અને Pix Photo Motion Edit 2021. જો આ ત્રણમાંથી કોઈ એપ તમારા ફોનમાં છે તો તેને તાત્કાલિક હટાવી દો.

આ પણ વાંચો: મૃત્યુ બાદ તમારા ગૂગલ ડેટાનું શું થાય છે? શું થર્ડ પાર્ટીને આ ડેટા આપી શકાય? જાણો તમામ સવાલના જવાબ

શા માટે ફાટે છે સ્માર્ટફોનની બેટરી?

તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે વનપ્લસ નોર્ડ 2 (OnePlus Nord 2) સ્માર્ટફોનની બેટરીમાં બ્લાસ્ટ (Smartphone blast) થયો હતો. બ્લાસ્ટથી યૂઝર્સને ઈજા પહોંચી હતી. સ્માર્ટફોનની બેટરીમાં બ્લાસ્ટ (Battery blast) થવાની વાત કંઈ નવી નથી. પહેલા પણ આવા અનેક કિસ્સા સામે આવ્યા છે. સ્માર્ટફોન બનાવતી કંપની (Smartphone Manufacturers) હંમેશા એવી દલીલ કરી છે કે ગ્રાહકની જ કોઈ ભૂલને પગલે બેટરીમાં બ્લાસ્ટ થાય છે. તેઓ પોતાની પ્રોડક્ટ એકદમ સુરક્ષિત હોવાનો હંમેશા દાવો કરે છે. આ મામલે નિષ્ણાતો પણ એવું કહી રહ્યા છે કે મોટાભાગના કેસમાં યૂઝરની બેદરકારીને પગલે જ બેટરીમાં બ્લાસ્ટ થાય છે. તો જાણીએ એવી ભૂલો વિશે જેના પગલે તમારા સ્માર્ટફોનની બેટરીમાં બ્લાસ્ટ થવાની સંભાવના વધી જાય છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
First published:

Tags: Malware, Play Store, Virus, અરજી, ગૂગલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો