ફોનમાંથી ચાઇનીઝ એપ ડિલીટ કરતી 'Remove China Apps' ગૂગલ પ્લે સ્ટોરમાંથી હટાવવામાં આવી

News18 Gujarati
Updated: June 3, 2020, 12:37 PM IST
ફોનમાંથી ચાઇનીઝ એપ ડિલીટ કરતી 'Remove China Apps' ગૂગલ પ્લે સ્ટોરમાંથી હટાવવામાં આવી
Remove China Apps ગૂગલ પ્લે સ્ટોરમાંથી હટી.

ફક્ત 10 જ દિવસમાં 10 લાખથી વધારે લોકોએ આ એપને ડાઉનલોડ કરી હતી, પ્લે સ્ટોરમાંથી હટાવવા પાછળનું કારણ અકબંધ.

  • Share this:
નવી દિલ્હી : ભારતમાં ખૂબ ઝડપથી પ્રસિદ્ધ થઈ રહેલી ‘Remove China Apps’ને ગૂગલે પોતાના પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી છે. જોકે, એપ્લિકેશનને હટાવી દેવા પાછળ શું કારણ છે તેની કોઈ માહિતી મળી નથી. ફોનમાંથી તમામ ચાઇનીઝ એપ્લિકેશન (Remove Chinese Applications)દૂર કરતી આ એપ્લિકેશન સ્માર્ટફોન (Smartphone) ધારકોને ખૂબ પસંદ પડી રહી હતી. ફક્ત 10 દિવસમાં જ 10 લાખથી વધારે લોકોએ આ એપ્લિકેશન ડાઉનલોડ (Download)કરી હતી.

આ એપ્લિકેશનને જયપુરના ડેવલપર વન ટચ લેબ્સે બનાવી હતી. ભારતમાં ચીનની એપ્લિકેશન અને પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવાના ઉદેશ્ય સાથે લોકો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. આ એપ્લિકેશનના માધ્યમથી સ્માર્ટફોનમાં હયાત ચાઇનીઝ એપ્લિકેશનને શોધીને તેને ડિલીટ કરી શકાય છે. આ એપ્લિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ચાઇનીઝ એપ્સ યૂઝર્સ માટે સુરક્ષિત નથી. આવી એપને સ્કેન કર્યા બાદ પસંદ કરીને ફોનમાંથી દૂર કરી શકાતી હતી.

ડેવલપર OneTouchLabs તરફથી મંગળવારે રાત્રે આ વાતની ટ્વીટ કરીને પુષ્ટિ કરવામાં આવી હતી. ટ્વીટમાં લખ્યું હતું કે, "વહાલા મિત્રો, ગૂગલે RemoveChinaAppsને ગૂગલ પ્લે સ્ટોર પરથી સસ્પેન્ડ કરી દીધી છે. બે અઠવાડિયા સુધી સારા પ્રતિસાદ માટે તમારો આભાર."


Mitron એપ પણ ડિલીટ

ટિકટોકને ટક્કર આપનારી મિત્રોં એપને પણ પ્લે સ્ટોરમાંથી હટાવી દેવામાં આવી છે. છેલ્લા થોડા દિવસોથી આ એપ ખૂબ જ પ્રસિદ્ધ થઈ રહી હતી. પરંતુ હાલ એવી ચર્ચા ચાલી રહી છે કે શું આ એપ ભારતીય છે કે નહીં? CNBC TV-18ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગૂગલ તરફથી મિત્રોં એપને રેડ ફ્લેગ કરી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. કંપનીએ પોલીસીના ઉલ્લંઘનનું કારણ આગળ ધર્યું છે.

Poll :રિપોર્ટ પ્રમાણે ગૂગલે સ્પામ અને લઘુત્તમ ફંક્શનાલિટી પૉલિસીના ઉલ્લંઘન બદલ પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે. ગૂગલની આ પોલીસીમાં કહેવામાં આવ્યું છે કે બીજા એપ્સના કૉન્ટેન્ટમાં પરિવર્તન કર્યા વગર કે પછી અમુક ઉમેરીને અપલોડ કરવું નીતિની વિરુદ્ધ છે.
First published: June 3, 2020, 12:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading