Home /News /tech /App Store અને Google Play Store પર છે 15 લાખથી પણ વધુ ‘ખતરનાક એપ્સ’, રિપોર્ટમાં દાવો

App Store અને Google Play Store પર છે 15 લાખથી પણ વધુ ‘ખતરનાક એપ્સ’, રિપોર્ટમાં દાવો

ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર 30 ટકા એપ્સ Abandoned છે.

Dangerous Mobile Apps: એનાલિટિક્સ પ્લેટફોર્મ Pixalateની એક રિપોર્ટ મુજબ, ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર હાજર બધી જ મોબાઇલ એપ્સની 30 ટકા એપ્સ Abandoned છે. Q1 2022 સુધી આ એપ્સને 2 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે અને અપડેટ નથી મળી.

વધુ જુઓ ...
Dangerous Mobile Apps: એક રિપોર્ટ અનુસાર, કેટલીય એવી Mobile Apps મળી છે જે તમારા સ્માર્ટફોન માટે બહુ જોખમી છે. App Store અને Google Play Store પર 15 લાખથી પણ વધુ Abandoned એપ્સ હાજર છે. Abandoned એપ્સ એટલે એવી એપ્સ જેને છેલ્લા બે વર્ષથી કોઈ અપડેટ નથી મળી.

અપડેટ ન મળવાને કારણે તે યુઝર્સની સેફ્ટી અને સિક્યોરિટી માટે ઘણી ખતરનાક થઈ જાય છે. આ રિપોર્ટ એવા સમયે આવી છે જ્યારે ગૂગલ અને એપલે જાહેરાત કરી હતી કે તે App Store અને Google Play Store પરથી આઉટડેટેડ એપ્સને ડિલીટ કરી રહ્યા છે.

એનાલિટિક્સ પ્લેટફોર્મ Pixalate ની એક રિપોર્ટ મુજબ, ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર હાજર બધી જ મોબાઇલ એપ્સની 30 ટકા એપ્સ Abandoned છે. Q1 2022 સુધી આ એપ્સને 2 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે અને અપડેટ નથી મળી.

આ પણ વાંચો: Google Maps માં આવ્યા આ ખાસ ફીચર્સ, ઉપયોગ કરવો પહેલા કરતાં બની જશે સરળ

પ્લેટફોર્મનો એ પણ દાવો છે કે તેમને 3,14,000 Super-Abandoned એપ્સ મળી છે. આ એપ્સને 5 વર્ષ કે તેથી વધુ સમયથી અપડેટ નથી મળી. આ Super-Abandoned એપ્સની 58 ટકા એપ્સ Apple App Store પર અને બાકી 42 ટકા એપ્સ Google Play Store પર હાજર છે.

Pixalateએ જણાવ્યું કે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર હાજર લગભગ 13 લાખ એપ્સને છેલ્લા 6 મહિનામાં અપડેટ કરવામાં આવી છે. 1 મિલિયનથી વધુ ડાઉનલોડવાળી 8 ટકા એપ્સને 6 મહિનાની અંદર અપડેટ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Instagram પર બ્લૂ ટિક જોઈએ? આ સરળ પ્રોસેસથી તમારું અકાઉન્ટ થઈ શકે છે વેરિફાઇડ

રિપોર્ટમાં કહેવામાં અવાયું છે કે એજ્યુકેશન, રેફરેન્સ અને ગેમ કેટેગરી વાળી એપ્સ જે બાળકો વચ્ચે વધુ પોપ્યુલર છે તે abandoned હોઈ શકે છે. ફાઇનાન્સ, હેલ્થ અને શોપિંગવાળી એપ્સને સતત અપડેટ મળતી રહે છે. તાજેતરમાં જ એપલ અને ગૂગલે કહ્યું હતું કે તેઓ એવી એપ્સને હટાવી રહ્યા છે જેને લાંબા સમયથી અપડેટ નથી મળી. આ માટે તેમણે એપ ડેવલોપરને ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ પણ જારી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ખતરનાક મોબાઈલ એપ્સનો એક અહેવાલ આવ્યો હતો જેમાં કેટલીક પ્રેયર અને મેન્ટલ હેલ્થ એપ્સને ખતરનાક કહેવામાં આવી હતી. આ એપ્સ યુઝર્સનો ડેટા ચોરી રહી હતી. તે યુઝર્સની પ્રાઈવસી અને ડેટા સિક્યોરિટી માટે બનાવેલા બેઝિક નિયમોનું પણ પાલન કરતી ન હતી.
First published:

Tags: Gujarati tech news, Mobile and Technology, Mobile app, Mobile Application

विज्ञापन