હવે ગૂગલ Play Store ઉપર સરળ થશે આ કામ કરવું, અપડેટ થયું નવું ફિચર

હવે ગૂગલ Play Store ઉપર સરળ થશે આ કામ કરવું, અપડેટ થયું નવું ફિચર
નવા ફિચરમાં જ્યારે યુઝર્સ ‘update’ પેજને ઓપન કરશે તો તેને નીચેની બાજુમાં એક arrowનું નિશાન દેખાશે. જેના પગર ક્લિક કરવાથી બધુ જ માહિતી મળી જશે.

નવા ફિચરમાં જ્યારે યુઝર્સ ‘update’ પેજને ઓપન કરશે તો તેને નીચેની બાજુમાં એક arrowનું નિશાન દેખાશે. જેના પગર ક્લિક કરવાથી બધુ જ માહિતી મળી જશે.

 • Share this:
  ગૂગલે પોતાના એન્ડ્રોયડ યુઝર્સને વધારે સરળતા રહે તે માટે પોતના પ્લે સ્ટોરને અપડેટ કર્યું છે. નવા અપડેટ યુઝર્સ એ જોઇ શકશે કે એપ માટે નવા અપડેટમાં ક્યા ક્યા ફેરફાર થનારા છે. આ પહેલા જો કોઇ યુઝર્સને એ જોવું હોય કે એપના ફિચર્સમાં કયા નવા ફિચર આવ્યા છે તો તે પણ એપને ઓપન કરવી પડતી હતી.

  કેવી રીતે યુઝર્સ મેળવી શકશે માહિતી?


  નવા ફિચરમાં જ્યારે યુઝર્સ ‘update’ પેજને ઓપન કરશે તો તેને નીચેની બાજુમાં એક arrowનું નિશાન દેખાશે. જેના પગર ક્લિક કરવાથી બધુ જ માહિતી મળી જશે.  અનેક ખતરનાક અને ડાટા ચોરનારી એપ્સને હટાવવામાં આવી હતી
  આ પહેલા એવા સમાચાર આવી રહ્યા હતા કે ગૂગલ પ્લે સ્ટોર પરથી ખતરનાક એપ્સ હટાવવામાં આવી છે. આ એપ્સને માલવેર થવાની શંકા પછી હટાવવામાં આવી હતી. આવું પહેલી વાર બન્યું નથી કે ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ્સને હટાવવામાં આવી હોય. આ પહેલા પણ પ્લે સ્ટોર ઉપરથી અનેક ખતરનાક અને ડાટા ચોરનારી એપ્સને હટાવવામાં આવી હતી.  થોડા સમય પહેલા પ્લે સ્ટોર ઉપર થયો હતો માલવેરનો હુમલો
  કેટલાક સમય પહેલા પ્લે સ્ટોર પર માલવેરે હુમલો કર્યો હતો. જેની ઓળખ Andr/HiddnAd-AJ તરીકે થઇ હતી. આ માલવેરના કારણે યુઝર્સને વારંવાર જાહેરખબર જોવા માટે મજબૂર થવું પડતું હતું. જેના કારણે પોપ અપના કારણે એડ પેજ જાતે જ ખુલી જતું હતું. હવે પ્લે સ્ટોરને સ્કેન કરનારી છ એપ્સને હટાવવામાં આવી છે.
  Published by:News18 Gujarati
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ