આ સાત Appમાં ખતરનાક વાયરસ, Alarm, Calculator જેવી એપ સામેલ

આ સાત Appમાં ખતરનાક વાયરસ, Alarm, Calculator જેવી એપ સામેલ
સિક્યુરિટી કંપનીના સંશોધકોએ પ્લે સ્ટોર પર આવી 7 એપ્સ શોધી છે જે યૂઝરના ફોનને કંટ્રોલ કરે છે.

સિક્યુરિટી કંપનીના સંશોધકોએ પ્લે સ્ટોર પર આવી 7 એપ્સ શોધી છે જે યૂઝરના ફોનને કંટ્રોલ કરે છે.

 • Share this:
  ગૂગલ પ્લે સ્ટોર પર બનાવટી એપના સમાચારો દર બીજા દિવસે આવતા હોય છે. હવે 7 ઍન્ડ્રોઇડ એપ્સમાં ખતરનાક વાયરસ મળી આવ્યો છે. Wandera નામની સિક્યુરિટી કંપનીના સંશોધકોએ પ્લે સ્ટોર પર આવી સાત એપ્સ શોધી છે જે યૂઝરના ફોનને કંટ્રોલ કરે છે. આ સાત એપ્લિકેશનો 3 જુદા જુદા વિકાસકર્તાઓ દ્વારા બનાવવામાં આવી છે, પરંતુ તે એક રીતે કામ કરે છે.

  7 એપ્લિકેશમાં માલવેયર જોવા મળ્યો છે તેને PumpApp વિકાસકર્તા દ્વારા બનાવવામાં આવેલી Magnifying Glass Super Bright LED Flashlight છે. તેમાં ત્રણ વિકાસકર્તાઓએ બનાવેલી એપ્લિકેશનો - મેગ્નિફાયર, મેગ્નિફાઇંગ ગ્લાસ વિથ ફ્લેશલાઇટ, સાથે જ Alarm Clock, Calculator, Free Magnifying Glass એપનો સમાવેશ થાયે છે.  આ પણ વાંચો: જિયો, એરટેલ અને વોડાફોનનો સસ્તો રિચાર્જ પ્લાન, જાણો ક્યો છે શ્રેષ્ઠ

  જોકે એન્ડ્રોઇડ હેડલાઇન પર પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, ગૂગલ તરફથી પુષ્ટિ કર્યા પછી જાણવા મળ્યું કે તેને પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવી છે, પરંતુ જે યૂઝર્સોએ તેને ડાઉનલોડ કરી છે તેઓને આ એપ્સને ડિલીટ કરવાની સલાહ આપવામાં આવી છે.  આ પણ વાંચો: Xiaomi, સેમસંગ, એપલ નહીં, આ ફોન બન્યો નંબર વન, જુઓ Top 10 લિસ્ટ

  કેવી રીતે કામ કરે છે આ એપ્લિકેશન

  એકવાર આ એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કર્યા પછી તે ફોનમાં માલવેર એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરે છે. આ જે માલવેરને ઇન્સ્ટોલ કરે છે, તે યૂઝર્સને દેખાતું નથી અને ફોન માટે ખૂબ જ જોખમી સાબિત થાય છે. તે ઝડપથી બેટરીને પણ ખતમ કરે છે અને આ એપ્લિકેશન્સ ડેટાનો ઉપયોગ કરીને શંકાસ્પદ કામ પણ કરે છે.  કીબોર્ડ એપ્લિકેશન પર ચેતવણી

  આ ઉપરાંત તાજેતરમાં, Android યૂઝર્સ માટે એક ખતરનાક એપને લઇને ચેતવણી જાહેર કરવામાં આવી છે. આવી જ એક એપ્લિકેશન પ્લે સ્ટોર પર મળી છે, જે યૂઝર્સોના ખાતાને ખાલી કરી શકે છે. હકીકતમાં સિક્યુર-ડી ટીમે કરેલા નવા સંશોધનમાં 'આઈ.આઈ.ટી.પી.' નામની એક એપ મળી છે, જે યૂઝરની પરવાનગી વગર પ્રીમિયમ ડિજિટલ સેવાઓ ખરીદી શકે છે. આ કારણ યૂઝર્સો ખબર પણ હોતી નથી
  Published by:News18 Gujarati
  First published:November 12, 2019, 09:37 am

  ટૉપ ન્યૂઝ