એન્ડ્રોયડ યૂઝર્સ માટે મોટા સમાચાર, આ 24 Appમાં છે વાયરસ, તુરંત ડિલિટ કરો

આ તમામ એપ્સને 4.72 લાખથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે.

News18 Gujarati
Updated: September 9, 2019, 4:24 PM IST
એન્ડ્રોયડ યૂઝર્સ માટે મોટા સમાચાર, આ 24 Appમાં છે વાયરસ, તુરંત ડિલિટ કરો
આ તમામ એપ્સને 4.72 લાખથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે.
News18 Gujarati
Updated: September 9, 2019, 4:24 PM IST
સાયબર સિક્યોરિટી ફર્મ CSISના રિસર્ચર્સએ એક મેલવેયર શોધ્યો છે, જેનાથી પ્લે સ્ટોરની 24 એન્ડ્રોયડ એપ પ્રભાવિત છે. બતાવવામાં આવ્યું છે કે, આ તમામ એપ્સને 4.72 લાખથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે. ગૂગલ પ્લે સ્ટોર પર રહેલી આ એપ્સને એક નવી રીતે ટ્રોઝનથી ઈફેક્ટેડ જોવા મળી છે, જેનું નામ જોકર (Joker) છે.

આ ટ્રોઝન વાયરસ જાહેરાત દેખાડતી વેબસાઈટથી ખુબ આરામથી અને ચૂપચાપ સંપર્ક કરી લે છે. પછી ત્યાંથી તે યૂઝર્સનું SMS મેસેજ, કોન્ટેક્ટ લીસ્ટ અને ફોનની જાણકારી ચોરે છે. રિસર્ચર્સે તેવી તમામ 24 એપ્સનું લીસ્ટ જાહેર કર્યું છે, જે આ ખતરનાક 'જોકર' વાયરસથી પ્રભાવિત છે. તો જો તમારા ફોનમાં આમાંથી કોઈ એપ હોય તો, તુરંત અનઈન્સ્ટોલ કરવાની સલાહ આપવામાં આવી છે.

તુરંત હટાવો આ એપ્સ

- Beach Camera 4.2

- Mini Camera 1.0.2 APK

- Certain Wallpaper 1.02 APK
Loading...

- Reward Clean 1.1.6 APK- Age Face 1.1.2

- Altar Message 1.5APK

- Soby Camera 1.01

- Declare Message

- Display Camera 1.02- Rapid Face Scanner 10.2

- Leaf Fase Scanner 1.0.3

- Board Picture Editing 1.1.2

- Cute Camera 1.04 APK- Dazzle Wallpaper 1.01

- Spark Wallpaper 1.1.11

- Climate SMS 3.5

- Great VPN 2.0

- Humour Camera 1.1.5

- Print Plant scan- Advocate Wallpaper 1.1.9

- Ruddy SMS Mode

- Ignite Clean 7.3

- Antivirus Security - Security Scan,App Lock

- Collate Face Scanner

આ પહેલા 27 એપ્સ થઈ હતી ડિલિટ
થોડા સમય પહેલા ગૂગલે પોતાના પ્લે સ્ટોરથી 27 એન્ડ્રોયડ એપ્સને ડિલીટ કરી હતી. આ એપ્સ યૂઝર્સને નકલી પ્લે સ્ટોર ડાઉનલોડ કરવા માટે પ્રેરિત કરતી હતી. ક્વિક હીલ ટેક્નોલોજીએ આ મેલેશિયસ એપ્સની ઓલખ કરી અને ગૂગલને તેની જાણકારી આપી હતી. ક્વિક હીલ સિક્યોરિટી લેબે જણાવ્યું કે, આ એપ્સને એડવેયરથી ડિવાઈસોને પ્રબાવિત કરવા માટે બનાવવામાં આવી હતી, અને આ યૂઝર્સને વારંવાર નકલી પ્લે સ્ટોર ડાઉનલોડ કરવા માટે પ્રેરિત કરે હતી.
First published: September 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...