Home /News /tech /Google બંધ કરી રહ્યું છે વધુ એક સર્વિસ, માત્ર આ દિવસ સુધી કરી શકશો ઉપયોગ

Google બંધ કરી રહ્યું છે વધુ એક સર્વિસ, માત્ર આ દિવસ સુધી કરી શકશો ઉપયોગ

અહેવાલ અનુસાર, 30 એપ્રિલ પછી નવા યૂઝર્સ આના પર સાઇન ઇન કરી શકશે નહીં.

અહેવાલ અનુસાર, 30 એપ્રિલ પછી નવા યૂઝર્સ આના પર સાઇન ઇન કરી શકશે નહીં.

Google Plus અને Inbox by Gmail બંધ કર્યા પછી, ગૂગલે અન્ય એક સેવાને શટડાઉન કરવાની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે ગGoogle Play Artist Hub 30 મી એપ્રિલે સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. ગૂગલને ગૂગલ પ્લે આર્ટિસ્ટ્સ હબને 2012માં લોન્ચ કર્યુ હતુ. આમા ભારતીય કલાકારોને તેમનુ સંગીત અપલોડ કરવા અને Google Play Store અને Google Play Music દ્વારા તેને વેચી શકે છે. અહેવાલ અનુસાર, 30 એપ્રિલ પછી નવા યૂઝર્સો આના પર સાઇન ઇન કરી શકશે નહીં અને હાલના સભ્યો વીડિયોઝ અપલોડ અથવા એડિટ કરી શકશે નહીં. એવું કહેવામાં આવ્યું છે કે જે પણ કલાકારો હાજર છે તેમને અંતિમ અહેવાલ અને ચુકવણી માટે 31 મે સુધી સમય આપવામાં આવશે અને તેને 1 જુલાઇએ સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવશે.

એવું કહેવામાં આવે છે કે આ સેવાને બંધ કરવાનું કારણ ગૂગલની નવીનતમ મ્યૂઝિક સર્વિસ યુટ્યુબ મ્યુઝિક હોઇ શકે છે, જે કંપની વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. ગૂગલે જાહેરાત કરી છે કે તે ટૂંક સમયમાં જ તેના ગૂગલ પ્લે મ્યુઝિકને તેના યટ્યુબ પ્લે મ્યુઝિકમાં બદલશે.
આ પણ વાંચો : WhatsApp ગ્રુપ માટે ખાસ ફીચર, Forwarded મેસેજથી મેળવી શકશો છૂટકારો



તાજેતરમાં જ ગૂગલે Google+ ને બંધ કરી દીધું છે. હકીકતમાં કંપનીએ ગુગલ પ્લસ બંધ કરવાનો નિર્ણય 50 કરોડથી વધુ યૂઝર્સોના ડેટાની સુરક્ષાને લઇને કર્યો હતો. ગૂગલ હાલમાં જ તેની ચેટ એપમાં ઓલો અને ઇનબોક્સ બાય જીમેલ પણ બંધ કરી દીધુ છે.
First published:

Tags: Gmail, Google play store, ગૂગલ, ટેક ન્યૂઝ