Home /News /tech /

Google I/O 2022: ગૂગલે લોન્ચ કરી આકર્ષક Pixel Watch અને Pixel Buds Pro, એપલ-સેમસંગને મળી ટક્કર

Google I/O 2022: ગૂગલે લોન્ચ કરી આકર્ષક Pixel Watch અને Pixel Buds Pro, એપલ-સેમસંગને મળી ટક્કર

Google Pixel Watch માં એપલ વોચથી વિપરીત, સર્ક્યુલર ડોમ્ડ ડિઝાઇન આપવામાં આવી છે. (Image- google)

Google I/O 2022: Google Pixel Watch ઓપરેટિંગ સિસ્ટમ તરીકે Wear OS UI પર કામ કરે છે. આ વૉચમાં સર્ક્યુલર ડિસ્પ્લે અને મિનિમલ બેઝલ સાથે કર્વ્ડ ગ્લાસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. Pixel Watchમાં Google ના Google Assistant, Google Maps અને Google Wallet જેવા ફીચર્સ પણ મળશે.

વધુ જુઓ ...
    Google I/O 2022 દરમિયાન કંપનીની પહેલી સ્માર્ટવોચ Google Pixel Watch રજૂ થઈ છે. કંપનીની નવી સ્માર્ટવોચમાં એપલ વોચથી વિપરીત, સર્ક્યુલર ડોમ્ડ ડિઝાઇન આપવામાં આવી છે. પિક્સલ વોચમાં વિવિધ કલર ઓપ્શન અને ફિટનેસ ટ્રેકિંગ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. Pixel વોચ ઉપરાંત, Google એ Pixel Buds Pro ને પોતાના લેટેસ્ટ ટ્રુ વાયરલેસ સ્ટીરિયો (TWS) ઇયરબડ્સ તરીકે Apple ના AirPods Pro અને Samsung ના Galaxy Buds Pro ની ટક્કરમાં ઉતાર્યા છે.

    Google Pixel Watch અને Pixel Buds Pro ની કિંમત

    કંપનીએ હજુ સુધી Google Pixel Watchની કિંમતનો ખુલાસો કર્યો નથી. ગૂગલે કહ્યું કે આ સ્માર્ટવોચ સૌથી પહેલા અમેરિકામાં ઉપલબ્ધ થશે. બીજી તરફ, Google Pixel Buds Proની કિંમત $199 એટલે કે 15,400 રૂપિયા છે. કલર ઓપ્શનની વાત કરીએ તો આ ઈયરબડ્સ Charcoal, Coral, Fog અને Lemongrass કલરમાં અવેલેબલ હશે. તે 21 જુલાઈથી અમેરિકામાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. Pixel Watch અને Pixel Buds Pro ભારતમાં લોન્ચ થશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

    આ પણ વાંચો: Google Pixel 6a થયો લોન્ચ, પહેલી વખત મળશે એન્ડ્રોઇડ 13 OS; 72 કલાક ચાલશે દમદાર બેટરી!

    Google Pixel Watch ના સ્પેસિફિકેશન્સ

    સ્પેસિફિકેશનની વાત કરીએ તો, Google Pixel Watch ઓપરેટિંગ સિસ્ટમ તરીકે Wear OS UI પર કામ કરે છે. આ વૉચમાં સર્ક્યુલર ડિસ્પ્લે અને મિનિમલ બેઝલ સાથે કર્વ્ડ ગ્લાસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. Pixel Watchમાં Google ના Google Assistant, Google Maps અને Google Wallet જેવા ફીચર્સ પણ મળશે. તો Google એ Pixel Watch ને Wear OS માટે હોમ એપનો ઉપયોગ કરીને સ્માર્ટ હોમ ડિવાઇસ માટે રિમોટ તરીકે પણ કમ્પેટિબલ બનાવી છે.

    તમે તમારા થર્મોસ્ટેટને એડજસ્ટ કરી શકો છો અથવા તમારા રિસ્ટથી ડાયરેક્ટ લાઇટ ઓન અથવા ઓફ કરી શકો છે. આ વોચમાં ઘણા ફિટનેસ ફીચર્સ હોવાની સાથે કન્ટીન્યુઅસ હાર્ટ રેટ અને સ્લીપ ટ્રેકિંગ જેવા ફીચર્સ પણ મળશે.

    Google Pixel Buds Pro ના સ્પેસિફિકેશન્સ

    સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો, Google Pixel Buds Proમાં એક્ટિવ નોઈઝ કેન્સલેશન (ANC) આપવામાં આવ્યું છે જે નવી સાયલન્ટ સીલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઓડિયો લિકેજને અટકાવતા બહારના અવાજને રોકે છે. નવા ઇયરબડ્સ હાલના Pixel Buds અને Pixel Buds A-સિરીઝ કરતાં ઘણાં અપગ્રેડ છે કારણ કે બંનેમાં ANC સપોર્ટ નથી. Pixel Buds Proમાં એક ટ્રાન્સપરન્સી મોડ પણ છે જે યુઝર્સને એમ્બિયન્ટ સાઉન્ડ સાંભળવામાં મદદ કરે છે. આ વર્ષના અંતમાં, Google એ Pixel Buds Pro માં સ્પેટીયલ ઓડિયો સપોર્ટ અપડેટ કરવાનો પણ દાવો કર્યો છે.

    આ પણ વાંચો: આજે ઘરે બેઠાં જીતી શકો છો 15,000 રૂપિયા, એમેઝોન એપ પર છે તક

    Pixel Buds Proમાં હેન્ડ્સ ફ્રી Google Assistant એક્સપીરીયન્સ મળે છે. કનેક્ટિવિટી માટે Pixel Buds Proમાં બ્લૂટૂથ v5.0 આપવામાં આવ્યું છે. આ ઇયરબડ્સ Android અને iOS ડિવાઇસ સાથેના લેપટોપ અને ટેબ્લેટ સહિત કોઈપણ Bluetooth v4.0+ ડિવાઇસ સાથે કામ કરી શકે છે. બેટરી બેકઅપ વિશે વાત કરીએ તો, તે સિંગલ ચાર્જ પર 31 કલાક સુધી ચાલી શકે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gadgets News, Google News, Google Pixel, Gujarati tech news, Mobile and Technology, Smartwatch

    આગામી સમાચાર