Google Pixel 7 Series: જલ્દી લોન્ચ થઈ શકે છે ગૂગલ Pixel 7 અને Pixel 7 Pro સ્માર્ટફોન, ફીચર્સ થયા લીક
Google Pixel 7 Series: જલ્દી લોન્ચ થઈ શકે છે ગૂગલ Pixel 7 અને Pixel 7 Pro સ્માર્ટફોન, ફીચર્સ થયા લીક
Google Pixel 6 સિરીઝને ગયા વર્ષે અમેરિકામાં લોન્ચ કરવામાં આવી હતી.
Google Pixel 7 Series Launch Date: પિક્સલની 7 સિરીઝમાં Google Pixel 7 અને Google Pixel 7 Pro સ્માર્ટફોન લોન્ચ થઈ શકે છે. આ ઇવેન્ટમાં ગૂગલ તેની સ્માર્ટવોચ Google Pixel Watch પણ લોન્ચ કરી શકે છે.
Google Pixel 7 Series Launch Date: પ્રીમિયમ ફોન નિર્માતા ગૂગલ પિક્સલ (Google Pixel) ટૂંક સમયમાં પોતાની નવી 7 સિરીઝના સ્માર્ટફોન લોન્ચ કરવાની જાહેરાત કરી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે Google Pixel 6 સિરીઝની સફળતા બાદ હવે Google Pixel 7 સિરીઝને રજૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. પિક્સલની 7 સિરીઝમાં Google Pixel 7 અને Google Pixel 7 Pro સ્માર્ટફોન લોન્ચ થઈ શકે છે. સોશિયલ મીડિયા પર આ ફોન વિશેની જાણકારી લીક થઈ છે.
કહેવામાં આવી રહ્યું છે કે Pixel 7 અને Pixel 7 Pro સ્માર્ટફોન આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં લોન્ચ થઈ શકે છે. ગૂગલ ઓક્ટોબરમાં લોન્ચ ઈવેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. તેથી એવી અપેક્ષા છે કે આ ઇવેન્ટમાં જ Google Pixel 7 સિરીઝના સ્માર્ટફોન રજૂ કરવામાં આવી શકે છે. આ ઇવેન્ટમાં ગૂગલ તેની સ્માર્ટવોચ Google Pixel Watch પણ લોન્ચ કરી શકે છે.
ટિપસ્ટર યોગેશ બરારે Google Pixel 7 અને Google Pixel 7 Pro સ્માર્ટફોન વિશે કેટલીક માહિતી શેર કરી છે. યોગેશે આ ફોનના કેમેરા વિશે માહિતી લીક કરી છે. યોગેશે જણાવ્યું કે 7 સિરીઝના આ ફોનમાં જૂના વર્ઝન Google Pixel 6 અને Google Pixel 6 Pro જેવો જ કેમેરા સેટઅપ છે. એટલે કે 7 સિરીઝના ફોનના કેમેરામાં તમને કંઈપણ નવું જોવા નહીં મળે.
કેવો હશે 7 સિરીઝનો કેમેરા
ટિપસ્ટર યોગેશ બરાર દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, Google Pixel 7 સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા હશે. આ સાથે તેમાં 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરા સેન્સર ઉપલબ્ધ થશે. Google Pixel 7 Pro સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ જોવા મળશે. તેનો મુખ્ય કેમેરા 50 મેગાપિક્સલનો હશે. સાથે 48MPનો ટેલિફોટો લેન્સ અને 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ સેન્સર પણ મળશે. સેલ્ફી માટે ફોનમાં પંચ-હોલ કટઆઉટ આપી શકાય છે.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલી માહિતી અનુસાર, Google Pixel 7 Pro ફોનમાં 6.7 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. તેનો રિફ્રેશ રેટ 120Hz હશે. તો Pixel 7 સ્માર્ટફોનમાં 6.3 ઇંચની નોન LTPO ડિસ્પ્લે હોઈ શકે છે. ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 90Hz હશે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર