Home /News /tech /Google Pixel 6a થયો લોન્ચ, પહેલી વખત મળશે એન્ડ્રોઇડ 13 OS; 72 કલાક ચાલશે દમદાર બેટરી!

Google Pixel 6a થયો લોન્ચ, પહેલી વખત મળશે એન્ડ્રોઇડ 13 OS; 72 કલાક ચાલશે દમદાર બેટરી!

Google Pixel 6a લોન્ચ થઈ ગયો છે.

Google Pixel 6a Launched: Pixel 6a ના ફીચર્સની વાત કરીએ તો તે એક ફુલ સ્ક્રીન 6.1 ઇંચ ડિસ્પ્લે અને પંચ કટઆઉટ સાથે આવે છે. તેની ડિસ્પ્લે 60Hz રિફ્રેશ રેટ અને 20:9 આસ્પેક્ટ રેશિયો સાથે રજૂ કરવામાં આવી છે. ફોનમાં ટોપ પર એક કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન પણ સામેલ છે.

વધુ જુઓ ...
    Google Pixel 6a Launched: ગૂગલ (Google)એ પોતાની એન્યુઅલ ઇવેન્ટ I/O 2022 માં Pixel 6a લોન્ચ કર્યો છે. આ ફોન કંપનીના પિક્સલ 5a નો સક્સેસર છે, અને ડિઝાઇનને મામલે તે ઘણી હદ સુધી પિક્સલ 6 જેવો જ છે. આ કંપનીના પોતાના ટેંસર ચિપસેટ પર કામ કરે છે. Pixel 6a 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે સિંગલ વેરિયન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આ મોડેલ Pixel 5a ની લોન્ચ કિંમતની જેમ $449 સાથે આવે છે, જે ભારતીય કિંમતમાં લગભગ 35,000 રૂપિયા થાય છે.

    Pixel 6a ના ફીચર્સની વાત કરીએ તો તે એક ફુલ સ્ક્રીન 6.1 ઇંચ ડિસ્પ્લે અને પંચ કટઆઉટ સાથે આવે છે. તેની ડિસ્પ્લે 60Hz રિફ્રેશ રેટ, 20:9 આસ્પેક્ટ રેશિયો સાથે રજૂ કરવામાં આવી છે. ફોનમાં ટોપ પર એક કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન પણ સામેલ છે.

    પિક્સલ ડિવાઇસ Googleએ પોતાની ટેંસર ચિપસેટ દ્વારા સંચાલિત કર્યો છે. PR ને 6GB સુધી LPDDR5 રેમ અને 128GB UFS 3.1 ઇન્ટરનલ સ્ટોરેજ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: Good News! બદલી ગયા છે આ પોપ્યુલર OnePlus સ્માર્ટફોનના ફીચર્સ, મળી લેટેસ્ટ OS અપડેટ

    ખાસ વાત એ છે કે આ ફોન આઉટ ઓફ ધ બોક્સ એન્ડ્રોઇડ 13 ઓપરેટિંગ સિસ્ટમ સાથે લોન્ચ થનારો પહેલો ફોન છે. ગૂગલે જણાવ્યું કે તે અન્ય ઓઇએમ સાથે કામ કરી રહ્યું છે જેથી તેમના અમુક ફોન પર પણ નવી એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ રજૂ થઈ શકે.

    કેમેરાની વાત કરીએ તો પિક્સલ 6a ના રિયર કેમેરામાં 12 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર અને 12 મેગાપિક્સલના અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ સાથે ડ્યુઅલ-કેમેરા સેટઅપ સામેલ છે. Pixel 6a 30 એફપીએસ પર 4K વિડીયો શૂટ કરવાની ક્ષમતા સાથે આવે છે, સ્ટેબિલિટી સાથે 4K ટાઈમલેપ્સ સાથે આવે છે. ફોનના ફ્રન્ટમાં પંચ હોલ ડિસ્પ્લેની અંદર 8 મેગાપિક્સલનો સિંગલ સેન્સર સામેલ છે.

    આ પણ વાંચો: 12GB RAM, 80W ફાસ્ટ ચાર્જિંગ સાથે લોન્ચ થઇ Vivo X80 સિરીઝ, પ્રીમિયમ છે કિંમત અને લુક

    72 કલાક ચાલશે બેટરી

    પાવર માટે આ ફોનમાં 4306mAhની બેટરી આપવામાં આવી છે, જેના વિશે કંપનીનો દાવો છે કે ફોન 24 કલાકથી વધુની બેટરી લાઇફ અને બેટરી સેવર સાથે 72 કલાકની બેટરી લાઇફ આપે છે.

    તેમાં સ્ટીરિયો સ્પીકર્સ, બે માઇક્રોફોન, અન્ડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને નોઇઝ સપ્રેશનનો સમાવેશ થાય છે. આ ફોનને ત્રણ કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવ્યો છે, અને ભારતમાં તેના લોન્ચ વિશે હાલમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Android phone, Google Pixel, Gujarati tech news, Mobile and Technology, Smartphones

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन