Google Pixel 6 series: 50 મેગાપિક્સલ કેમેરા સાથે લૉંચ થયો Google Pixel 6 Pro!

ગૂગલ પિક્સલ 6 સિરીઝ

Google Pixel 6 series: નવી ગૂગલ પિક્સલ 6 શ્રેણી પહેલેથી જ ભારતમાં અસ્તિત્વમાં રહેલી વનપ્લસ 9, વનપ્લસ 9 પ્રો, સેમસંગ ગેલેક્સી એસ21 સિરીઝ અને એન્ડ્રોઇડ ફ્લેગશિપ્સને પણ ટક્કર આપવા માટે આવી છે.

  • Share this:
    મુંબઈ: ગૂગલે પિક્સલ 6 સિરીઝ (Google Pixel 6 series) લોન્ચ કરી છે. નવી ગૂગલ પિક્સલ 6 સાથે ગૂગલ પિક્સલ 6 પ્રો (Google Pixel 6 Pro)માં પણ રજૂ કરવામાં આવી છે, જે કંપનીની કસ્ટમ-ડેવલપ ટેન્સર ચિપ પ્રદાન કરે છે. નવી ગૂગલ પિક્સલ 6 શ્રેણી પહેલેથી જ ભારતમાં અસ્તિત્વમાં રહેલી વનપ્લસ 9, વનપ્લસ 9 પ્રો, સેમસંગ ગેલેક્સી એસ21 સિરીઝ અને એન્ડ્રોઇડ ફ્લેગશિપ્સને પણ ટક્કર આપવા આવી છે. ગૂગલ પિક્સલ 6 બે સ્ટોરેજ વેરિએન્ટ - 8GB + 128GB અને 8GB + 256GB સાથે આવ્યું છે. તેના બેઝ વેરિએન્ટ 128GB વેરિએન્ટની કિંમત 599 ડોલર (લગભગ 45,900 રૂપિયા) છે. પિક્સલ 6 USમાં ત્રણ કલર ઓપ્શન (Pixel 6 Series color option) સાથે છે જેમાં કિન્ડા કોરલ, સોર્ટા સિફોમ અને સ્ટોરી બ્લેકનો સમાવેશ થાય છે.

    ગૂગલ પિક્સલ 6 પ્રો ત્રણ સ્ટોરેજ વેરિએન્ટ છે. જેમાં 12GB રેમ + 128GB સ્ટોરેજની કિંમત 898 ડોલર (લગભગ 67,500 રૂપિયા) રાખવામાં આવી છે. તેના સિવાય 12GB + 256GB અને 12GB + 512GBમાં પણ ઉપલબ્ઘ છે. આ ફોન ક્લાઉડી વ્હાઇટ, સોર્ટા સની અને સ્ટોર્મી બ્લેક કલર ઓપ્શનમાં છે.

    ગૂગલ પિક્સલ 6ના સ્પેસિફિકેશન્સ

    ગૂગલ પિક્સલ 6માં 6.4 ઇંચની OLED ડિસ્પ્લે છે. આ કંપનીનો 5જી ફોન છે અને વપરાશકર્તાઓને તેમાં એન્ડ્રોઇડ 12 ઓપરેટ કરવાની મંજૂરી આપે છે. ગૂગલ પિક્સલ 6 કેમેરામાં બેક પેનલ પર ડ્યુઅલ કેમેરા સેટઅપ હશે, જેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, વાઇડ સેન્સર હશે અને તે સારી ફોટો ક્વોલિટી માટે વધુ લાઇટ કેપ્ચર કરી શકશે. આ ઉપરાંત આ ફોનમાં 12 મેગાપિક્સલનું અલ્ટ્રા વાઇડ સેન્સર આપવામાં આવ્યુ છે. પિક્સેલ 6ની કિંમત 599 યુએસ ડોલર છે.

    આ પણ વાંચો: Flipkart Big Diwali Sale: ખૂબ ઓછી કિંમતે ખરીદો iPhone 12, જાણો ઑફર વિશે

    ગૂગલ પિક્સલ 6માં લાઇવ ટ્રાન્સલેશનુ ફીચર આપવામાં આવ્યું છે, જે મેસેજથી માંડીને વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ સુધીની તમામ બાબતોને સપોર્ટ કરશે.

    ગૂગલ પિક્સલ 6 પ્રોના ફીચર્સ

    ગૂગલ પિક્સલ 6 પ્રોમાં 10Hzથી 120Hz સુધીના રિફ્રેશ રેટ સાથે 6.7 ઇંચની ડાયનેમિક ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં ટેન્સર ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોનની લાજવાબ ડિઝાઇન એકદમ આકર્ષક છે.

    આ પણ વાંચો: એપલના લેપટોપ સહિત ડિવાઇસને ક્લિન કરવા માટેના કપડાંની કિંમત 1900 રૂપિયા!

    ગૂગલ પિક્સલ 6 પ્રોના કેમેરા સેટઅપની વાત કરીએ તો તેમાં રિયર પર ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો છે. તે વધુ 2.5X લાઈટ કેપ્ચર કરી શકે છે. તેમજ સેકન્ડરી કેમેરા 12 મેગાપિક્સલનો કેમેરો છે અને ત્રીજો કેમેરો 48 મેગાપિક્સલનો છે. તે 20X સુપર રેઝ ઝૂમ સપોર્ટ મળશે.
    Published by:Vinod Zankhaliya
    First published: