Google Pixel 6 સિરીઝ: લૉંચ પહેલા જ જાહેરખબર લીક, આ ફીચર આવ્યા સામે

લૉંચ પહેલા Google Pixel 6ના અનેક ફીચર્સ લીક.

Google Pixel 6 Series: ગૂગલે ઘણા સમય પહેલા પોતાની Tensor ચીપસેટની જાહેરાત કરી હતી. હવે તેનો ઉપયોગ Pixel 6 સિરીઝ સહિતની ડીવાઈસમાં થશે.

  • Share this:
મુંબઈ: સ્માર્ટફોનના ચાહકો ઘણા સમયથી Google Pixel 6 સિરીઝની રાહ જોઈ રહ્યા છે. અત્યારસુધીમાં Google Pixel 6 અને Pixel 6 Proના ફીચર અને કિંમત સહિત ઘણું લીક થઈ ચૂક્યું છે. ત્યારે Google દ્વારા સત્તાવાર રીતે જાહેરાત રજૂ કરાઈ છે. જેમાં Google Pixel 6 અને Google Pixel 6 Pro અંગે ઘણા સંકેતો મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, Google Pixel 6 સિરીઝ 19 ઓક્ટોબરે લોન્ચ કરવામાં આવે તેવા અહેવાલ મળી રહ્યા છે.

યુટ્યુબર એમ. બ્રેન્ડન લીએ અગાઉ Google Pixel 6ની યુરોપિયન કિંમત લીક કરી હતી. Google Pixel 6ની €649 (આશરે 56,250 રૂપિયા) અને ટોપ એન્ડ મોડેલ Google Pixel 6 proની કિંમત €899 (આશરે 77,919 રૂપિયા) હોઈ શકે છે. કંપનીએ પ્રારંભિક તબક્કે ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન, તાઇવાન, યુકે અને અમેરિકા સહિતના 8 દેશોમાં આગામી ગૂગલ ફોન મળશે તેવા સંકેત આપ્યા છે.

આ દરમિયાન સામે આવેલી સત્તાવાર જાહેરાતમાં Google Pixel 6 proના કેટલાક ફીચર અંગે જણાવાયું છે. Google Pixel 6 અને Google Pixel 6 proની જાહેરાત સમાન છે પણ તેમાં કશું નવું જોવા મળ્યું નથી.

આ પણ વાંચો: iPhone યૂઝર્સ માટે સારા સમાચાર: ઝડપથી લૉંચ થશે iOS 15.1, જાણો કેવા ફીચર્સ મળશે

Pixel 6 સિરીઝમાં ગૂગલની ચીપસેટ હશે

ગૂગલે ઘણા સમય પહેલા પોતાની Tensor ચીપસેટની જાહેરાત કરી હતી. હવે તેનો ઉપયોગ Pixel 6 સિરીઝ સહિતની ડીવાઈસમાં થશે. આ ચીપસેટ ગૂગલ Pixel 6ને વધુ સારી રીતે ઓપ્ટિમાઇઝ કરવાની સાથે લાંબા સમય સુધી સોફ્ટવેર સપોર્ટ પણ આપશે. અમુક અહેવાલોમાં Pixel 6 અને Pixel 6 proમાં 4 વર્ષ સુધી OS અપડેટ અને 5 વર્ષ સુધી સિક્યુરિટી પેચ મળે તેવી શક્યતા છે. વીડિયોમાં લાઇવ ટ્રાન્સલેટ ફીચર પણ દર્શાવવામાં આવ્યું છે. જે ઇમેજ, ઓડિયો અને વીડિયો માટે ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: Tata Punch: દેશની સૌથી સુરક્ષિત કારની કિંમતનો ખુલાસો, જાણો વિગત

લિકમાં શું સામે આવ્યું હતું?

થોડા સમય પહેલા લિકર જ્હોન પ્રોસેસે આખું સ્પેસિફિકેશન લીક કર્યું હતું. આ ડિવાઇસ ઓરેન્જ કલરની પાતળી પટ્ટી અને ઓરેંજ કલરના G લોગો સાથે ડ્યુઅલ-ટોન ફિનિશ મળશે. Google Pixel 6 ડીવાઈસમાં લેટેસ્ટ એન્ડ્રોઇડ 12 આઉટ ઓફ ધ બોક્સ મળશે. પિક્સલ 6 6.4 ઇંચની ફુલ એચડી ઉપરાંત પંચ-હોલ કટઆઉટ સાથે એમોલેડ ડિસ્પ્લે સાથે આવશે. આ ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ આપશે. Googleનું પ્રોસેસર સ્નેપડ્રેગન 870ની સમકક્ષ હોવાનું કહેવાય છે.
First published: