Home /News /tech /Goole Pixel 6 અને Pixel 6 Pro લૉંચ, જાણો કિંમત સહિતની વિગત; ફોન લૉંચ થતાં જ ગૂગલ સ્ટોર ક્રેશ

Goole Pixel 6 અને Pixel 6 Pro લૉંચ, જાણો કિંમત સહિતની વિગત; ફોન લૉંચ થતાં જ ગૂગલ સ્ટોર ક્રેશ

ગૂગલ પિક્સલ 6 સિરીઝના બે ફોન લૉંચ.

Google Pixel 6 series announced: આ સિરીઝ અંતર્ગત કંપનીએ બે સ્માર્ટફોન- પિક્સલ 6 અને પિક્સલ 6 પ્રો લોંચ કર્યાં છે. આ ફોન યૂઝર્સને અલગ જ સુવિધા આપશે.

નવી દિલ્હી: ગૂગલે પોતાના બે નવા ફોન પિક્સલ 6 (Pixel 6) અને પિક્સલ 6 પ્રો (Pixel 6 pro) સાથે એપલના આઇફોન (iPhone) સાથે સ્પર્ધા કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે, ફોન લોંચ થતાની સાથે જ ગૂગલે યૂઝર્સના રોષનો ભોગ બનવું પડ્યું હતું. કારણ કે ફોન લોંચ થયા બાદ ગૂગલના સ્ટોર (Google store) પર તેને ખરીદીમાં મુશ્કેલી આવી રહી હતી. ફોન લોંચ થયા બાદ કંપનીની વેબસાઇટ ક્રેશ થઈ ગઈ હતી. અનેક યૂઝર્સને એરર મેસેજ આવી રહ્યો હતો. આ મુશ્કેલી પાંચ કલાક સુધી રહી હતી. પાંચ કલાક બાદ સાઇટ ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ હતી. ગૂગલ તરફથી તેના પ્રવક્તાએ નિવેદન આપ્યું હતું કે, "ગૂગલ સ્ટોર હંગામી ધોરણે બંધ થયો હતો, હવે તે ફરીથી શરૂ થઈ ગયો છે. અસુવિધા માટે અમે માફી માંગીએ છીએ."

ગૂગલના બે ફોન લૉંચ

ગૂગલે મંગળવારે રાત્રે ગૂગલ પિક્સલ 6 સિરીઝના બે સ્માર્ટફોન લૉંચ કર્યાં છે. આ સિરીઝ અંતર્ગત કંપનીએ બે સ્માર્ટફોન- પિક્સલ 6 અને પિક્સલ 6 પ્રો લોંચ કર્યાં છે. આ ફોન યૂઝર્સને અલગ જ સુવિધા આપશે. કંપનીએ પિક્સલ 6 સિરીઝમાં લાઇવ ટ્રાન્સલેશન ફીચર આપ્યું છે. આ ફીચર મેસેજથી લઈને વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ સુધી સપોર્ટ કરશે. ગૂગલના બંને સ્માર્ટફોન વિશે વિગતે જાણીએ.

આ સાથે જ ગૂગલે પિક્સલ પાસ પણ રજૂ કર્યું છે, જે એક પ્રકારનું સબ્સક્રિપ્શન કાર્ડ છે. આની મદદથી પિક્સલ 6 સાથે ગૂગલ વન, યુટ્યુબ પ્રીમિયમ અને યુટ્યુબ મ્યુઝિક પ્રીમિયમ, ગૂગલ પ્લે પાસનો લાભ ઉઠાવી શકાય છે. આ માટે યૂઝર્સે 45 ડૉલર (3,377) રૂપિયા પ્રતિ માસ ચૂકવવા પડશે. આ સાથે જ કંપનીએ પિક્સલ સિરીઝના બંને ફોનમાં Tensor ચિપસેટનો ઉપયોગ કર્યો છે. આ ચિપસેટની મદદથી યૂઝર્સને નવો AI અનુભવ મળશે. ગૂગલનું કહેવું છે કે આ ચિપ બનાવવા માટે ઘણો સમય લાગ્યો છે.

Google Pixel 6 pro ખાસિયત

ગૂગલ પિક્સલ 6 પ્રો સ્માર્ટફોનમાં 6.7 ઇંચનું ડાયનામિક ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 10hzથી લઈને 120hz સુધી હશે. આ સ્માર્ટફોનમાં ટેન્સર ચિપસેટનો ઉપયોગ થયો છે. આ ફોનની ડિઝાઇન ખૂબ જ આકર્ષક છે. આ ફોનમાં મોટી બેટરી આપવામાં આવી છે. આ ફોન 12 જીબી રેમ સાથે આવે છે. કંપનીએ આ ફોનની કિંમત 899 અમેરિકન ડૉલર રાખી છે.

Google Pixel 6 Pro કેમેરો

Google Pixel 6 Proના કેમેરા અંગે વાત કરીએ તો તેમાં બેક પેનલ પર ટ્રિપલ કેમેરા સેટઅપ છે. જેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા છે. આ કેમેરો 2.5Xથી વધારે લાઇટ કેપ્ચર કરી શકે છે. સાથે જ બીજો કેમેરો 12 મેગાપિક્સલનો છે. ત્રીજો કેમેરો 48 મેગાપિક્સલનો છે. જે 20X Super Rez Zoom સપોર્ટ કરે છે. આ ઉપરાંત ફોનમાં ન્યૂ મેજિક ઇરેઝર પણ મળશે.

આ પણ વાંચો: એપલના લેપટોપ સહિત ડિવાઇસને ક્લિન કરવા માટેના કપડાંની કિંમત 1900 રૂપિયા!

Google Pixel 6 ખાસિયત

ગૂગલ પિક્સલ 6માં તમને 6.4 ઇંચ ઓએલઈડી ડિપ્સ્પે મળશે. આ 5G ફોન છે, જેમાં યૂઝર્સને એન્ડ્રોઇડ 12 ઓપરેટિંગ સિસ્ટમ મળશે. આ સાથે જ ફાસ્ટ ચાર્જિંગ ઉપરાંત અનેક ફીચર્સ છે. Pixel 6ના કેમેરા સેટઅપની વાત કરીએ તો તેમાં બેક પેનલ પર બે કેમેરા મળશે. જેમાં પ્રાઇમરી કેમેરો 50 મેગાપિક્સલનો હશે, જે એક વાઇટ સેન્સર છે, જેમાં સારી ક્વૉલિટીની તસવીરો ક્લિક કરી શકાય છે. સાથે જ 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ સેન્સર આપવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 599 અમેરિક ડૉલર છે.

લાઇવ ટ્રાન્સલેશન

ગૂગલ પિક્સલ 6માં લાઇવ ટ્રાન્સલેશનનું ફીચર મળશે, જે મેસેજથી લઈને વોટ્સએપ અને ઇન્ટાગ્રામને પણ સપોર્ટ કરશે. ઉદાહરણ તરીકે જો તમે ઇન્ટાગ્રામ પર કોઈ વિદેશી ભાષાનો વીડિયો જુઓ છો તો આ ફીચરથી તમે રિયલ ટાઇમમાં તેને ટ્રાન્સલેટ કરી શકશો.
First published:

Tags: Gadget, Pixel 6, ગૂગલ, સ્માર્ટફોન