8 મેના રોજ લોન્ચ થશે Googleના બે સ્માર્ટફોન, જાણો ફીચર્સ

News18 Gujarati
Updated: May 6, 2019, 6:12 PM IST
8 મેના રોજ લોન્ચ થશે Googleના બે સ્માર્ટફોન, જાણો ફીચર્સ
8 મેના રોજ લોન્ચ થશે Googleના બે સ્માર્ટફોન

ગુગલ તેના ફ્લેગશિપ સ્માર્ટફોન Google Pixel 3a અને Pixel 3a XLને 8 મેના રોજ લોન્ચ કરશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ગુગલ તેના ફ્લેગશિપ સ્માર્ટફોન Google Pixel 3a અને Pixel 3a XLને 8 મેના રોજ લોન્ચ કરશે. આ ફોનને 7 મે (8 મે)થી અમેરિકામાં શરૂ થનારી Google 2019 I/O ડેવલોપર્સ કોન્ફરન્સમાં લોન્ચ કરવામાં આવશે. આને ઇ-કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં “Something big is coming to the Pixel universe” ટેગલાઇન લખવામાં આવી છે.

આ બન્ને સ્માર્ટફોનને સર્ટિફિકેશન વેબસાઇટ પર બોનિટો (Bonito) અને સર્ગો (Sargo)ના સિર્કેટ નામ (કોડ નામ)થી થોડા સમય પહેલાં જ લિસ્ટ કરવામાં આવ્યા છે.

ફોન્સના ફીચરની વાત કરીએ તો, આ બન્ને સ્માર્ટફોનમાં નોચ ફીચરની જગ્યાએ પ્લાસ્ટિકનું બેઝલ મળશે. સાથે જ આની ઉપરની બાજુ ઓડિયો જેક મળશે. ફોનની બેકમાં સિંગલ રિયર કેમેરા અને ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવી શકે છે. આ ઉપરાંત Google Pixel 3aમાં 5.5 ઇંચની ફૂલ HD+ ડિસ્પ્લે અને Google Pixel 3a XLમાં 6 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે મળી શકે છે.

આના અન્ય ફીચર્સની વાત કરીએ તો, Google Pixel 3aમાં સ્નેપડ્રેગન 670 ચિપસેટ પ્રોસેસર અને Google Pixel 3a XLમાં સ્નેપડ્રેગન 710 ચિપસેટ પ્રોસેસર આપવામાં આવી શકે છે. બન્ને સ્માર્ટફોનને 4 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે લોન્ચ કરી શકાય છે. ઉપરાંત આમાં પાવર માટે 2,915 mAhની બેટરી આપવામાં આવી શકે છે. આ ફોનને એન્ડ્રોઇડ 9.0 પાઇ ઓપરેટિંગ સિસ્ટમ સાથે લોન્ચ કરવામાં આવી શકે છે અને પછી આમાં એન્ડ્રોઇડ ક્યૂ અપડેટ મળશે.

આ પણ વાંચો: 12 હજારથી ઓછી કિંમતમાં ખરીદો આ સ્માર્ટફોન

કેમેરાની વાત કરીએ તો, આમાં 12 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા હોઇ શકે છે. ઉપરાંત Google Pixel 3a અને Pixel 3a XLની કિંમત ગયા વર્ષે લોન્ચ થયેલા Google Pixel 3 અને Google Pixel 3XLથી ઓછી હશે. બન્ને સ્માર્ટફોનને 35,000 રૂપિયાની બજેટ રેન્જમાં લોન્ચ કરવામાં આવી શકે છે.
First published: May 6, 2019, 6:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading