ન્યૂઝ18 ગુજરાતી: ઓનલાઇન શોપિંગને લઇને ઘણી વખત એવી વાતો સામે આવે છે કે ખોટી વસ્તુની ડિલીવરી કરાઇ હોય. પરંતુ ઓનલાઇન શોપિંગને લઇને એક એવો મામલો સામે આવ્યો છે કે જે તમને ચોંકાવી દેશે. એક ગુગલ Pixel 3 યુઝર સાથે કંઇક આવું જ થયું, જેમાં તેની રિફંડની માગના બદલે કંપનીએ 10 નવા Pixel 3 સ્માર્ટફોન મોકલી દીધા.
Reddit પર Cheetohz નામના એક યુઝરે આ વાતની માહિતી આપતાં જણાવ્યું કે, તેને ડિફેક્ટિવ પિક્સલ 3 માટે રિફંડ તરીકે માત્ર 80 ડોલર જ મળ્યાં અને 900 ડોલર બાકી છે. આ સાથે જ યુઝરે એ પણ જણાવ્યું કે, આ સાથે ગુગલે 10 નવા પિક્સલ ફોન પણ મોકલ્યા છે.
યુઝરે આગળ લખ્યું કે, તે 10 વાઇટ પિક્સલ સ્માર્ટફોનને રાખવા માગતો નથી અને પાછા આપી દેશે. પરંતુ તે પહેલાં ગુગલથી તેને યોગ્ય રિફંડની આશા છે. Cheetohzએ કહ્યું કે, મોટી કંપનીઓ પાસે આવા ઘણા મામલા આવે છે, પરંતુ આ મામલે ગુગલનું વર્તન યોગ્ય રહેતું નથી.
10 હજાર ડોલર છે આ ફોનની કિંમત
Cheetohzએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, તેણે રિફંડની માગ કરી હતી. આમાં તેને 80 ડોલર મળ્યાં, જે ડિવાઇસ પર લાગેલ ટેક્સ હતું. ઉપરાંત તેને 900 ડોલર મળ્યાં નથી. ગુગલે તેના રિપ્લેસમેન્ટ ઓર્ડરને ખરાબ કર્યું અને અલગથી 10 નવા પિક્સલ 3 સ્માર્ટફોન મોકલ્યા, જેની કિંમત લગભગ 10 હજાર ડોલર છે.
આ મામલે ગુગલે શુક્રવારે રિપ્લાઇ કર્યું અને કહ્યું કે યુઝરના પૈસા રિફંડ કરી દીધા. જ્યારે Cheetohzએ કહ્યું કે, તે અત્યારે પણ ફોનને પરત કરવાના પ્લાનિંગમાં છે અને તે કંપનીને મોકલી આપશે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર