KISS કરતાં સમયે જાતે જ સેલ્ફી લઇ લેશે આ ફોન

News18 Gujarati
Updated: April 19, 2019, 3:44 PM IST
KISS કરતાં સમયે જાતે જ સેલ્ફી લઇ લેશે આ ફોન
KISS કરતાં સમયે પોતાની જાતે જ સેલ્ફી લઇ લેશે આ ફોન

કંપનીએ તેના લેટેસ્ટ સ્માર્ટફોન Google Pixel 3ના કેમેરામાં એક કમાલનું ફીચર જોડ્યું છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ગુગલ તેના સ્માર્ટફોનમાં શાનદાર કેમેરો આપવા માટે ઓળખાય છે. હવે કંપનીએ તેના લેટેસ્ટ સ્માર્ટફોન Google Pixel 3ના કેમેરામાં એક કમાલનું ફીચર જોડ્યું છે, જેનાથી કિસ કરતાં જ ફોટો ક્લિક થઇ જશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળા આ ફીચરનું નામ 'Photobooth Mode' છે.

આવી રીતે ક્લિક કરી શકો છો બેસ્ટ ફોટો

જો તમે આ ફીચરનો ઉપયોગ કરવા માગો છો તો તમારે સૌથી પહેલાં પિક્સલ 3 સ્માર્ટફોનને ફોટોબૂથ મોડ પર કરવો પડશે. આ પછી ફોનનો કેમેરો પોતાની રીતે જ તમારા એક્સપ્રેશનને જોઇને જ ઓળખી લેશે કે તમે ફોટો માટે તૈયાર છો અને એ સમયે ફોટો ક્લિક થઇ જશે.

KISS કરતાં જ ક્લિક થશે ફોટો

કંપનીએ કેમેરાના ફોટોબૂથ મોડમાં કિસ ડિટેક્શનનું ફીચર જોડ્યું છે. આને લઇને કંપનીનો દાવો છે કે, જેવી જ તમે તમારા કોઇ ખાસને કિસ કરશો તો કેમેરો પોતાની રીતે જ ફોટો લઇ લેશે. આ મોડ AI કિસિંગ ડિટેક્શન અબેલિટી સાથે રજૂ કરવામાં આવ્યો છે અને આ મોડમાં કેમેરા એપ સબ્જેક્ટને કિસ કરતાં ડિટેક્ટ કરી લેશે. જેવી જ મોમેન્ટ પરફેક્ટ લાગશે, ફોટો પોતાની રીતે જ ક્લિક થઇ જશે. આ ફીચર કપલ્સ માટે ઘણું સારું છે. આનાથી કિસ કરતાં સમયે ફોટો ક્લિક કરવા માટે તેમને પરેશાન નહીં થવું પડે.

આ પણ વાંચો: એક વખત રિચાર્જ કરાવો અને સમગ્ર વર્ષ મફ્તમાં કરો વાત!
Loading...

ફોટોગ્રાફર્સ સાથે મળીને આ મોડ પર કર્યું કામ

કેમેરામાં આ ફીચરને લાવવા માટે ગુગલે ફોટોગ્રાફર્સ સાથે મળીને કામ કર્યું અને પાંચ જરૂરી એક્સપ્રેશન શોધી અને કેમેરાને કિસિંગ દરમિયાન ફોક્સ કરવા માટે ખાસ રીતે ટ્યુન કર્યો. Pixel 3 માટેનો ગુગલ કેમેરો 6.2 અપડેટ છે, જેમાં 5 ફેશિયલ એક્સપ્રેશન આપવામાં આવ્યા છે. આમાં tongues out, Smile, Puffy Cheeks, Duck Face/Pouting અને surprised Look સામેલ છે.

 
First published: April 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...