Best Game 2019 માટે નૉમિનેટ થઈ વિંગ કમાન્ડર અભિનંદનવાળી ગેમ

News18 Gujarati
Updated: November 20, 2019, 8:00 AM IST
Best Game 2019 માટે નૉમિનેટ થઈ વિંગ કમાન્ડર અભિનંદનવાળી ગેમ
ભારતીય વાયુસેનાની વીડિયો ગેમ

Indian Air Force: A cut Above ગેમને ગૂગલે 2019ની બેસ્ટ ગેમની કેટેગરી માટે નૉમિનેટ કરી છે

  • Share this:
ભારતીય વાયુસેના (Indian Air Force) પર આધારિત એક ગેમને ગૂગલ (Google)એ 2019ની બેસ્ટ ગેમની કેટેગરી માટે નૉમિનેટ કરી છે. ભારતીય વાયુસેનાની વીડિયો ગેમ 'Indian Air Force: A cut Above'ને યૂઝર્સ ચોઇસ ગેમ કેટેગરીમાં બેસ્ટ ગેમ-2019 માટે નૉમિનેટ કરવામાં આવી છે. ભારતીય વાયુસેનાએ ટ્વિટ કરી લોકોને આ ગેમ માટે વોટિંગ કરવા અપીલ પણ કરી છે.

ભારતીય એરફોર્સે ટ્વિટમાં કહ્યું છે કે આઈએએફની વીડિયો ગેમ- 'ઈન્ડિયન એરફોર્સ : અ કટ અબવ'ને ગૂગલે યૂઝર્સ ચોઇસ ગેમ કેટેગરીમાં બેસ્ટ ગેમ-2019 માટે કમ્પીટ કરવા માટે પસંદ કરી છે. પ્લે સ્ટોર પર યૂઝર્સ ચોઇસ ગેમમાં જઈને આઈએએફ ગેમને સિલેક્ટ કરી વોટ કરી શકો છો.

યુવાઓને ભારતીય વાયુસેનામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા માટે પૂર્વ એર ચીફ માર્શીલ બી. એસ. ધનોઆએ આ કૉમ્બેટ-બેઝ્ડ ગેમને નવી દિલ્હીમાં 31 જુલાઈએ લૉન્ચ કરી હતી. આઈએએફે 20 જુલાઈના રોજ તેનું ટીઝર જાહેર કર્યું હતું. ટીઝરમાં દર્શાવવામાં આવ્યું હતું કે, સિંગલ પ્લેયર ગેમ છે અને તેમાં એરિયલ કૉમ્બેટ માટે અનેક ફાઇટર જેટ્સનો ઉપયોગ કરી શકાય છે.

ગેમમાં જે કેરેક્ટર રજૂ કરવામાં આવ્યું છે તે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન (Wing Commander Abhinandan Varthaman)જેવું દેખાય છે. અભિનંદને જે રીતે પાકિસ્તાનમાં ઘૂસીને જડબાતોડ જવાબ આપ્યો હતો અને ત્યારથી તે દેશના રિયલ હીરો તરીકે ઓળખવામાં આવે છે. આ ગેમ પણ ઘણે અંશે વાયુસેના અને અભિનંદનની બહાદુરી પર આધારિત છે.


ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર જૈશે આતંકવાદી હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. હુમલાના 13 દિવસ બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને આતંકવાદી કેમ્પોને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં ઘણી મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ હતા. હુમલાથી ઉશ્કેરાયેલા પાકિસ્તાને બીજા દિવસે ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને મિગ-21થી પાકિસ્તાનના એફ-16 ફાઇટર પ્લેનને ડૉગફાઇટમાં નિયંત્રણ રેખાની પાસ તોડી પાડ્યું હતું. ત્યારબાદ તેમનું પ્લેન પાકિસ્તાની સીમામાં ઘૂસી ગયું હતું. ત્યાં પ્લેન ક્રેશ થયા બાદ તેમને પાકિસ્તાની સેનાએ કસ્ટડીમાં લઈ લીધા હતા. ત્યારબાદ 1 માર્ચ 2019ના રોજ તેમને ભારત મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો,

નવા ટેરિફ મામલે સરકારી નિયમોનો અમલ કરીશું : જિયો
Vodafoneના 21 રૂ.નાં નવા પ્લાનમાં મેળવો અનલિમિટેડ કોલિંગ
First published: November 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...