Alert! તમારી પરવાનગી વગર ડાયલર અને મેસેજીસ એપ્સમાંથી ડેટા ઉઠાવી રહ્યું છે Google: રિપોર્ટ
Alert! તમારી પરવાનગી વગર ડાયલર અને મેસેજીસ એપ્સમાંથી ડેટા ઉઠાવી રહ્યું છે Google: રિપોર્ટ
ગૂગલ પ્રાઇવસી સંબંધિત ચોંકાવનારો રિપોર્ટ મળ્યો છે.
Google Picking Up Data: ગૂગલ ડાયલર (Dialler) અને મેસેજીસ એપ (Messages App) યુઝરની પરવાનગી વિના ગૂગલને ડેટા મોકલી રહી છે, જે પ્રાઇવસી પોલિસીનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
Google Picking Up Data: ગૂગલ (Google) સતત એન્ડ્રોઇડ યુઝર્સની પ્રાઇવસી સંબંધિત ચિંતાઓ દૂર કરવા માટેના ઉપાયો વિચારી રહ્યું છે પરંતુ એક નવા રિસર્ચ પેપરમાં દાવો કરવામાં આવ્યો છે કે સર્ચ જાયન્ટ ગૂગલ ડાયલર અને મેસેજીસ જેવી એપ્સમાંથી યુઝર ડેટા મેળવી રહી છે. આ બે એપ્સ એન્ડ્રોઇડ ફોનમાં પહેલાથી જ ઇન્સ્ટોલ કરેલી હોય છે. આ સ્ટડીનું શીર્ષક છે, ‘એન્ડ્રોઇડ પર ગૂગલ ડાયલર અને મેસેજીસ એપ્સ ગૂગલને કયા ડેટા મોકલે છે?’ (What Data Do The Google Dialer and Messages Apps on Android Send to Google?) આ સ્ટડી જણાવે છે કે, એપ્સ ગૂગલને ડેટા મોકલે છે અને તે પણ યુઝરની પરવાનગી લીધા વગર.
આ અભ્યાસ ડગ્લાસ લીથ (Douglas Leith) દ્વારા સંકલિત કરવામાં આવ્યો છે, જેઓ ટ્રિનિટી કોલેજ (Trinity College)માં કમ્પ્યુટર સાયન્સના પ્રોફેસર છે.
રિપોર્ટમાં આપવામાં આવેલી વિગતો મુજબ, લીથ દાવો કરે છે કે Google યુઝર સંબંધિત ડેટા ઉઠાવી રહ્યું છે, જેમાં મેસેજના SHA26 હેશ, તેમના ટાઇમસ્ટેમ્પ, કોન્ટેક્ટ ડિટેલ્સ, ઇનકમિંગ અને આઉટગોઇંગ કોલ લોગ્સ ઉપરાંત તમામ કૉલ્સના ડ્યુરેશનનો સમાવેશ થાય છે.
યુઝરનું કન્ટેન્ટ હેશ ફોર્મ(Hash form)માં સ્ટોર હોવા છતાં લીથ દાવો કરે છે કે, ગૂગલ મેસેજીઝનું કન્ટેન્ટ જાણવા માટે હેશને સરળતાથી રિવર્સ કરી શકે છે. તેમણે એવું પણ જણાવ્યું કે ગૂગલે તેના ડાયલર અને મેસેજીઝ એપ્સ માટે ડેટા કલેક્શન પર પ્રાઇવસી પોલિસી આપવાનું ચૂપચાપ ટાળ્યું છે, જે મોસ્ટ પાર્ટીઝ માટે સ્પષ્ટ ઉલ્લંઘન છે.
લીથે આ અભ્યાસ ગયા વર્ષે કર્યો હતો અને ત્યારબાદ તેમણે આ એપ્સ અંગેના પોતાના તારણો વિશે ગૂગલને જાણ કરી હતી. તેમણે સૂચવ્યું કે સર્ચ જાયન્ટે પ્રાઇવસીમાં આવી ક્ષતિઓને ટાળવા કેટલાક નિર્ણાયક ફેરફારો કર્યા છે. તો આના ભાગરૂપે ગૂગલે ડાયલર અને મેસેજીસ એપમાંથી ડેટા મેળવવાના કારણો સમજાવ્યા હતા.
ગૂગલે કહ્યું કે મેસેજ હેશને મેસેજ સિક્વન્સિંગ બગ્સ શોધવા માટે કલેક્ટ કરવામાં આવે છે. તો ફોન લોગ્સ RCS પ્લેટફોર્મ પર મોકલવામાં આવતા વન-ટાઇમ પાસવર્ડ્સના ઓટોમેટિક ડિટેક્શનને સુધારવા માટે લેવામાં આવે છે.
ગૂગલે કરેલી આ સ્પષ્ટતાઓ ભલે તેને ક્લીન ચિટ નથી આપતા, પણ અમે આશા રાખીએ છીએ કે ફ્યુચર એન્ડ્રોઇડ વર્ઝન અને એપ સ્ટોર પોલિસીઓ ખૂબ જ જરૂરી એવા ફેરફાર લાવશે, જેથી યુઝર્સ તેની એપ્સનો ઉપયોગ કરતી વખતે સુરક્ષિત અનુભવે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર