ગૂગલ ફોટોઝ પર હવે ફ્રી સ્ટોરેજની સુવિધા નહીં મળે, 1 જૂનથી લેવામાં આવશે ચાર્જ

ગૂગલ ફોટોઝ પર હવે ફ્રી સ્ટોરેજની સુવિધા નહીં મળે, 1 જૂનથી લેવામાં આવશે ચાર્જ
ગૂગલ ફોટોઝ પર હવે ફ્રી સ્ટોરેજની સુવિધા નહીં મળે, 1 જૂનથી લેવામાં આવશે ચાર્જ

ગયા વર્ષે ગૂગલે જાહેરાત કરી હતી કે તે યૂઝર્સને અનલિમિટેડ બેકઅપ સ્ટોરેજની સુવિધા આપવાનું બંધ કરી રહ્યું છે

  • Share this:
નવી દિલ્હી : ગૂગલ યૂઝર્સને ગૂગલ તરફથી મળતા ફ્રી સ્ટોરેજનો લાભ હવે નહીં મળે. ગયા વર્ષે ગૂગલે જાહેરાત કરી હતી કે તે યૂઝર્સને અનલિમિટેડ બેકઅપ સ્ટોરેજની સુવિધા આપવાનું બંધ કરી રહ્યું છે. ગૂગલ હવે તમને 15 GB સ્પેસ ફ્રી આપશે અને વધુ સ્પેસ માટે તમારે 1 જૂન 2021થી પૈસા ચૂકવવાનો રહેશે.

100 GB સ્ટોરેજ માટે રૂ. 1460 ચાર્જ



ગૂગલ પર તમારે 15 GBથી વધુ સ્પેસ માટે Google Oneનું સબસક્રિપ્શન લેવાનું રહેશે. તેમાં તમારે 100 GB સ્ટોરેજ માટે $19.99 એટલે કે, રૂ. 1460 ચૂકવવાના રહેશે. જો તમારે તમારી મેમરીઝ સુરક્ષિત રાખવી છે, તો તમારે તમારી જૂની મેમરીઝ ડાઉનલોડ કરીને કમ્પ્યૂટર, લેપટોપ કે પેન ડ્રાઈવમાં સાચવીને રાખવી પડશે.

1. મીડિયા ફાઈલ્સને અનેક રીતે ડાઉનલોડ કરી શકાય છે

· સૌથી પહેલા ગૂગલ ફોટોઝ પર photos.google.comમાં જઈને ગૂગલ એકાઉન્ટમાં લોગિન કરો.

· ફોટો ડાઉનલોડ કરવા માટે તેને ઓપન કરીને જમણી બાજુ ત્રણ ડોટ્સ પર ક્લિક કરો.

· ત્રણ ડોટ્સ પર ક્લિક કરતા ડાઉનલોડનું ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને ડાઉનલોડ કરો.

આ પણ વાંચો - હૈદરાબાદના 110 વર્ષના મહંત કોરોનાને માત આપનાર સૌથી વયસ્ક વ્યક્તિ બન્યા

· તમે તમારા ફોટોઝ સિલેક્ટ કરીને પણ ડાઉનલોડ કરી શકો છો.

· દરેક ફોટોઝ સિલેક્ટ કરીને ડાઉનલોડ કરવાથી ગૂગલ તમારા ફોટોઝ કોમ્પ્રેસ કરીને એક ઝિપ ફાઈલ બનાવશે.

· આ ઝિપ ફાઈલ ડાઉનલોડ કર્યા બાદ મળશે.

2. જો તમે તમારા ફોટોઝનો એક આલ્બમ બનાવ્યો છે, તો આલ્બમ ટેબ નીચે view all album પર ક્લિક કરો, ત્યાર બાદ તમને આલ્બમ કલેક્શન જોવા મળશે. હવે કોઈપણ આલ્બમને સિલેક્ટ કરીને ત્રણ ડોટ્સ પર ક્લિક કરો અને ત્યાર બાદ ડાઉનલોડ પર ક્લિક કરો. આલ્બમ સિલેક્ટ કરવાથી ગૂગલ તમારા આલ્બમના દરેક ફોટોઝને ઝિપ ફાઈલમાં ડાઉનલોડ કરશે.

3. તમે તમારા દરેક ગૂગલ ફોટોઝને એક સાથે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો, તેની જાણકારી અહીં આપવામાં આવી છે.

· ગૂગલે તે માટે એક ખાસ ફીચર બનાવ્યું છે Google Takeout. આ એક એવું ફીચર છે જે તમને ગૂગલ પર તમારા દરેક ડેટાને એક્સપોર્ટ કરવાની સુવિધા આપે છે.

· તમારે takeout.google.com પર જવાનું રહેશે. ત્યાર બાદ ગૂગલ એકાઉન્ટમાં લોગિન કરો અને create a new export ક્રિએટ કરો.

· create a new export પર ક્લિક કરો, હવે તમારા તમામ ગૂગલ ડેટા checkbox સાથે લિસ્ટમાં જોવા મળશે.

· તમારે ગૂગલ ફોટોઝ સિવાય અન્ય ડેટા લિસ્ટને deselect કરવાનો રહેશે.

· ગૂગલ ફોટોઝને સિલેક્ટ કર્યા બાદ નેક્સ્ટ સ્ટેપ સિલેક્ટ કરવાનું રહેશે.

· તે બાદ તમારે delivery methodને સિલેક્ટ કરવાની રહેશે, જે બાદ તમને ઈમેઈલ પર ડાઉનલોડ લિંક મળશે. તમે આ ગૂગલ ફોટોઝના કલેક્શનને અન્ય ક્લાઉડ સ્ટોરેજમાં પણ ટ્રાન્સફર કરી શકો છો.

· ડાઉનલોડ લિંકને સિલેક્ટ કર્યા બાદ તમારા ઈમેઈલ પર ડાઉનલોડ લિંક આવશે, ત્યાં તમે ડાઉનલોડ લિંકની સાઈઝ પણ સેટ કરી શકો છો.

· દા.ત. જો તમારો કુલ ડેટા 20 GBનો છે, તો ડાઉનલોડ લિમિટ 1 GBની કરી લો, ત્યાર બાદ તમને ઈમેઈલ પર 20 અલગ અલગ ડાઉનલોડ લિંક મળશે.
Published by:News18 Gujarati
First published:May 14, 2021, 17:10 pm

ટૉપ ન્યૂઝ