ગૂગલ પે, પેટીએમ, BHIM યૂઝર્સ સાવધાન! ફોન પર આવેલા આ મેસેજ પર ક્યારેય ભરોસો ન કરો

News18 Gujarati
Updated: March 24, 2020, 9:01 AM IST
ગૂગલ પે, પેટીએમ, BHIM યૂઝર્સ સાવધાન! ફોન પર આવેલા આ મેસેજ પર ક્યારેય ભરોસો ન કરો
આ બાબતોનું ધ્યાન રાખીને તમે UPI ટ્રાન્જેક્શનની સાથે થનારા ફ્રોડથી બચી શકો છો

આ બાબતોનું ધ્યાન રાખીને તમે UPI ટ્રાન્જેક્શનની સાથે થનારા ફ્રોડથી બચી શકો છો

  • Share this:
નવી દિલ્હીઃ UPI એટલે કે (Unified Payment Interface) ડિજિટલ કેશલેસ પેમેન્ટના સૌથી પોપ્યૂલર મીડિમમમાંથી એક છે. આ પેમેન્ડ મોડમાં યૂઝર્સને એકાઉન્ટ નંબર જાણ્યા વગર ફાસ્ટ અને સરળતાથી પેમેન્ટ કરવાની સુવિધા મળે છે. UPIએ કેશલેસ સિસ્ટમને વધુ સરળ બનાવ્યું છે. Google Pay, Phone Pe અને Paytmથી લઈને BHIM જેવા ડિજિટલ પ્લેટફોર્મ પણ UPI ટ્રાન્જેક્શનની સુવિધા આપે છે. જોકે, UPI ટ્રાન્જેક્શન વધુ પોપ્યૂલર અને સુવિધાજનક છે. એવામાં તેમની સિક્યુરિટીનું મહત્વ વધી જાય છે.

અહીં અમે આપને કેટલીક વાતો જણાવી રહ્યા છીએ જેનું ધ્યાન રાખીને તમે UPI ટ્રાન્જેક્શનની સાથે થનારા ફ્રોડથી બચી શકાય છે.

ડાઉનલોડ એપ્સ પર નજર રાખો

પ્લે સ્ટોર કે એપલ સ્ટોરથી કોઈ પણ અનવરિફાઇડ એપ ડાઉનલોડ ન કરો. કોઈ પણ એપ ડાઉનલોડ કરતાં પહેલા તેની વિગતો જોઈ લો. એપ ડાઉનલોડ કરતાં પહેલા તેનું નામ, રજિસ્ટર્ડ વેબસાઇટ અને ઈમેલ એડ્રેસની સાથે સાથે એપને ડેવલપ કરનારા ડેવલપરનું બેકગ્રાઉન્ડ પણ ચેક કરી લો.

ટ્રાન્સફર રિકવેસ્ટ્સ પર નજર રાખો

આપને આ એપ્સ પર ટ્રાન્સફર રિકવેસ્ટ્સ આવી શકે છે, જે આપના નુકસાનનું કારણ બની શકે છે. કેટલાક UPI પ્લેટફોર્મ્સ પર ફંડ પે કરવા અને રિકવેસ્ટ કરવાનું ઓપ્શન હોય છે. એવામાં ફ્રોડસ્ટર્સની તરફથી આપની પાસે રિકવેસ્ટ આવી શકે છે અને સામેવાળા આપને PIN નંબર નાખીને આ રિકવેસ્ટ કરવા માટે કહી શકે છે.આ પણ વાંચો, કોરોનાઃ શું વ્લાદિમીર પુતિને લોકોને ઘરમાં રહેવા મજબૂર કરવા છોડી દીધા છે 800 વાઘ અને સિંહ?

એવામાં આપને જાણ હોવી જોઈએ કે UPI ટ્રાન્જેક્શનમાં ફંડ રિસીવ કરવા માટે આપને PIN નાખવાની જરૂર નથી હોતી. તો કોઈ પણ અજાણ્યા નંબરથી ફંડ રિકવેસ્ટ આવતાં તેને તાત્કાલીક બ્લોક કરી સ્પેમમાં નાખો.

કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરો

આપને વોટ્સએપ કે પછી ફોનના ઇનબોક્સમાં આવેલા મેસેજમાં આપવામાં આવેલી કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરો. આ લિંક્સ પર ક્લિક કરવાથી આપના ફોનમાં કોઈ ફેક એપ ડાઉનલોડ થઈ શકે છે. જેની મદદથી ફ્રોડસ્ટર્સ નવું virtual payment address (VPA)  એડ્રેસ ક્રિએટ કરીને આપનું PIN રિસેટ કરી શકે છે.

સોશિયલ મીડિયા પર આવતા ફેક કૉલ્સથી સતર્ક રહો

કોઈ પણ સમસ્યામાં ફસાતાં તમે સોશિયલ મીડિયા સંબંધિત ઓથોરિટી સાથે સંપર્ક કરી શકો છો, પરંતુ આપને ત્યાં ખૂબ સાવધાની રાખવી પડશે. ફરિયાદ હંમેશા વેરિફાઇડ એકાઉન્ટથી જ કરો. ક્યારેય આપના એકાઉન્ટ અને બાકીની વિગતો સોશિયલ મીિડયા પર શેર ન કરો. ત્યાં સુધી કે આપની ફરિયાદ દૂર કરવા માટે આપની પસે કસ્ટમર સપોર્ટથી કોઈ કૉલ પણ આવે છે તો પણ ઘણું સંભાળીને વાત કરો. ક્યારેય કોઈ એક્ઝીક્યૂટિવથી પોતાની કોઈ પણ વિગતો શેર ન કરો. સોશિયલ મીડિયા પર આપને અનેક ફેક હેલ્પલાઇન નંબર પણ મળી શકે છે, કોઈ પણ નંબર પર ફોન ન કરો. આપની બેંકની ઓફિશિયલ વેબસાઇટ પર આપવામાં આવેલા નંબર ઉપર જ કૉલ કરો.

આ પણ વાંચો, WhatsApp યૂઝર્સને મળશે નવું ફીચર, મેસેજની સામે મળશે આ ‘ખાસ બટન’

 

 

 
First published: March 24, 2020, 9:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading