Home /News /tech /

Google Pay દ્વારા પેમેન્ટ કરતા પહેલા ફોલો કરો આ સ્ટેપ્સ, ટ્રાન્જેક્શન નહીં થાય ફેઇલ

Google Pay દ્વારા પેમેન્ટ કરતા પહેલા ફોલો કરો આ સ્ટેપ્સ, ટ્રાન્જેક્શન નહીં થાય ફેઇલ

આજ મોટાભાગના લોકો મિત્રો સાથે અથવા તો ખરીદી કરવા બહાર જાય છે, ત્યારે ઓનલાઇન ચૂકવણી (Online Payment) કરવાનું પસંદ કરે

google pay online transaction tips - કેટલીક એવી ટિપ્સ (Tips) આપવા જઇ રહ્યા છીએ, જેના દ્વારા તમને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન (Online Transaction) કરતી વખતે કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે

આજ મોટાભાગના લોકો મિત્રો સાથે અથવા તો ખરીદી કરવા બહાર જાય છે, ત્યારે ઓનલાઇન ચૂકવણી (Online Payment) કરવાનું પસંદ કરે છે. તેમાં પણ પેમેન્ટ કરવા માટે મોટાભાગે Google Pay એપનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણી વખત ગૂગલ પે (Google Pay) દ્વારા ટ્રાન્જેક્શન કરતી સમયે ટ્રાન્જેક્શન ફેઇલ થઇ જાય છે અને આ એક ખૂબ જ સામાન્ય ઘટના છે. ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરતા લોકો સાથે આવું ઘણી વાર થાય છે. આવી સ્થિતિમાં તમને ડર લાગે છે કે તમારા પૈસા એકાઉન્ટમાંથી કપાઈ ગયા છે પરંતુ તમે જેને પૈસા મોકલી રહ્યા છો તેને મળ્યા નથી. આ પ્રકારની પરિસ્થિતિમાંથી છુટકારો મેળવી શકાય છે. અહીં અમે કેટલીક એવી ટિપ્સ (Tips) આપવા જઇ રહ્યા છીએ, જેના દ્વારા તમને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન (Online Transaction) કરતી વખતે કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે.

ઇન્ટરનેટ સ્પીડ

ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં ઈન્ટરનેટ સ્પીડ મહત્વની ભૂમિકા ભજવે છે. ટ્રાન્ઝેક્શન નિષ્ફળતા જવાના મોટાભાગના કેસ સ્લો ડેટાને કારણે બને છે. જો તમારું ઈન્ટરનેટ કનેક્શન ધીમું છે તો તમે ટ્રાન્ઝેક્શન યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો નહીં. તેથી જ્યારે પણ તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો ત્યારે ચેક કરો કે તમારા મોબાઈલમાં ડેટા સ્પીડ કેવી છે. જો ઇન્ટરનેટ સ્પીડ ઓછી હોય તો ટ્રાન્જેક્શન કરવાનું ટાળો.

આ પણ વાંચો - સુકન્યા સમૃદ્ધિ યોજના : માત્ર એક રૂપિયાની દૈનિક બચત સાથે બનાવી શકો છો 15 લાખનું ફંડ, જાણો શું છે સ્કીમ

થોડી રાહ જુઓ

જો તમે તમારા સ્માર્ટફોનથી કોઈના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી રહ્યા છો અથવા કોઈ પેમેન્ટ કરી રહ્યા છો અને ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય છે, તો તમારે તરત જ અન્ય ટ્રાન્ઝેક્શન કરવાનું ટાળવું જોઇએ. કારણ તાત્કાલિક બીજું ટ્રાન્જેક્શન કરવાથી તે પણ નિષ્ફળ જઇ શકે છે. તેથી આવા કિસ્સામાં થોડી રાહ જોવા વધુ યોગ્ય છે. જો તમે આમ નહીં કરો તો ટ્રાન્જેક્શન વારંવાર નિષ્ફળ જશે અને તમારા ખાતામાંથી પૈસા પણ કપાશે.

એક ટ્રાન્જેક્શન પૂર્ણ કરી અન્ય ટ્રાન્જેક્શન કરો

જ્યારે તમે ટ્રાન્ઝેક્શન કરો છો, ત્યારે ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા પછી જ અન્ય ટ્રાન્ઝેક્શન કરો. ટ્રાન્ઝેક્શન માટે લીલા રંગનું સૂચક બતાવવામાં આવે છે. લીલો રંગ એ એક સંકેત છે જે જણાવે છે કે ટ્રાન્ઝેક્શન કરવાનો સમય યોગ્ય છે, તે પછી ટ્રાન્ઝેક્શન કરો. એકવાર QR કોડ સ્કેન થઈ જાય, થોડી સેકન્ડ રાહ જુઓ અને તે પછી જ ટ્રાન્ઝેક્શન કરો. જરા પણ ઉતાવળ ન કરો. આનાથી ટ્રાન્જેક્શન નિષ્ફળ થઈ શકે છે.
First published:

Tags: Google pay, Online Transaction

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन