Tap to Pay Feature: ગૂગલ પે (Google Pay)એ આજે એટલે કે 30 માર્ચે પાઇન લેબ્સ (Pine Labs) સાથે પાર્ટનરશિપમાં ભારતમાં UPI ટ્રાન્ઝેક્શન માટે ટેપ ટુ પે (Tap to Pay) લોન્ચ કરવાની જાહેરાત કરી. આ સુવિધા યુઝર્સને નજીકની શોપ્સ પર સપોર્ટેડ પોઇન્ટ-ઓફ-સેલ (POS) ટર્મિનલ પર સીધું પોતાના ફોન ટેપ કરીને યુપીઆઈ પેમેન્ટ કરવાની મંજૂરી આપશે. આ એવા યુપીઆઈ યુઝર્સ માટે ઉપલબ્ધ હશે જેમની પાસે NFC-એનેબલ્ડ એન્ડ્રોઇડ સ્માર્ટફોન છે.
અત્યારસુધીમાં આ ફીચરની સુવિધા ફક્ત ડેબિટ અને ક્રેડિટ કાર્ડમાં મળતી હતી. આ ફીચરના લોન્ચ થવા સાથે જ હવે યુઝર્સને UPI પેમેન્ટ કરવા માટે પોતાના ફોનને POS ટર્મિનલ (POS Terminal) પર ટેપ કરવું પડશે અને ફોનથી પેમેન્ટ માટે ઓથેન્ટિકેશન કરવાનું રહેશે.
આ ઓથેન્ટિકેશન યુપીઆઈ પિનના માધ્યમથી થશે. આ પૂરી પ્રક્રિયા આંખના પલકારામાં જ થઈ જશે. જે QR કોડને સ્કેન કરીને કે UPI-linked મોબાઈલ નંબર નાખવાની તુલનામાં સરળ હશે.
ગૂગલ પેના સાજિથ શિવનંદને (Sajith Sivanandan) જણાવ્યું કે ભારે ટ્રાફિકવાળા રિટેલ આઉટલેટ્સ પર UPI પેમેન્ટ માટે Tap to Pay ફીચર ઘણું સુવિધાજનક રહેશે. એવામાં પેમેન્ટ માટે થતી ભીડ ઓછી થશે અને POSપર વગર કાર્ડે ડિજિટલ પેમેન્ટ કરી શકાશે. આ ફીચર એવા યુપીઆઈ યુઝર્સને મળશે જે આખા દેશમાં કોઇપણ પાઇન લેબ એન્ડ્રોઇડ POS ટર્મિનલના માધ્યમથી પેમેન્ટ માટે પોતાના NFC-enabled એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરવા માગતા હોય. શરૂઆતમાં તેનું ટેસ્ટ રિલાયન્સ રિટેલ સાથે કરવામાં આવ્યું હતું અને હવે તે Starbucks જેવા અન્ય વેપારીઓ માટે ઉપલબ્ધ હશે.
પાઇન લેબના ચીફ બિઝનેસ કુશ મહેરાનું કહેવું છે કે, ‘ફક્ત ડિસેમ્બર 2021ના મહિનામાં 8.26 લાખ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન UPIના માધ્યમથી થયું છે. અમને વિશ્વાસ છે કે ગૂગલ પે સાથે આ કરાર UPI ટ્રાન્ઝેક્શનમાં મજબૂતી લાવશે અને યુઝર્સ સરળતાથી પેમેન્ટ કરી શકશે.’
Tap to Pay ફીચર માટે ફોનમાં NFC ફીચર હોવું જરૂરી છે. તેનો ઉપયોગ કરવા માટે તમારા ફોનમાં NFC ઓપ્શન ઓન હોવું જોઈએ. એ પછી તમારા ફોનને અનલોક કરવાનો રહેશે. ત્યારબાદ ફોન પર POS ટર્મિનલ પર જઈને ટેપ કરવાનું રહેશે. Google Pay ઓટોમેટિકલી ઓપન થઈ જશે. ત્યારબાદ પેમેન્ટ કન્ફર્મ કરવાનું રહેશે. પછી UPI પિન દાખલ કરવાનો રહેશે. એ પછી પેમેન્ટ પ્રોસેસ પૂરી થશે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર