Home /News /tech /Google Password Manager ને મળ્યું જબરદસ્ત અપડેટ, પાસવર્ડ મેનેજ બનશે સરળ
Google Password Manager ને મળ્યું જબરદસ્ત અપડેટ, પાસવર્ડ મેનેજ બનશે સરળ
યુનિક અને સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવામાં મદદ કરશે.
Google Password Manager: નવું અપડેટ પાસવર્ડ મેનેજરને Chrome અને Android પર સમાન ઇન્ટરફેસ આપશે. ગૂગલનું કહેવું છે કે આ નવા અપડેટથી યુઝર્સને પહેલા કરતા વધુ સારું પાસવર્ડ પ્રોટેક્શન મળશે
મુંબઇ: ટેક જાયન્ટ ગૂગલે તેના પાસવર્ડ મેનેજરને અપડેટ કરવાની જાહેરાત કરી છે. યુઝર્સ સરળતાથી તેનો ઉપયોગ કરી શકે તેવા હેતુથી આ અપડેટ થયું છે. આ અપડેટ પાસવર્ડ સેફટીને વધુ મજબૂત બનાવશે. નવા અપડેટ દ્વારા યુઝર્સ તેમના Android હોમ સ્ક્રીન પર Google પાસવર્ડ મેનેજરનો શોર્ટકટ બનાવી શકશે. કંપનીએ 30 જૂનના રોજ આ અપડેટ રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે.
અપડેટ બાદ યુઝર્સ ક્રોમ બ્રાઉઝર અને એન્ડ્રોઈડ પર ઓટોમેટિકલી પાસવર્ડ એડ કરી શકશે. આ ફીચર ડેસ્કટોપ પર ક્રોમ બ્રાઉઝર સાથે એન્ડ્રોઇડ ફોન પર પણ કામ કરશે. નવું અપડેટ પાસવર્ડ મેનેજરને Chrome અને Android પર સમાન ઇન્ટરફેસ આપશે. ગૂગલનું કહેવું છે કે આ નવા અપડેટથી યુઝર્સને પહેલા કરતા વધુ સારું પાસવર્ડ પ્રોટેક્શન મળશે.
એક જ ટેપથી પાસવર્ડ મેળવો.
આ સંદર્ભમાં ક્રોમના પ્રોડક્ટ મેનેજર અલી સર્રાફે બ્લોગપોસ્ટમાં જણાવ્યું હતું કે, આ એડિશન સાથે અમે એક સરળ અને યુનિફાઇડ મેનેજમેન્ટ અનુભવ રજૂ કરી રહ્યા છીએ. જો તમારી પાસે એક જ સાઈટ અથવા એપ માટે એક કરતા વધુ પાસવર્ડ હશે, તો અમે તેમને આપોઆપ ગ્રુપ કરીશું અને તમારી સુવિધા માટે તમે તમારી એન્ડ્રોઈડ હોમ સ્ક્રીન પર એક જ ટેપથી તમારો પાસવર્ડ એક્સેસ કરી શકશો.
કંપનીએ કહ્યું કે, ગૂગલ પાસવર્ડ મેનેજર બધા પ્લેટફોર્મ પર યુનિક અને મજબૂત પાસવર્ડ બનાવી શકે છે. ઉપરાંત તે વેબ બ્રાઉઝ કરતી વખતે તેમના પાસવર્ડ સાથે ચેડા ન થાય તેની ખાતરી કરવામાં પણ મદદ કરે છે. સર્રાફે કહ્યું, અમે સતત આને વિસ્તારવા પર કામ કરી રહ્યા છીએ, તેથી જ જ્યારે તમે તમારા ‘ઑટોફિલ પ્રોવાઇડર્સ’ તરીકે ક્રોમને સેટ કરો છો ત્યારે અમે તમને તમારી iOS એપ્સ માટે પાસવર્ડ જનરેટ કરવાની સુવિધા આપી રહ્યા છીએ.
નબળા અને રિ-યુઝ પાસવર્ડ્સને માર્ક કરશે
યુઝર્સ હવે કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમ પર તેમના કમ્પ્યુટર અથવા મોબાઇલ સ્ટ્રોંગ પાસવર્ડ બનાવી શકે છે. જ્યારે તમે કોઈ સાઇટમાં તમારા પાસવર્ડ દાખલ કરો છો, ત્યારે Chrome આપમેળે તેમના પાસવર્ડ્સ તપાસશે. કંપનીએ કહ્યું કે, તે હવે માત્ર ચેડાં થયેલા ક્રેડેન્શિયલ જ નહીં, પરંતુ એન્ડ્રોઇડ પર નબળા અને રિ-યુઝ કરાયેલા પાસવર્ડને પણ ફ્લેગ કરશે.
યુઝર્સ પાસવર્ડ ફરી મેળવી શકશે
જો Google યુઝર્સના પાસવર્ડ્સ વિશે ચેતવણી આપે તો તેઓ હવે એન્ડ્રોઇડ પર કંપનીના ઓટોમેટિક પાસવર્ડ ચેન્જ ફીચરની મદદથી કોઈપણ મુશ્કેલી વિના તેને ઠીક કરી શકે છે. શક્ય તેટલા લોકોને સુરક્ષિત રાખવા માટે કંપની એન્ડ્રોઇડ, ક્રોમ ઓએસ, આઇઓએસ, વિન્ડોઝ, મેક ઓએસ અને લિનક્સ પરના તમામ ક્રોમ યુઝર્સ માટે તેની કોમ્ર્પોમાઈઝ પાસવર્ડ વોર્નિંગનો વિસ્તાર કરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર