મુંબઈ. Google Smartwatch: ગૂગલે પોતાની ઈન-હાઉસ સ્માર્ટવોચ (Google Smartwatch) પર કામ લગભગ પૂર્ણ કરી લીધું છે. આ સ્માર્ટવોચને 2022ના વર્ષમાં લૉંચ કરવામાં આવી શકે છે. મીડિયા તરફથી આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પિક્સલ વોચ કોડનેમ 'રોહન' પર હાલ કામ ચાલી રહ્યું છે. ગૂગલે પિક્સલ લાઇન પર વર્ષોથી પોતાની વોચ પર કામ કર્યું છે, કંપનીએ ક્યારેય પોતાની સ્માર્ટવોચ ડિઝાઈન નથી કરી. આ વોચનું કોડ નેમ Rohan છે, જેના પર Googleના પિક્સલ હાર્ડવેર ગ્રુપ દ્વારા ફીટબિટથી અલગ કામ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે Google તરફથી આ વર્ષની શરૂઆતમાં 2.1 બિલિયન ડોલરમાં ફિટબિટની ખરીદી કરવામાં આવી હતી.
ગૂગલ આ વોચને પિક્સલ વોચ કહેશે કે નહીં તે સ્પષ્ટ નહીં
ઇનસાઇડર રિપોર્ટ પ્રમાણે નવી આવી રહેલી ગૂગલ વોટ અંગે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ગૂગલ વાસ્તવમાં તેને 'પિક્સલ વોચ' કહેશે કે નહીં. એક સૂત્ર પ્રમાણે ડિવાઇસની કિંમત ફિટબિટથી વધારે હોવાની આશા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વોચ એપલની વોચને ટક્કર આપી શકે છે.
સંભવિત સ્પેશિફિકેશન
વોચમાં સ્ટેપ કાઉન્ટિંગ અને હાર્ટ રેટ મોનિટરિંગ સહિતના બેઝિક ફિટનેસ સુવિધા હશે. Google પણ કથિત રીતે નવી ઘડીયાળ સાથે વિયર ઓએસ (કોડનેમ 'નાઇટલાઇટ')માં ફિટબિટ ઇન્ટ્રીગ્રેશનને લોંચ કરવા પર કામ કરી રહ્યું છે. Google હાલ Wear OS 3 સાથે પોતાના સ્માર્ટવોચ પ્લેટફોર્મના લેટેસ્ટ પુર્ન:રોકાણની વચ્ચે છે. Wear OS (અથવા Android Wear)ના જૂના વર્ઝનથી વિપરીત, જેમાં Tizen પ્લેટફોર્મને Google સાથે ભેળવી દેવાયું છે.
ગૂગલ પહેલા આશા રાખી રહ્યું હતું કે પિક્સલ છ સાથે તે પોતાની પ્રથમ સ્માર્ટવોચને લોંચ કરશે. ઉલ્લેખનીય છે કે ગૂગલે કેમેરા એપ વર્ઝન 8.4 રોલ આઉટ કરી દીધું છે, જે જૂના ફોન માટે હશે. તમને જણાવી દઈએ કે તેમાં પિકસ્લ 6 અને પિક્સલ 6 પ્રો કેમેરા ફીચર પણ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે ગૂગલ પિક્સલ બ્રાન્ડ હેઠળ વર્ષોથી મોબાઇલ ફોનનું નિર્માણ કરે છે. જે બાદમાં કંપની તરફથી વાયરલેસ હેડફોન પણ લોંચ કરવામાં આવ્યા છે. જોકે, ગૂગલ તરફથી સ્માર્ટવોચ બનાવવામાં આવી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર