Home /News /tech /Google Maps દ્વારા સરળતાથી ચેક કરી શકો છો Trainનું Live સ્ટેટસ, જાણો કઈ રીતે?

Google Maps દ્વારા સરળતાથી ચેક કરી શકો છો Trainનું Live સ્ટેટસ, જાણો કઈ રીતે?

Google Maps દ્વારા ટ્રેનનું લાઈવ સ્ટેટસ ચેક કરો.

Google Maps Tips and Tricks: ગૂગલ મેપ્સ (Google Maps) પર Live Train Status અપડેટની સુવિધા લગભગ 3 વર્ષ પહેલા 2019માં એન્ડ્રોઇડ અને iOS વર્ઝન પર શરુ કરવામાં આવી હતી. જો તમે પણ આ ફીચરનો ઉપયોગ કરવા ઇચ્છો છો તો જાણી લો ટ્રેનના લાઈવ સ્ટેટસને ચેક કરવાની પૂરી પ્રોસેસ.

વધુ જુઓ ...
Google Maps Tips and Tricks: ભારતીય રેલવે (Indian Railway)ની ટ્રેનથી દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે, અને કોઈને કોઈ કારણોસર કોઈને કોઈ ટ્રેન લેટ થવાના સમાચાર મળે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં ધુમ્મસને લીધે ટ્રેન લેટ ચાલે છે. એવામાં એ જાણવું બહુ જરૂરી છે કે ટ્રેન ક્યાં સુધી પહોંચી છે, કે પછી કેટલી મોડી છે. લાઇવ રનિંગ સ્ટેટસને ટ્રેક કરવું ખૂબ જરૂરી છે. ટ્રેનનું લાઇવ સ્ટેટસ (Train Live Status) ચેક કરવા માટે યાત્રી વિવિધ એપનો ઉપયોગ કરે છે, જેમાં ટ્રેનના આવવાનો સમય મળી જાય છે. એ પણ જાણકારી મળી જાય છે કે ટ્રેન અત્યારે કઈ જગ્યાએ છે.

આ વચ્ચે તમારા માટે એક ગુડ ન્યુઝ છે કે ગૂગલ મેપ્સે (Google Maps) તાજેતરમાં જ ઘણાં નવા ફીચર્સ જોડ્યા છે, જેમાં ટોલ ટેક્સની કિંમત જણાવવી પણ સામેલ છે. ટ્રેનના યાત્રીઓની જર્ની સરળ કરવા માટે પણ ગૂગલે ફીચર જોડ્યું છે. આ ફીચર લાઇવ ટ્રેન સ્ટેટસનું છે. આ ફીચરના માધ્યમથી તમે ટ્રેનના આવવાનો સમય, શેડ્યુલ, વિલંબનું સ્ટેટસ અને આ જ પ્રકારની અન્ય જાણકારી એપ પર મેળવી શકો છો.

આ પણ વાંચો: મોંઘવારીનો માર! કેરળના આ માણસે 4 લાખ રૂપિયામાં તૈયાર કરી નાખી હોમ મેડ ઇલેક્ટ્રિક કાર

ગૂગલ મેપ્સ (Google Maps) પર Live Train Status અપડેટની સુવિધા લગભગ 3 વર્ષ પહેલા 2019માં એન્ડ્રોઇડ અને iOS વર્ઝન પર શરુ કરવામાં આવી હતી. જો તમે પણ આ ફીચરનો ઉપયોગ કરવા ઇચ્છો છો તો જાણી લો ટ્રેનના લાઈવ સ્ટેટસને ચેક કરવાની પૂરી પ્રોસેસ.

પ્રોસેસ શરુ કરતા પહેલા તમારું ગૂગલમાં એક્ટિવ અકાઉન્ટ હોવું જરૂરી છે. જણાવી દઈએ કે આ ફીચર માટે ગૂગલે Where is My Train એપ સાથે પાર્ટનરશિપ કરી છે. અહીં અમે તમને ગૂગલ મેપ્સ દ્વારા ટ્રેનનું લાઈવ સ્ટેટસ ચેક કરવાની રીત જણાવી રહ્યા છીએ.

આ પણ વાંચો: મહિલાઓ માટે WhatsAppનું ખાસ ચેટબોટ, મેસેજ પર મળશે સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી

કઈ રીતે ચેક કરવું ટ્રેનનું લાઈવ રનિંગ સ્ટેટસ...

1. સૌથી પહેલા તમારે સ્માર્ટફોનમાં ગૂગલ મેપ્સ ઓપન કરવું પડશે.

2. ત્યારબાદ સર્ચ બોક્સમાં ડેસ્ટીનેશન સ્ટેશન એન્ટર કરો.

3. હવે ડેસ્ટીનેશન ડાયલોગ બોક્સ નીચે ‘ટુ-વ્હીલર’ અને ‘વોક’ આઇકન વચ્ચે હાજર ‘ટ્રેન’ આઇકન પર ટેપ કરો.

4. તેમાં ટ્રેન આઇકનવાળા રુટ ઓપ્શન પર ટેપ કરો.

5. પછી લાઈવ ટ્રેનનું સ્ટેટસ ચેક કરવા માટે ટ્રેનના નામ પર ટેપ કરો.

6. ત્યારબાદ તમને તમારી ટ્રેનનું લાઈવ સ્ટેટસ મળી જશે.
First published:

Tags: Google maps, Gujarati tech news, Mobile and Technology, Tech tips and Tricks, Trains