Home /News /tech /મોબાઇલ અને વેબમાં Google Maps એપ થઇ હતી ઠપ, પેજ થઇ ગયુ હતું બ્લેંક
મોબાઇલ અને વેબમાં Google Maps એપ થઇ હતી ઠપ, પેજ થઇ ગયુ હતું બ્લેંક
ગુગલ મેપની સેવાઓ થઇ હતી ઠપ
Google Map Down: શુક્રવારે વિશ્વભરના લાખો લોકો માટે મોબાઇલ અને વેબ પર ગૂગલ મેપ્સ કામ કરવાનું બંધ થઇ ગયું હતું. જેને કારણે કરોડો લોકોને ડ્રાઇવિંગ સમયે તકલીફ પડી હતી. તેઓને કંઇપણ જગ્યાએ જવું હોય તો રસ્તો શોધવા માટે સાઇન બોર્ડનો અને જૂની પદ્ધતિ અન્ય લોકોને પુછી પુછીને જવું પડ્યું હતું.
મોબાઇલ એન્ડ ટેક્નોલોજી ડેસ્ક: ગૂગલ મેપ્સ શુક્રવારે એક કલાકથી વધુ સમય માટે કામ કરવાનું બંધ થઇ ગયુ હતું. જેના કારણે સમગ્ર વિશ્વમાં લાખો લોકો દિશાવિહીન થઈ ગયા હતા. Google Maps એ મોબાઇલ અને વેબ પર કામ કરવાનું બંધ કરી દીધું, જેમાં મોબાઇલમાં કોઇ ડિરેક્શન સર્ચ કરવામાં આવે તો, નકશો અને સ્થાનને બદલે, તમે નીચેની જેમ ખાલી પેજ જોઈ શકતા હતાં.
Google Maps down
હવે જ્યારે Google મેપની સેવા ફરીથી શરૂ થઇ ગઇ છે. અમે આશા રાખીએ છીએ કે Google મેપ ડાઉન થવા પાછળનું કારણ શું હતું તેની તે યુઝર્સને જાણકારી આપશે.
Google દ્વારા યુક્રેનમાં Google Maps લાઇવ ટ્રાફિક ડેટાને અસ્થાયી રૂપે બંધ થઇ ગયો છે
Downdetector વેબસાઈટ મુજબ, Google Maps સમગ્ર ભારતમાં અનુપલબ્ધ હતું, જેનો અર્થ એ થયો કે લોકોને ફરવું મુશ્કેલ થઈ રહ્યું હતું, ખાસ કરીને જ્યારે તેઓ અજાણ્યાં રસ્તા પર વાહન ચલાવતા હતા
આ પરિસ્થિતિમાં સોશિયલ મીડિયા પર ટ્વિટ્સની ભરમાર થઇ ગઇ હતી. જે કદાચ ઘણા વર્ષોમાં પ્રથમ વખત થઈ રહ્યું છે. Google Maps ડાઉન થઈ રહ્યું છે, કેટલાક લોકો ટ્વિટ્સ કરી રહ્યાં હતાં કે, અરે આ તો, Apple Maps પાસે લાઈમલાઈટ મેળવવાની તક છે.
Google Maps is down and now we have to read road signs like some kind of caveman pic.twitter.com/eWEaRjILxF
ગુગલ મેપની સેવા ખોરવાતા સ્વિગી, ઝોમેટો જેવી ડિલિવરી સેવાઓને પણ મુશ્કેલી થઇ ગઇ હતી. આ કરણકે આ સેવાઓ સમગ્ર શહેરોમાં નેવિગેશન માટે ગુગલ મેપ પર આધાર રાખે છે.
Google મેપનો વ્યાપકપણે ઉપયોગ થાય છે, મોટાભાગના લોકો માટે, iPhones યુઝર્સ હોય તો પણ તેઓ મેપ નેવિગેશન માટે ગૂગલ મેપ્સ પર જ આધાર રાખતા હોય છે. ગૂગલ મેપ્સ ખરેખર એક મોટું સેલિંગ પોઇન્ટ છે. જેને કારણે એન્ડ્રોઇડ ફોન ઝડપથી વેચાઇ જાય છે, અને ભારતમાં તો એન્ડ્રોઇડ ફોનનું મોટું બજાર છે. અહીં આઇફોન કરતાં એન્ડ્રોઇડનાં યુઝર્સ વધુ છે. અહીં કંપની તેમનાં નવાં ફિચર કે સુવિધાને વિશ્વનાં અન્ય બજારમાં ઉતારતાં પહેલાં ભારતીય યુઝર્સ પર સહેલાઇથી ટેસ્ટ પણ કરી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર