Home /News /tech /હવે Google Maps, Search અને Assistant દ્વારા પણ corona vaccine અંગેની જાણકારી મળી શકશે

હવે Google Maps, Search અને Assistant દ્વારા પણ corona vaccine અંગેની જાણકારી મળી શકશે

ગૂગલ સર્ચની ફાઈલ તસવીર

Google maps, Assistant, search for corona vaccine: વૈશ્વિક ટેક જાયન્ટ ગૂગલ (Google) પણ મદદ માટે આગળ આવ્યું છે. ગૂગલના યુઝર્સ (Google user) હવે ગૂગલ સર્ચ, મેપ્સ અને આસિસ્ટન્ટ (Assistant) થકી દેશમાં 13,000થી વધુ સ્થળોમાં કોરોના રસી (corona vaccine) અને સ્લોટની ઉપલબ્ધતા વિશે વધુ માહિતી મેળવી શકશે.

વધુ જુઓ ...
corona vaccine: દેશમાં કોરોના (coronavirus) સામે લડાઈ ચાલી રહી છે. જેમાં સ્થાનિક અને વિદેશી કંપનીઓ પોતાનો ફાળો આપી રહી છે. ત્યારે વૈશ્વિક ટેક જાયન્ટ ગૂગલ (Google) પણ મદદ માટે આગળ આવ્યું છે. ગૂગલના યુઝર્સ હવે ગૂગલ સર્ચ, મેપ્સ અને આસિસ્ટન્ટ (Assistant) થકી દેશમાં 13,000થી વધુ સ્થળોમાં કોરોના રસી (corona vaccine) અને સ્લોટની ઉપલબ્ધતા વિશે વધુ માહિતી મેળવી શકશે. આ માહિતી CoWIN એપ્લિકેશનના રીઅલ-ટાઇમ ડેટા દ્વારા સંચાલિત થશે. તેમાં દરેક કેન્દ્રમાં એપોઇન્ટમેન્ટ સ્લોટની ઉપલબ્ધતા, રસીઓ, ડોઝ, કિંમત અને વેબસાઈટની લિંક સહિતની જાણકારી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રસી માટે એપોઇન્ટમેન્ટ બુક કરવા યૂઝર્સે હજુ પણ CoWIN વેબ પોર્ટલ પર જવું પડશે. જો કે, Google મેપ્સ અને અન્ય સેવાઓ પર ઝડપી લિંક આપશે. જે વપરાશકર્તાઓને ઝડપથી પોર્ટલ પર પહોંચવા મદદ કરશે.

8 ભાષામાં કરી શકાશે સર્ચ
ગૂગલે નિવેદનમાં કહ્યું છે કે, યુઝર્સ તેમની નજીકના રસી કેન્દ્રો અથવા ગૂગલ સર્ચ, મેપ્સ અને ગૂગલ આસિસ્ટન્ટમાં ચોક્કસ વિસ્તારમાં સર્ચ કરશે ત્યારે આ માહિતી આપમેળે દેખાશે. યુઝર્સ અંગ્રેજી ઉપરાંત હિન્દી, બંગાળી, તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ, ગુજરાતી અને મરાઠી સહિત આઠ ભારતીય ભાષાઓમાં સર્ચ કરી શકે છે.

ગૂગલે વધુમાં કહ્યું છે કે, તે ભારતમાં તમામ રસીકરણ કેન્દ્રોની માહિતી આપવા માટે CoWIN ટીમ સાથે કામ કરવાનું ચાલુ રાખશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે ભાગીદારીમાં ગૂગલે આ વર્ષે માર્ચમાં COVID-19 રસીકરણ કેન્દ્રોની માહિતી દર્શાવવાનું શરૂ કર્યું હતું.

ગૂગલ સર્ચ ડિરેક્ટર હેમા બુદારાજુએ કહ્યું હતું કે, લોકો તેમના જીવ બચાવવા માટે મહામારી સંબંધિત માહિતી મેળવી રહ્યા છે. જેથી અમે અમારા પ્લેટફોર્મ પર સત્તાવાર અને સમયસર માહિતી શેર કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મંગળવારે દેશમાં એક જ દિવસમાં સૌથી વધુ 1.33 કરોડ એન્ટિ-કોવિડ -19 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. આ સાથે દેશમાં રસીકરણનો આંકડો 65.41 કરોડને વટાવી ગયો છે.

આ પણ વાંચોઃ-હવે Google Maps, Search અને Assistant દ્વારા પણ corona vaccine અંગેની જાણકારી મળી શકશે

ઉલ્લેખનીય છે કે દેશમાં એક દિવસના રાહત બાદ ફરી સંક્રમણના કેસમાં (India Coronavirus Cases) 11 હજારનો ઉછાળો જોવા મળ્યો છે. 24 કલાકમાં 41 હજારથી વધુ કેસ નોંધાયા છે, જે પૈકી 30 હજાર કેસ માત્ર કેરળમાં (Kerala Pandemic Updates) નોંધાયા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં (Maharashtra Corona Cases) 4 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે.

આ પણ વાંચોઃ-Space news: પૃથ્વીની બહાર જલદી જ મળી શકે છે જીવનના સંકેત, નવા પ્રકારના ગ્રહોથી આશાનું કિરણ

બજારોમાં જે રીતે ભીડ જોવા મળી રહી છે, તેને ધ્યાને લઈ વિશેષજ્ઞોએ ત્રીજી લહેરની ચેતવણી (Covid Third Wave Alert) આપી છે. બીજી તરફ, કોવિડ વેક્સીનેશન અભિયાન (Covid Vaccination Campaign) વેગવંતુ બન્યું છે. છેલ્લા 24 કલાકમાં 1 કરોડ 33 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ 8 લાખથી વધુ લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો હતો. રાજ્યમાં કોરોનાની સ્થિતિ (Gujarat Covid-19 Cases) ઘણે અંશે કાબૂમાં છે.
First published:

Tags: Ccoronavirus, Corona vaccine, Google map, Google search

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો