Home /News /tech /Google Maps: હવે ગૂગલ મેપ પર સરનામું શોધવું થયું વધુ આસાન, ‘Plus Codes’થી સર્ચ કરો એડ્રેસ

Google Maps: હવે ગૂગલ મેપ પર સરનામું શોધવું થયું વધુ આસાન, ‘Plus Codes’થી સર્ચ કરો એડ્રેસ

ગૂગલ મેપ

Google Maps Plus Codes: એક નિવેદન અનુસાર, ગૂગલ મેપ્સ (Google Map) પર 'હોમ' લોકેશન સેવ કરવાથી ભારતીય યૂઝર્સ 'યૂઝ યોર કરંટ લોકેશન' (Use your current location) ફીચર જોઈ શકશે. જેમાં ફોનના લોકેશનનો ઉપયોગ પ્લસ કોડ જનરેટ કરવા માટે થશે.

નવી દિલ્હી: અમેરિકન ટેક કંપની ગૂગલે (Google) ભારત માટે ગૂગલ મેપ્સ પર તેની નવી સુવિધા શરૂ કરી છે. આ સુવિધામાં યૂઝર્સ તેમના ઘરનું 'પ્લસ કોડ' (Plus Code) સરનામું શોધવા માટે તેમના વર્તમાન સ્થાનનો ઉપયોગ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ સુવિધા ગુરુવારે એટલે કે 27 જાન્યુઆરી, 2022ના રોજ શરૂ કરાઈ હતી. આ અંગે ગૂગલ મેપ્સની પ્રોડક્ટ મેનેજર અમાન્ડા બિશપે જણાવ્યું હતું કે, “અમે યૂઝર્સને સશક્ત બનાવવા માંગીએ છીએ. તેઓ તેમની રોજિંદી જરૂરિયાતો માટે 'પ્લસ કોડ' એડ્રેસનો ઉપયોગ કરી શકશે. અમને આનંદ છે કે ભારતમાં 3 લાખથી વધુ યૂઝર્સે પ્લસ કોડ દ્વારા તેમના ઘરનું સરનામું શોધી કાઢ્યું છે.

એક નિવેદન અનુસાર, ગૂગલ મેપ્સ પર 'હોમ' લોકેશન સેવ કરવાથી ભારતીય યૂઝર્સ 'યૂઝ યોર કરંટ લોકેશન' ફીચર જોઈ શકશે. જેમાં ફોનના લોકેશનનો ઉપયોગ પ્લસ કોડ જનરેટ કરવા માટે થશે. પછીથી યૂઝર્સ તેનો ઉપયોગ તેમના ઘરના સરનામા તરીકે કરી શકશે. આ એડ્રેસ પણ શેર કરી શકાશે.

જોકે, કંપનીએ જણાવ્યા અનુસાર, હાલ આ ફીચર માત્ર એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર જ ઉપલબ્ધ છે, જ્યારે થોડા સમય પછી તેને iOS પ્લેટફોર્મ પર લાવવામાં આવશે.

શું છે પ્લસ કોડ્સ?

'પ્લસ કોડ્સ' ફ્રી, ઓપન સોર્સ ડિજિટલ એડ્રેસ છે, જે યોગ્ય ઔપચારિક સરનામું ન હોય તેવા સ્થળોએ પણ સચોટ માહિતી આપી શકે છે. તમને જણાવી દઈએ કે, પ્લસ કોડ શેરી અને વિસ્તારના નામોને બદલે અક્ષાંશ અને રેખાંશ પર આધારિત છે. ઉપરાંત, તેઓ અક્ષરો અને સંખ્યાઓની ટૂંકી શ્રેણી તરીકે રજૂ થાય છે.

આ પણ વાંચો: Google Chromeનું નવું ફીચર જોયું કે નહીં? તમારા અનેક કામ બનશે સરળ

પ્લસ કોડમાં 6 કે 7 અક્ષરોના સમૂહનો સમાવેશ થાય છે, જે સરનામા માટે શહેરનું નામ હોય છે. જેનાથી યોગ્ય સ્થાને પહોંચી શકાય છે અને તેના દ્વારા દુકાનો સુધી પહોંચવાનું સરળ બને છે. પ્લસ કોડની શરૂઆત વર્ષ 2018માં કરવામાં આવી હતી અને ત્યારથી તે દેશમાં બિન સરકારી સંસ્થાઓ (NGO) અને સરકારો દ્વારા વ્યાપકપણે અપનાવવામાં આવી છે.

કેવી રીતે થશે પ્લસ કોડની ઓળખ?

ગૂગલની વેબસાઇટ અનુસાર, "પ્લસ કોડ દ્વારા લોકો ડિલિવરી મેળવી શકે છે. તેમજ ઇમર્જન્સી અને સામાજિક સેવાઓ મેળવી શકાય છે."

આ પણ વાંચો: Mobile OS: ખતમ થશે Google અને Apple કંપનીનું વર્ચસ્વ, સ્માર્ટફોન માટે ભારત પોતાની ઓપરેટિંગ સિસ્ટમ બનાવશે

પ્લસ કોડના ફાયદા

ગૂગલ અનુસાર, આ કોડ્સ ઓપન સોર્સ છે અને તેને ઉપયોગમાં લેવા ખૂબ સરળ છે. જે વિદેશમાં ચાલતા પરંપરાગત કોડની સરખામણીમાં નાના છે. જેથી તેને શેર કરવું પણ સરળ છે. રસપ્રદ વાત એ છે કે, કોઈ ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય, પ્લસ કોડ કામ કરે છે. આ માટે દરેક સમયે નેટ કનેક્શનની જરૂર નથી. ખાસ કરીને ભારત માટે આ વાત ખૂબ મોટી છે, કારણ કે અહીં અમુક સમયે મોબાઈલ કનેક્ટિવિટી પ્રભાવિત થવાની સંભાવના છે.
First published:

Tags: Android, Gadget, ગૂગલ, ટેકનોલોજી