આ ગામ માટે Google Map બન્યો ખતરો, પોલીસે આપી આવી સલાહ

News18 Gujarati
Updated: October 16, 2019, 3:37 PM IST
આ ગામ માટે Google Map બન્યો ખતરો, પોલીસે આપી આવી સલાહ
પ્રતિકાત્મક તસવીર

ઇટલીના એક વિસ્તારમાં ગૂગલ મેપ પર્યટકોને યોગ્ય રસ્તાએ મોકલવાના બદલે ખોટા રસ્તે લઇ જાય છે. જેનાથી પર્યટકો જંગલોમાં ખતરનાક જગ્યાએ પહોંચી જાય છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ઇટલીના (Italy) સાર્ડિનિયા ગામમાં ગૂગલ મેપ (Google Map)લોકો માટે માથાનો દુઃખાવા સમાન બની ગયું છે. અહીંની પોલીસ (police) અને પ્રશાસન પર્યટકોને (Tourist) ગૂગલ મેપનો ઉપયોગ ન કરવા માટે અલહા આપી છે. ઑગ્લિસ્ટ્રા પ્રાંતના એક પર્વતીય ગામ બૌનેઇના મેયર સલ્વાટોર કોરિસે લોકોને કહ્યું તેઓ પારંપરિક કાગળના નકશાઓનો ઉપયોગ કરે, કારણ કે ગૂગલ માનચિત્રથી ઘણાબધા પર્યટકો રસ્તો ભટકીને ખતરનાક જગ્યાએ પહોંચી રહ્યા છે. જેના કારણે ફાયર સર્વિસ (fire service)અને માઉન્ટેન રેસ્ક્યૂ ટીમને વારંવાર શોધવા આવવું પડે છે. રેસ્ક્યૂ ટીમને (rescue team) પર્યટકોને શોધવા માટે પરેશાનીનો સમાનો કરવો પડે છે.

સ્થાનિક પોલીસે લોકો માટે સંદેશો રજૂ કરતા કહ્યું છે કે, ગૂગલ મેપ દ્વારા બતાવવામાં આવેલા રસ્તાઓનું પાલન ન કરો. રસ્તાઓ માટે સ્થાનિક પરંપરાગત કાગળના નકશા ઉપલબ્ધ કરાવવામાં આવશે. અને યોગ્ય માનચિત્રને સોશિયલ મીડિયા ઉપર પણ શૅર કરશે. જેનાી લોકોને યોગ્ય રસ્તાનું માર્ગદર્શન મળશે અને મુશ્કેલીઓથી દૂર રહી શકે.

આ પણ વાંચોઃ-આ યુવતી સ્માર્ટફોન વગર 10 મહિના રહી, હવે જીતી શકે છે રૂ. 71 લાખનું ઇનામ

ખોટી જગ્યાએ પહોંચાડે છે ગૂગલ મેપ

ઉલ્લેખનીય છે કે, ઇટલીના એક વિસ્તારમાં ગૂગલ મેપ પર્યટકોને યોગ્ય રસ્તાએ મોકલવાના બદલે ખોટા રસ્તે લઇ જાય છે. જેનાથી પર્યટકો જંગલોમાં ખતરનાક જગ્યાએ પહોંચી જાય છે. જેનાથી લોકો માટે જીવનું જોખમ બની રહે છે.

આ પણ વાંચોઃ-Googleએ પકડી ખતરનાક Apps, તમે અત્યારે જ કરો ફોનમાંથી Deleteઆ પણ વાંચોઃ-ATM ન તોડી શક્યા તો ચોરીના JCBથી ઉખાડીને લઇ ગયા ચોર, Viral Video

ગૂગલ ટૂંક સમયમાં સમાધાન શોધશે
મેયર સલ્વાટોરે કહ્યું કે અમારા માટે ગૂગલ મેપનો ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવવો સંભવ નથી. એટલા માટે અમે ચેતવણીના રૂપે પર્યટકોને ગૂગલ મેપનો ઉપોયગ ન કરવા માટે સલાહ આપી રહ્યા છીએ. સ્થાનિક ઑથોરિટીના (Local authority) કહેવા પ્રમાણે ગૂગલને આ અંગે જાણ કરવામાં આવી છેજેનું ટૂંક સમયમાં સમાધાન કરવામાં આવશે. ગૂગલના પ્રવક્તાએ કહ્યું હતું કે, અમને જે જાણકારી મળી છે તેના આધારે તપાસ કરી રહ્યા છીએ.
First published: October 16, 2019, 3:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading