Home /News /tech /Googleનો સૌથી વ્યાજબી ભાવનો ફોન Pixel 5a લોન્ચ, HD+ OLED ડિસ્પ્લે સહિતના છે ફીચર

Googleનો સૌથી વ્યાજબી ભાવનો ફોન Pixel 5a લોન્ચ, HD+ OLED ડિસ્પ્લે સહિતના છે ફીચર

ટેક્સ બાદ ભારતમાં આ ફોનની કિંમત રૂ.40,000 થઈ શકે છે.

Tech News: ગૂગલે તેના Google Pixel 5a ફોનને ‘વ્યાજબી ભાવે પ્રીમિયમ ફોન’ કહ્યો છે, જાણો ભારતમાં શું હશે કિંમત

Tech News: ગૂગલે (Google)એ તેનો નવો સ્માર્ટફોન ગૂગલ પિક્સલ 5a 5G (Google Pixel 5a 5G) લોન્ચ કર્યો છે. આ ફોન યૂનાઈટેડ સ્ટેટ્સ અને જાપાનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતમાં આ ફોન ક્યારે લોન્ચ કરવામાં આવશે, તેની કોઈ જાણકારી આપવામાં આવી નથી. ગૂગલે તેના આ ફોનને ‘વ્યાજબી ભાવે પ્રીમિયમ ફોન’ કહ્યો છે. USમાં આ ફોનની કિંમત 449 ડોલર (રૂ.33,365) રાખવામાં આવી છે. કહેવામાં આવે છે, કે ટેક્સ બાદ ભારતમાં આ ફોનની કિંમત રૂ.40,000 થઈ શકે છે.

Google Pixel 5a 5Gમાં 6.34 ઈંચની ફુલ HD ડિસ્પ્લે આપવામાં આવી છે, આ ફોનનું રિઝોલ્યુશન 1,080×2,400 પિક્સલ છે. તેનો રિફ્રેશ રેટ 60hz છે. તેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે. આ ફોન એન્ડ્રોઈડ 11 પર કામ કરે છે અને તેમાં કાલકૉમ સ્નેપડ્રેગન 765 જી પ્રોસેસર શામેલ છે. જેની સાથે Adreno 620 જીપીયૂ આપવામાં આવ્યું છે.

Google Pixel 5a 5G ફોનમાં 6GB LPDDR4x RAM અને 128 GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે. કેમેરા તરીકે Google Pixel 5a 5Gમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં F/1.7 લેન્સવાળું 12.2 મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર, F/2.2 અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ સાથે 16 મેગાપિક્સલનું સેકન્ડરી સેન્સર ઉપલબ્ધ છે. Pixel 5Aનો કેમેરો અલ્ટ્રા વાઈડ શૂટ કરી શકે છે.

આ પણ વાંચો, Amazon Mobile Saving Days: સ્માર્ટફોન ખરીદવાની મોસમ ખીલી, આવી રીતે મેળવો દમદાર ડિસ્કાઉન્ટ

ફોનના ફ્રન્ટમાં મળશે 8 મેગાપિક્સલ કેમેરો

સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે ગૂગલ પિક્સલ 5a 5G ફોનમાં F/2.0 લેન્સ સાથે ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનું સેન્સર આપવામાં આવ્યું છે. જ્યારે પાવર માટે તે Google Pixel 5a 5G ફોનમાં 4,680mAhની બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોન IP67 વોટર એન્ડ રેસિસ્ટેન્ટ છે. કનેક્ટિવિટી માટે આ ફોનમાં 5G, ડ્યુઅલ બેન્ડ વાઈ ફાઈ, બ્લુટૂથ વી 5.0, NFC, GPS, USB ટાઈપ સી પોર્ટ અને 3.5mm ઓડિયો પોર્ટ શામેલ છે.

આ પણ વાંચો, Yamaha Motors પોતાના સ્કૂટરો પર આપી રહી છે ખાસ ઓફર્સ, 999ના ડાઉન પેમેન્ટ પર લઈ જાઓ ઘરે

Motorolaએ 108MP કેમેરાવાળા બે સ્માર્ટફોન કર્યા લોન્ચ

મોટોરોલા (Motorola) દ્વારા મિડ બજેટ સ્માર્ટફોન શ્રેણીમાં વધુ બે મોડેલ ઉમેરવામાં આવ્યા છે. મોટોરોલા એજ 20 (Motorola Edge 20 launched) અને મોટોરોલા એજ 20 ફ્યુઝન (Motorola Edge 20 Fusion Launched) નામના આ સ્માર્ટફોન રેડમી 10 પ્રો મેક્સ, વનપ્લસ નોર્ડ CE 5G અને વનપ્લસ નોર્ડ 2 5G સહિતના સ્માર્ટફોનને ટક્કર આપશે. મોટોરોલાના બંને મોડેલ એક સરખા છે. માત્ર નજીવા તફાવત જોવા મળે છે. મોટોરોલા એજ 20માં ક્વોલકોમ ચીપસેટ, જ્યારે એજ ફ્યુઝનમાં મીડિયાટ્રેક SoC મળશે. આ બંને ફોનમાં 108 મેગાપિક્સેલનો પ્રાઇમરી કેમેરા, 6.7 ઇંચની ડિસ્પ્લે અને 32 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
First published:

Tags: Gadgets, ગૂગલ, ટેક ન્યૂઝ, સ્માર્ટફોન