Home /News /tech /કલાઈમેટ ચેન્જ રોકવા Googleનો પ્રયાસ, ક્યાં-કોણ વધુ પ્રદુષણ ફેલાવે છે? ગૂગલ ગુરુ આપશે માહિતી

કલાઈમેટ ચેન્જ રોકવા Googleનો પ્રયાસ, ક્યાં-કોણ વધુ પ્રદુષણ ફેલાવે છે? ગૂગલ ગુરુ આપશે માહિતી

કલાઈમેટ કટોકટીને ધ્યાનમાં રાખીને ગૂગલે તેના પ્લેટફોર્મમાં વિશેષ સુવિધા ઉમેરી છે. (પ્રતીકાત્મક તસવીર)

Googleનું કમાલ ફીચર! તમે કેટલું પ્રદૂષણ ફેલાવી રહ્યા છો? આવી રીતે મેળવી શકાશે માહિતી

ગૂગલ સર્ચમાં (Google Search) અસંખ્ય નવી સુવિધાઓના પ્રારંભ સાથે ક્લાઈમેટ ચેન્જનો (Climate Change) સામનો કરવા ગૂગલ LLC પ્રયાસો કરી રહ્યું છે. ગૂગલ કાર્બન ફૂટપ્રિન્ટને (Carbone Footprint) ઘટાડવા, સ્વચ્છ ઊર્જાને ટેકો આપવા અથવા ઇકો-ફ્રેન્ડલી (Eco-Friendly) ગતિવિધિઓ માટે લોકોને જાગૃત કરવાના પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરમાં બ્લોગ પોસ્ટમાં ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ સુંદર પિચાઈએ (Sundar Pichai) ક્લાઈમેટ ચેન્જને પહોંચી વળવા તાત્કાલિક અને ઉકેલોની જરૂરિયાત વિશે વાત કરી હતી. જેના અનુસંધાને ગૂગલ દ્વારા નવું ફીચર (Google New Feature) વિકસાવવામાં આવ્યું છે. જેમાં ઓછું પ્રદુષણ ફેલાવતી ફલાઇટ અંગે જાણકારી આપવામાં આવશે. આવી ફ્લાઈટનો ઉપયોગ કરીને યૂઝર પ્રદુષણ ઓછું ફેલાવવામાં મદદ કરશે.

ટ્રાફિક લાઈટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ

ગૂગલ ટ્રાફિક લાઈટમાં (Traffic Light) આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના (Artificial Intelligence) ઉપયોગ બાબતે પણ પ્રયોગો કરી રહ્યું છે. સામાન્ય રીતે ટ્રાફિક લાઈટનું ટાઈમિંગ યોગ્ય ન હોવાના કારણે કરોડો વાહનોમાંથી વધુ પ્રદૂષણ ઉત્પન્ન થાય છે અને ઘોંઘાટ પણ વધે છે. જેથી લોકો પર્યાવરણને અનુકૂળ નિર્ણયો લે તે માટેની ટેકનોલોજી પર ગૂગલ કામ કરે છે. ગૂગલ દ્વારા ટ્રાફિક લાઈટમાં AIનો ઉપયોગ કરી તેને વધુ વ્યવહારૂ બનાવવામાં આવશે. ગૂગલનો નવો પ્રોજેક્ટ શહેરના ચાર રસ્તાઓ પર ટ્રાફિકની સ્થિતિ અને સમયનો તાલમેલ બેસાડવા માટે AIનો ઉપયોગ કરશે. હાલ આવો પ્રયોગ ઇઝરાયેલના (Israel) 4 શહેરોમાં કરવામાં આવ્યો છે. જ્યાં ઇંધણનો વેડફાટ 10 ટકા સુધી ઘટી ગયો છે.

યુઝર્સ ઓછા કાર્બનનું ઉત્સર્જન કરતી હોટેલ વિકલ્પ પસંદ કરી શકશે

આ ઉપરાંત કલાઈમેટ કટોકટીને ધ્યાનમાં રાખીને ગૂગલે તેના પ્લેટફોર્મમાં વિશેષ સુવિધા ઉમેરી છે. જેમાં યુઝર્સ ઓછા કાર્બનનું ઉત્સર્જન કરતી હોટેલ વિકલ્પ પસંદ કરી શકશે. એકંદરે યુઝરને ખબર પડશે કે કઈ હોટેલ વધુ પ્રદુષણ ફેલાવે છે. આ માટે હોટેલે કલાઈમેટ સર્ટિફિકેટ બતાવવું પડશે. ઘણી હોટલોએ આ માહિતી ઉમેરવાનું શરૂ કર્યું છે. જેથી અન્ય હોટલ્સ પર પણ આવું કરવા દબાણ ઉભું થયું છે. આ ઉપરાંત યુઝર્સ ફ્લાઇટ સર્ચના રિઝલ્ટ સમયે પણ ઓછા કાર્બનના વિકલ્પ આપશે.

આ પણ વાંચો, Facebook Marketplace શું છે અને કઈ રીતે કામ કરે છે? આ રીતે તમારા પ્રોડક્ટને કરાવી શકો છો લિસ્ટ

ગૂગલ ગ્રાહકોને ગૂગલ પર શોપિંગ કરતી વખતે વધુ ઇકો-ફ્રેન્ડલી વિકલ્પો બતાવશે. આવતા વર્ષની શરૂઆતમાં યુઝર્સ કાર મોડેલો અને કંપનીઓને સર્ચ કરશે ત્યારે ગૂગલ હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોના રિઝલ્ટ પણ બતાવશે. કોઈ ચોક્કસ ઇલેક્ટ્રિક વાહનને સર્ચ કરતી વખતે યુઝર્સને નજીકના ચાર્જિંગ સ્ટેશનો પણ મળશે.

ગૂગલ મેપમાં નવી સુવિધા મળશે

કારમાંથી કાર્બનનું મોટા પ્રમાણમાં ઉત્સર્જન થાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવતા વર્ષે ગૂગલ મેપ્સમાં (Google Maps) એક ફીચર ઉમેરવામાં આવશે. જે યુઝર્સને ઇંધણ બચાવતા રૂટની માહિતી આપશે. આનાથી બળતણની બચત થશે અને પર્યાવરણને ઓછું નુકસાન થશે.

આ પણ વાંચો, હેનલે પાસપોર્ટ ઈન્ડેક્ષમાં ભારત 90મા સ્થાને, ભારતીયો 58 દેશોમાં વિઝા વગર યાત્રા કરી શકશે

મીડિયા અહેવાલ મુજબ ગૂગલ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કેલિફોર્નિયામાં કંપનીના કેમ્પસમાં આવેલી ઇમારતની છત પર 50,000 સોલાર પેનલ છે. જે 90 ટકા કાર્બન મુક્ત ઊર્જા ઉત્પન્ન કરે છે. સુંદર પિચાઈ કહે છે કે, અમારું લક્ષ્ય 2030 સુધીમાં ગૂગલને કાર્બન મુક્ત ઊર્જા પર ચલાવવાનું છે.
First published:

Tags: Climate change, Google maps, Google search, ગૂગલ, ટેક ન્યૂઝ, પ્રદુષણ