Google એંડ્રોઈડમાં લાવી રહ્યું છે અપડેટ, નવી પોલિસી 5 મેથી થશે લાગુ

Google એંડ્રોઈડમાં લાવી રહ્યું છે અપડેટ, નવી પોલિસી 5 મેથી થશે લાગુ
પ્રતિકાત્મક તસવીર

આ પોલિસીની મદદથી યૂઝરના ડેટા લિક થવાથી રોકી શકાશે. તેમજ એ દરેક એપ્લિકેશન પર ધ્યાન રાખવામાં આવશે, જે યૂઝરના પર્સનલ ડેટાના રૂપે ઇન્સ્ટોલ કરવામાં આવે છે.

  • Share this:
ગુગલ એક નવી પોલિસી લઈને આવી રહ્યું છે. આ નવી પોલિસી 5 મેથી લાગુ થશે. જે એંડ્રોઈડ વર્ઝન 11 અને તે બાદના નવા વર્ઝન પર લાગુ પડી શકે છે. નવી પોલિસી અનુસાર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવામાં આવેલ એપ્લિકેશનના કાર્યની જાણકારી રાખશે. ગુગલ ફોનમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ એપ્લિકેશનની જાણકારી એકત્રિત કરતા તેને નિયંત્રિત કરશે. જે પણ એપ્લિકેશન ગુગલની આ શરતોનું પાલન નહીં કરે તેને ગુગલ પ્લે સ્ટોરમાંથી દૂર કરવામાં આવશે.

એપ્લિકેશન પર ગુગલની નજર રહેશે



આ પોલિસીની મદદથી યૂઝરના ડેટા લિક થવાથી રોકી શકાશે. તેમજ એ દરેક એપ્લિકેશન પર ધ્યાન રાખવામાં આવશે, જે યૂઝરના પર્સનલ ડેટાના રૂપે ઇન્સ્ટોલ કરવામાં આવે છે. થોડા દિવસ પહેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ગુગલ એપ્પલની તુલનામાં યૂઝરના ડેટા એકત્રિત કરી રહ્યું છે. આ રિસર્ચ બાદ ગુગલની નવી પોલિસી બહાર આવી છે.

આ પણ વાંચો - લક્ઝરી કારનો શોખીન જીવડો દુનિયાનો એકમાત્ર ભારતીય, જેની પાસે છે કરોડોની બુગાટી

કોઈપણ એપ્લિકેશનની કોર ફંક્શનાલિટી, યૂઝરના ફોનમાં ઇન્સ્ટોલ અન્ય એપ્લિકેશનની જાણકારી લેવાની આવશ્યકતા હોય તો જ ઇન્સ્ટોલ એપ્લિકેશનની જાણકારી શેર કરી શકાય છે. આ બાબત ગુગલ દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે. જો એપ્લિકેશન આ શરતનું પાલન નહીં કરે, તો અન્ય એપ્લિકેશનની જાણકારી લેવા માટેની પરમિશન આપવામાં નહીં આવે. નાણાકીય તથા બેંકિંગ સાથે જોડાયેલ એપ્લિકેશનને ફોનમાં ઇન્સ્ટોલ બ્રાઉઝર, એન્ટીવાયરસ તથા ફાઈલ મેનેજરની પરમિશન લઈ શકે છે.

આ પણ વાંચોકચ્છમાં દર્દનાક ઘટના : અકસ્માતે ટ્રેક્ટર પુલ પરથી નીચે ખાબકતા આગ, એક વ્યક્તિ જીવતો ભડથું થયો

એપ્પલ પણ આઈઓએસ માટે લાવે છે અપડેટ

ગુગલ ગયા વર્ષથી જ આ પોલિસી લાવવાનું વિચારી રહ્યું હતું. જે બાદ એપ્પલ આ અપડેટ લાવી રહી છે. જેમાં જ્યાં સુધી યૂઝર દ્વારા પરમિશન આપવામાં નહીં આવે ત્યાં સુધી અન્ય ઈંસ્ટોલ એપ્લિકેશનની જાણકારી મેળવી નહીં શકે.
Published by:News18 Gujarati
First published:April 03, 2021, 20:18 pm

ટૉપ ન્યૂઝ