Home /News /tech /

ગુગલે ભારતમાં બે સોશિયલ મીડિયા યુનિકોર્નને ફન્ડિંગ આપ્યું, કરી રહ્યું છે ખાસ મદદ

ગુગલે ભારતમાં બે સોશિયલ મીડિયા યુનિકોર્નને ફન્ડિંગ આપ્યું, કરી રહ્યું છે ખાસ મદદ

પ્રતિકાત્મક તસવીર

ગુગલ ઈન્વેસ્ટમેન્ટ્સ ભારતમાં બે નવા ટેક્નોલોજી યુનિકોર્ન્સને મદદ કરી રહ્યું છે. આ બન્ને સ્ટાર્ટઅપ્સ દુનિયામાં સૌથી વધારે વિકસી રહેલા સ્માર્ટફોન પોપ્યુલેશનને સમાચારો અને મનોરંજન પુરા પાડે છે.

  ગુગલ ઈન્વેસ્ટમેન્ટ્સ (Google investments) ભારતમાં બે નવા ટેક્નોલોજી યુનિકોર્ન્સને (Technology Unicorns) બનવામાં મદદ કરી રહ્યું છે. આ બન્ને સ્ટાર્ટઅપ્સ દુનિયામાં સૌથી વધારે વિકસી રહેલા સ્માર્ટફોન પોપ્યુલેશનને સમાચારો અને મનોરંજન પુરા પાડે છે.

  ગ્લાન્સ, ફોનની લોક સ્ક્રિનમાં સમાચારો અને સ્પોર્ટ્સના સ્કોરની જાણકારી આપે છે. ગુગલથી ફંડ મેળવ્યા બાદ તેનું મૂલ્ય એક બિલિયન ડોલરથી વધારે થઈ ગયું છે. અને જાણીતી ડેઈલીહન્ટ ન્યુઝ સાઈટ અને ટીક ટોક જેવી જોશ એપના સ્ટુડિયો વર્સે ઈનોવેશન પ્રાયવેટ લિમિટેડે ગુગલ અને માઈક્રોસોફ્ટ કોર્પ પાસેથી મદદ મેળવ્યા બાદ તે 100 મિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે.

  ગુગલ અને તેના અમેરિકન ઈન્ટરનેટ પીયર્સ ભારતમાં તેમનું રોકાણ ધીરે ધીરે વધારી રહ્યા છે. કારણ કે ચીનનું માર્કેટ બંધ થયા પછી ભારત એવો બીજો દેશ છે જેની વસ્તી ઘણી વધારે છે. વિશ્વની બીજા નંબરની ઈકોનોમી ગણાતા ભારતના બજારમાં હરિફાઈ ઉભી કરવા એમેઝોનથી લઈને ફેસબુક સુધી સ્માર્ટફોનની દુનિયામાં જે ઓનલાઈન કોમર્સ બૂમ ચાલ્યુ છે તેનો તેઓ પણ લાભ મેળવવા માગે છે.

  આ પણ વાંચો :  Google Chromeની આ 10 ટિપ્સ અને ટ્રિક્સ જાણી લેશો તો તમારું કામ બનશે ખૂબ સરળ

  ઓનલાઈન સર્ચ લિડરે મૂકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રાયવેટ લિમિટેડ સાથે 4.5 બિલિયન ડોલરનું રોકાણ કરવા માટે જોડાણ કર્યું છે સાથે જ તેઓ એફોર્ડેબલ મોબાઈલ ફોન્સની ટેક્નોલોજી વિકસાવવામાં પણ મદદ કરશે. તેઓ વધુ સ્થાનિક લોકોને ટાર્ગેટ કરવા નાની કંપનીઓ સાથે પણ જોડાણ કરી રહ્યા છે.

  ગુગલના વાઈસ પ્રેસિડેન્ટ સિઝર સેનગુપ્તાએ વર્સેમાં રોકાણની વાત કરતા તેમના બ્લોગમાં જણાવ્યું હતું કે, “છેલ્લા બે વર્ષમાં જ ગ્રામિણ ભારતમાંથી 100 મિલિયન લોકોએ ઈન્ટરનેટ વાપરવાનું શરૂ કર્યું છે. પણ મોટાભાગના આવા વપરાશકારોને તેમની ભાષામાં સમાચાર કે મનોરંજન મેળવવામાં તકલીફ થઈ રહી છે.”

  બેંગ્લોરમાં હેડક્વાર્ટર ધરાવતું ગ્લાન્સ ડિજિટલ એક્સપિરિયન્સ પ્રાયવેટ લિમિટેડ હજુ નવુ છે. પણ તે આ ગ્રુપનું બીજુ યુનિકોર્ન છે જેણે ક્લાઉડ માર્કેટિંગ પ્લેટફોર્મ ઈનમોબીની રચના કરી છે અને તે ભારતનું ટેક સ્ટાર્ટઅપ બન્યું છે. 43 વર્ષના ભારતીય યુવાન નવિન તિવારીએ તેની સ્થાપના કરી છે.

  આ પણ વાંચો :  સુરેન્દ્રનગર : અસવારે બાળકને બેકાબૂ ઘોડાની અડફેટથી બચાવ્યો, વીડિયો થયો Viral, 'ખેલ ખેલાડીના અને ઘોડેસવારીના'

  જે ભારતની પ્રતિષ્ઠિત ટેક્નોલોજી ઈન્સ્ટિટ્યુટનો વિદ્યાર્થી છે અને હાવર્ડ બિઝનેસ સ્કૂલમાંથી તેણે MBA કરેલુ છે. 18 મહિના પહેલા જ સ્થાપેલી તેની કંપનીમાં ગુગલ અને બિલિયોનર પિટર થેલની મિથરિલ કેપિટલે રોકાણ કર્યું છે.

  ગ્લાન્સના એક્ટિવ યુઝર્સની સંખ્યા 115 મિલિયન છે જેઓ દરરોજ એવરેજ 25 મિનિટ એપનો ઉપયોગ કરે છે. આ એપ એનરોઈડ ઈકોસિસ્ટમમાં ઓપરેટ કરે છે અને તેણે જાણીતા ડિવાઈસ મેકર્સ સેમસંગ, શાઓમી, ઓપ્પો અને વિવો સાથે પાર્ટનરશીપ કરેલી છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Technology news

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन