Home /News /tech /Google કરવા જઈ રહ્યું છે એન્ડ્રોઇડ એપ્સની Privacyમાં મોટો ફેરફાર, ડેટા કલેક્શન થઈ જશે લિમિટેડ
Google કરવા જઈ રહ્યું છે એન્ડ્રોઇડ એપ્સની Privacyમાં મોટો ફેરફાર, ડેટા કલેક્શન થઈ જશે લિમિટેડ
પ્રાઇવસી સેન્ડબોક્સ હેઠળ ડેવલપ થનારા સોલ્યુશન થર્ડ પાર્ટી સાથે યુઝર ડેટા શેરિંગને લિમિટેડ કરી દેશે.
Google Privacy: ગૂગલે ક્રોમ બ્રાઉઝર પર ડેટા ટ્રેકિંગને લિમિટેડ કરવા માટે એન્ડ્રોઇડ-બેસ્ડ સ્માર્ટફોન પર એપ્સ કવર કરવા માટે પ્રાઇવસી વધારી નાખી છે. Googleનું આ પગલું Meta જેવી કંપનીઓ માટે એક ઝટકો હશે.
Googleએ Androidની એડ-ટ્રેકિંગ સિસ્ટમ (ad-tracking system)ને સુધારવા માટે એક મલ્ટી-યર ઇનિશિયેટિવની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે તે એન્ડ્રોઇડ ઇકોસિસ્ટમ પર એડ ટ્રેકિંગને મર્યાદિત કરવા માટે પ્રાઇવસી સેન્ડબોક્સ (Privacy Sandbox) ડેવલપ કરી રહી છે. પ્રાઇવસી સેન્ડબોક્સ હેઠળ ડેવલપ થનારા સોલ્યુશન થર્ડ પાર્ટી સાથે યુઝર ડેટા શેરિંગને લિમિટેડ કરી દેશે. ગૂગલે ક્રોમ બ્રાઉઝર પર ડેટા ટ્રેકિંગને લિમિટેડ કરવા માટે એન્ડ્રોઇડ-બેસ્ડ સ્માર્ટફોન પર એપ્સ કવર કરવા માટે પ્રાઇવસી વધારી નાખી છે. ગૂગલે એમ પણ કહ્યું કે તે એવી ટેક્નોલોજીની શોધ કરી રહ્યું છે જે સિક્રેટ ડેટા કલેક્શનની કેપેસિટી ઘટાડે છે, જેમાં એપ્સને એડ SDK સાથે ઇન્ટીગ્રેટ કરવાની સુરક્ષિત રીતો પણ સામેલ છે.
ગૂગલના એન્ડ્રોઇડ સેફ્ટી એન્ડ પ્રાઇવસીના વાઇસ પ્રેસિડેન્ટ એન્થોની શાવેઝે એક બ્લોગ પોસ્ટમાં લખ્યું, ‘એન્ડ્રોઇડ પર પ્રાઇવસી સેન્ડબોક્સ સાથે, અમારો ટાર્ગેટ ઇફેક્ટીવ અને પ્રાઇવસી વધારનારા એડ સોલ્યુશનને ડેવલપ કરવાનો છે. જ્યાં યુઝર્સ જાણે છે કે તેમની માહિતી સુરક્ષિત છે.’
કંપનીએ ઉમેર્યું કે હવે ડેવલપર Android માટે પ્રાઇવસી સેન્ડબોક્સ રજૂ કરવા માટે Googleની શરૂઆતી ઓફર્સને રિવ્યુ અને ફીડબેક શેર કરી શકશે. Google આ વર્ષે ડેવલપર પ્રિવ્યુ અને વર્ષના અંત સુધીમાં ડિસ્કસ કરેલા ફીચર્સનું બીટા વર્ઝન જારી કરવાની યોજના બનાવી રહ્યું છે.
એપથી કલેક્ટ કરવામાં આવતા ડેટાને કરવામાં આવશે લિમિટેડ
આ બધાનો અર્થ એ છે કે Google તેના એન્ડ્રોઇડ ઇકોસિસ્ટમ માટે પ્રાઇવસી ટૂલ્સનો એક નવો સેટ ડેવલપ કરી રહ્યું છે જે એપ ડેવલપર દ્વારા યુઝર્સ અંગે પોતાના એપથી કલેક્ટ કરવામાં આવતા ડેટાને મર્યાદિત કરશે. આ ડેટાનો ઉપયોગ ડેવલપર્સ અને કંપનીઓ તેમની એપ્સમાં યુઝર બિહેવિયરને ટ્રેક કરવા અને કેટલીકવાર અન્ય એપના કિસ્સામાં પણ યુઝર્સને ટાર્ગેટ એડ દેવા માટે કરે છે. Googleનું આ પગલું મેટા જેવી કંપનીઓ માટે એક ઝટકો હશે, જે કસ્ટમર બિહેવિયરને ટ્રેક કરવા માટે એપ પર પોતાનો કોડ નાખવા પર ભરોસો રાખે છે.
આ ટૂલ યુઝર્સને ટાર્ગેટ એડને ડિલીવર કરવા માટે પોતાના ડેટાને ટ્રેક કરવા માટે એપ્સને પરમિશન અથવા રિજેક્ટ કરવાનો વિકલ્પ આપશે. એટલે કે એપ્સે યુઝરના ઓનલાઈન બિહેવિયર પર નજર રાખવા માટે તેમની પરવાનગી લેવી પડશે. ઉલ્લેખનીય છે કે, Appleએ ગયા વર્ષે આ જ પ્રકારના પ્રાઈવસી ટૂલ્સ રજૂ કર્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર