Home /News /tech /Googleનો મોટો ફેરફાર! 27 સપ્ટેમ્બર બાદ આ એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર નહીં ચાલે Youtube, Gmail

Googleનો મોટો ફેરફાર! 27 સપ્ટેમ્બર બાદ આ એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર નહીં ચાલે Youtube, Gmail

પ્રતિકાત્મક

tech news- ગૂગલ (Google)દ્વારા કરાયેલા વધુ એક ફેરફારના કારણે અનેક એન્ડ્રોઇડ મોબાઈલ ધારકોને (android smartphone)અસર થશે

ગૂગલ દ્વારા એપ્લિકેશન અને સર્વિસના ઉપયોગ બાબતે પોલિસીમાં સમયાંતરે ફેરફાર થાય છે. ત્યારે ગૂગલ (Google)દ્વારા કરાયેલા વધુ એક ફેરફારના કારણે અનેક એન્ડ્રોઇડ મોબાઈલ ધારકોને (android smartphone)અસર થશે. ગૂગલ હવે 2.3.7 કે તેનાથી નીચા વર્ઝન પર ચાલતા એન્ડ્રોઇડ ફોન પર સાઈન ઈન સપોર્ટ કરશે નહીં.

આ બાબતે ગૂગલ દ્વારા યૂઝર્સને ઈ-મેઈલ મોકલવામાં આવ્યો છે. જેમાં નવો નિયમ 27 સપ્ટેમ્બર લાગુ થશે તેમ જણાવાયું છે. આ સમયમર્યાદા બાદ ગૂગલ એપનો ઉપયોગ કરવા માટે લઘુતમ એન્ડ્રોઇડ 3.0 હનીકોમ્બમાં અપડેટ કરવાની સલાહ અપાઈ છે. નવા ફેરફારના કારણે સિસ્ટમ અને એપ લેવલે સાઈન ઈનને અસર થશે. જોકે, યૂઝર્સ ફોનમાં બ્રાઉઝરના માધ્યમથી જીમેઇલ, (Gmail) ગૂગલ સર્ચ, ગૂગલ ડ્રાઈવ, યુટ્યુબ (Youtube)અને અન્ય ગૂગલ સેવાઓ માટે સાઈન ઈન કરવા સક્ષમ થઈ શકશે.

9to5Google દ્વારા તેના રિપોર્ટમાં યૂઝર્સને મોકલવામાં આવેલા સ્ક્રીનશોટ શેર કરાયા છે. આ ફેરફારના કારણે ખૂબ ઓછા યૂઝર્સને અસર થશે. ખૂબ ઓછા લોકો ગૂગલમાં આ જૂના વર્ઝનનો ઉપયોગ કરે છે. ગૂગલે આ ફેરફાર એકાઉન્ટ સિક્યોરિટી અને ડેટા સિક્યોરિટી માટે કર્યો છે.

આ પણ વાંચો - જીવતા જીવ પ્રેમલગ્નની ના આપી મંજૂરી, આત્મહત્યા પછી પરિવારે બંનેના કરાવ્યા લગ્ન



27 સપ્ટેમ્બર બાદ 2.3.7 કે તેનાથી નીચેનું વર્ઝન ધરાવતા એન્ડ્રોઇડ વર્ઝનના ફોનમાં યૂઝર્સ ગૂગલ એપમાં સાઈન ઇન કરવાનો પ્રયાસ કરશે. ત્યારે ‘username અથવા password error’ જેવી એરર જોવા મળશે. જે લોકો જૂના વર્ઝનનો ઉપયોગ કરે છે. તેમના માટે આ ચેતવણીના રૂપમાં હોઈ શકે છે. આવા યૂઝર્સને અપડેટ કરવા અથવા ફોન બદલવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.

ફેક્ટરી રિસેટ કરવાથી પણ નહીં ચાલે એપ

રિપોર્ટમાં જણાવાયું છે કે, 27 સપ્ટેમ્બર બાદ જુના એન્ડ્રોઇડ વર્જનના યૂઝર્સને જીમેલ, યુટ્યુબ અને મેપ્સ જેવી ગૂગલ પ્રોડક્ટ અને સર્વિસમાં સાઈન ઇન કરતી વખતે એરર આવશે. જો યૂઝર્સ ફોનને ફેક્ટરી રિસેટ કરી ફરીથી સાઈન ઇન કરવાનો પ્રયાસ કરશે તો પણ એરર જોવા મળશે અને નવો પાસવર્ડ ક્રિએટ કરવા અને ફરીથી સાઈન ઈન કરશે તો પણ એરર સામે આવશે.
" isDesktop="true" id="1120360" >

એકંદરે 27 સપ્ટેમ્બર પછી એન્ડ્રોઇડ વર્ઝન 2.3.7 અથવા તેનાથી નીચેના વર્ઝનના ફોનના યૂઝર્સ પાસે કોઈ વિકલ્પ નથી. આવા યૂઝર્સ નવા ફોન લઈ શકે છે.
First published:

Tags: Android smartphone, Gmail, Tech gujarati news, Youtube, ગૂગલ, મોબાઈલ, સ્માર્ટફોન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો