Home /News /tech /

Gmail યૂઝર્સ માટે આવી રહ્યું છે શાનદાર ફિચર!

Gmail યૂઝર્સ માટે આવી રહ્યું છે શાનદાર ફિચર!

    Gmailએ હાલમાં પોતાની ઈ-મેલ સર્વિસ Gmailમાં નવા ફિચર જોડ્યા છે. હવે Google એન્ડ્રોઈડ યૂઝર્સ માટે પોતાની Gmail એપમાં એક ખુબ જ ઉપયોગી ફિચર લાવવા જઈ રહ્યું છે. Android Policeની એક રિપોર્ટ અનુસાર, ગૂગલ એક નવા ફિચર પર કામ કરી રહ્યું છે. જેનાથી યૂઝર્સને પોતાના ઈ-મેલ શેડ્યૂલ કરવામાં મદદ મળશે. એટલે યૂઝર્સ પોતાની સુવિધા અનુસાર, બપોરના બે વાગે બેસીને સાંજના પાંચ વાગે ઈ-મેલને શેડ્યુલ કરી શકે છે. Android Policeને Gmail v8.7.15 APKમાં એક કોડ મળ્યો છે, જે તે વાતનો ખુલાસો કરે છે કે, એન્ડ્રોઈડ યૂઝર્સ ટૂંક સમયમાં જ Gmailના એપનો ઉપયોગ કરીને ઈ-મેલ્સ શેડ્યુલ કરી શકાશે.

    પોતાની સાનુકૂળતા અનુસાર મોકલી શકશો ઈ-મેલ્સ

    યૂઝર્સ હવે કેટલીક રીતોને ઉપયોગ કરીને ઈ-મેલ શેડ્યુલ કરી શકશે. પરંતુ જો આ ડિફોલ્ટ ફિચરના રૂપમાં આવે છે તો શેડ્યુલ કરવાનું એકદમ સરળ અને સાનૂકુલ રહેશે. Android Policeને જો કોડ મળ્યો છે, તેમાં schedule send મલ્ટીપલ ટાઈમ્સ જેવા શબ્દો છે. રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે, તમે ઓવરફ્લો મેન્યૂ પર ટેપ કરીને આ ફિચર સુધી પહોંચી શકશો, જે કંપોઝ સ્ક્રિન પાસે હશે. તે પછી લિંક પર ક્લિક કરીને યૂઝર પોતાની સાનૂકુળતા અનુસાર તારીખ અને સમય હિસાબ ઈ-મેલ શેડ્યુલ કરી શકે છે.

    એન્ડ્રોઈડ Pનું ફાઈનલ ડિવેલપર પ્રિવ્યુ રજૂ કરવાનુ શરૂ કર્યુ

    પાછલા અઠવાડિયે જાહેરાત કરી હતી કે, તેને પોતાના એન્ડ્રાઈડ pની ફાઈનલ ડેવલપર પ્રિવ્યુને રજૂ કરવાનું શરૂ કરી દીધું છે. એન્ડ્રોઈ ડ પી ડેવલપર પ્રિવ્યુ 5 અથવા બીટા 4 સૌથી સ્ટેબલ વર્જન છે અને આવતા મહિને ફાઈનલ લોન્ચથી પહેલા તમે તેને ટ્રાઈ કરી શકો છો. વર્તમાન સમયમાં એન્ડ્રોઈડ P બીટા ગૂગલ પિક્સલ, પિક્સલ XL, પિક્સલ 2 અને પિક્સલ 2XLમાં ઉપલબ્ધ છે. જોકે, હજું સુધી એન્ડ્રોઈડના નામનો ખુલાસો થયો નથી. આને લઈને જાત-જાતની ધારણાઓ લગાવવામાં આવી રહી છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Email, Gmail, ગૂગલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन