Googleએ જૂના એન્ડ્રોઈડ વર્ઝન પર YouTube, Gmail પર પ્રતિબંધ મુક્યો, તમારો મોબાઈલ તો લિસ્ટમાં નથી ને!

ગૂગલના આ નિર્ણય બાદ સ્માર્ટફોન યૂઝર્સ સામે પરેશાની ઊભી થઈ છે (પ્રતિકાત્મક તસવીર)

tech news- ગૂગલે (Google)સ્માર્ટફોન (Smartphone)યૂઝર્સને ખૂબ જ મોટો ઝટકો આપ્યો છે

  • Share this:
ગૂગલે (Google)સ્માર્ટફોન (Smartphone)યૂઝર્સને ખૂબ જ મોટો ઝટકો આપ્યો છે. ગૂગલે અનેક સ્માર્ટફોનમાં યૂટ્યૂબ (YouTube), જીમેઈલ (Gmail), ગૂગલ મેપ્સ અને ગૂગલ પ્લે સ્ટોર પર પ્રતિબંધ મુકી દીધો છે. ગૂગલના આ નિર્ણય બાદ સ્માર્ટફોન યૂઝર્સ સામે પરેશાની ઊભી થઈ છે. આ વર્ષની શરૂઆતમાં ગૂગલે જણાવ્યું હતું કે તેની પાસે ત્રણ બિલિયનથી અધિક એન્ડ્રોઈડ (Android)ડિવાઈસ છે, જેમાં સ્માર્ટફોન અને ટેબ્લેટ સામેલ છે. આ તમામ ડિવાઈસ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમના અલગ અલગ વર્ઝન પર ચાલે છે. Google Android 12 લોન્ચ કરવા જઈ રહ્યું છે. ગૂગલે જણાવ્યું છે, કે તે અનેક યૂઝર્સના ગૂગલ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવા જઈ રહ્યું છે.

અનેક ગૂગલ યૂઝર્સના સ્માર્ટફોનમાં Android 2.3 સહિત જૂના વર્ઝન છે, જેને Android જિંજરબ્રેડ પણ કહેવામાં આવે છે. જો તમારી પાસે ફોનમાં આ સોફ્ટવેર છે, તો યૂટ્યુબ, જીમેઈલ, ગૂગલ મેપ્સ જૂની ઓપરેટિંગ સિસ્ટમ વર્ઝન પર ચાલતા તમામ જૂના ડિવાઈસ પર કામ નહીં કરે.

ગૂગલે જાહેરાત કરી હતી કે, 27 સપ્ટેમ્બરથી 2.3.7 વર્ઝન પર ચાલતા એન્ડ્રોઈડ ડિવાઈસ સાઈન ઈન નહીં કરી શકે. જો જૂના ડિવાઈસમાં ગૂગલ મેપ્સ, યૂટ્યૂબ, જીમેઈલ યોગ્ય રીતે કામ કરી રહ્યા છે, તો હવેથી યૂઝર્સ આ સર્વિસનો ઉપયોગ નહીં કરી શકે. યૂઝર્સ સ્માર્ટફોનમાં Settings > Advanced > System Update પર જઈને સ્માર્ટફોન અપડેટ કરી શકે છે. જો તમારી પાસે જૂના વર્ઝનના સ્માર્ટફોન છે, તો તમારે ગૂગલ એપ્સનો ઉપયોગ કરવા માટે એન્ડ્રોઈડ વર્ઝન અપગ્રેડ કરવાનું રહેશે. જો એન્ડ્રોઈડ વર્ઝન અપગ્રેડ નથી રહ્યું તો તમારે સ્માર્ટફોન બદલવો પડશે.

આ પણ વાંચો - વર્ષ 2021ના અંત સુધીમાં આ સ્માર્ટફોન્સમાં કામ નહીં કરે WhatsApp, અહીં જુઓ લીસ્ટ

Android 2.3 જિંજરબ્રેડ 2010માં જાહેર કરવામાં આવ્યું હતું, જેથી ભાગ્યે જ કોઈ આ જૂના વર્ઝનનું ઉપયોગ કરતું હશે. આ કારણોસર મોટાભાગના સ્માર્ટફોન યૂઝરે ગભરાવાની જરૂર નથી. ગૂગલે જણાવ્યું છે, કે યૂઝર્સની સુરક્ષાના હેતુસર આ ફેરફાર કરવામાં આવ્યો છે.

જો કોઈ યૂઝર ખૂબ જ જૂની Android 2.3 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા સ્માર્ટફોન પર લોગઈન કરવાનો પ્રયાસ કરશે, તો યૂઝર્સને એરર જોવા મળશે. જેમાં યૂઝરે આ એરરને દૂર કરવા માટે નવા વર્ઝનને અપગ્રેડ કરવા માટે કહેવામાં આવશે. જે ડિવાઈસમાં Android 3.0 અને Android 4.0નું અપગ્રેડ વર્ઝન હશે, તે સ્માર્ટફોનમાં જૂના વર્ઝનને અપગ્રેડ કરવાનું કહેવામાં આવશે.
First published: