Home /News /tech /ગૂગલના સર્વરમાં ધબડકો બોલતા G-Mail, YouTube ઠપ, 30 મિનિટ સુધી અટવાયેલી રહી સેવાઓ

ગૂગલના સર્વરમાં ધબડકો બોલતા G-Mail, YouTube ઠપ, 30 મિનિટ સુધી અટવાયેલી રહી સેવાઓ

પ્રતિકાત્મક તસવીર

17.30 એટલે કે સાંજે 5.30ની આસપાસથી બંધ થયેલી ગૂગલની સેવાઓ તબક્કાવાર 6.00 વાગ્યા બાદ શરૂ થવા લાગી

    અમદાવાદ : ગૂગલના સર્વરમાં (Google Server down) ધબડકો બોલતા વૈશ્વિક ક્રેકડાઉન બોલ્યું હોવાના અહેવાલ છે, આ ધબડકાના પગલે ગુગલની G-Mail, YouTube  સહિતની સેવાઓ બંધ થઈ જતા ભારતમાં (Google India Server Down) ઓફિસમાં અને ઘરોમાં નોકરી કરી રહેલા યૂઝર્સને સમી સાંજે હૈયાહોળી થઈ છે. ગૂગલની અન્ય સેવાઓ પણ તેની નિયમ સ્પીડ કરતા ધીમી પડી ગઈ હોવાના પગલે આ સર્વરનો ધબડકો છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. જોકે, આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ટેક ઝાયન્ટ તરફથી હજુ સુધી કોઈ ખુલાસો આપવામાં આવ્યો નથી પરંતુ ભારતમાં પોતાના ઘરમાં અને ઑફિસમાં કામ કરતા લાખો વપરાશકર્તાઓ સમી સાંજે અટવાયા છે.

    ગૂગલ એપ્સ ડાઉન થતાની સાથે જ યૂ-ટ્યૂબ પર #YouTubeDOWN હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યો છે. આ પહેલીવાર નથી કે ટેકઝાયન્ટ ગૂગલની સેવાઓનો ધબડકો બોલ્યો અને લોકોએ ફિરકીઓ લેવાની શરૂ કરી. જોકે, ગૂગલની સેવા સાથે લાખો યૂઝર્સ જોડાયેલા હોવાથી આ સર્વર ડાઉનનો ફટકો વેપાર-ધંધા પર પડવો સ્વાભાવિક છે.

    આ પણ વાંચો :  Gold Price Today : ખુલતી બજારે વાયદા બજારમાં સોનાના ભાવમાં કડાકો, ચાંદીના ભાવ પણ ઘટ્યા
    " isDesktop="true" id="1055007" >

    YouTube તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે તમારા પૈકીના કેટલાય યૂઝર્સને હાલમાં હાલાકી પડી રહી હોવાના અહેવાલ છે. અમારી ટીમ આ દિશામાં કામ કરી રહી છે. અમે તમને વહેલીતકે તમામ બાબતોથી અવગત કરાવીશું.



    જોકે, અંદાજે અડધો કલાકની મશકતના અંતે ફરીથી ગૂગલની ગાડી પાટે ચઢી ગઈ હતી. યૂઝર્સે અડધો કલાક સુધી ટ્વીટર અને વોટ્સેપ પર એક બીજાને ગૂગલના ધબડતા અંગે પૃચ્છાઓ કરી હતી. જોકે, મોટી કંપની જેના લાખો કરોડો યૂઝર્સ છે તેમની સાથે આ પ્રકારની ઘટનાઓ થતી રહે છે પરંતુ એક સાથે મોટા પાયે ક્રેકડાઉન થવાના કારણે અનેક નાણાકીય વ્યવસ્થાઓ અને કામકાજ ઠપ થઈ જતા હોય છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Breaking News, ગુજરાતી ન્યૂઝ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन