ન્યૂઝ18ગુજરાતીઃ ગૂગલ પ્લે સ્ટોર (google play store) ઉપર કેટલીક એપ્સ શોધી છે જેનાથી એન્ડ્રાઇડ ડિવાઇઝને (android device) ખતરો છે. એન્ટીવાયરલ સોફ્ટવેર પ્રોવાઇડર Dr Webના એક રિપોર્ટ પ્રમાણે ગૂગલ પ્લે સ્ટોરમાં કેટલીક એપ્સમાં મેલિશિયસ કોડ સંતાડેલા મળ્યા હતા. આ સાથે જ આમાં માલવેયર (malware), એડવેયર (adware), સ્પાઇવેયર (spyware) જેવા ખતરનાક વાયરલ મળ્યા હતા.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ એપ્સ કાનૂની સેવાનો દેખાડો કરતી હતી. પરંતુ આ અસલ એન્ડ્રોઇડ જોકર ફેમિલી માલવેરથી ઇફેક્ટેડ છે. આ એપમાં ફોટો એડિટિંગ સૉફ્ટવેયર્સ, ગૅમસ્, યુટિલિટીઝ અને ફોટો ગેલેરી કેટેગરી સામલે છે.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આમાં કેટલીક એપ્સ એવી પણ છે જે બેન્કિંગ ટ્રોઝન (વાયરસ)ની સાથે આવે છે. ઉદાહરમ તરીકે પ્સે સ્ટોરમાં ‘YoBit Trading’ નામની એવી એપ્સ હાજર છે. જે પોતાને ક્રિપ્ટો એક્સચેન્જની ઑફિશિયલ એપ બતાવ છે. પરંતુ જો કોઇ યુઝર્સ આ એપને ડાઉનલોડ કરે છે ત્યારે ડિવાઇસમાં યુઝર્સની બધી ખાનગી જાણકારી ચોરી લે છે.
આ ઉપરાંત Encontre Mais નામની એપ જે ફેમિલી મેમ્બર્સને ટ્રેક કરવા માટે આપેલી છે. આ એપ પમ ટ્રોઝન સાથે આવે છે. આ ટેક્સ મેસેજ દ્વારા યુઝર્સના ડિવાઇસના સેન્ટેટીવ ડેટા ચોરી લે છે.
રિસર્ચર્સે એકલા સપ્ટેમ્બર મહિનામાં ગૂગલ પ્લે સ્ટોરના 172 એવી એપ્સની ઓળખ કરી હતી. જે વાયરલથી પ્રભાવિત (172 virus infected apps)છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ એપ્સને 33.5 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવ્યું છે. થ્રેટપોસ્ટના (Threatpost) રિપોર્ટ પ્રમાણે ESET રિસર્ચર લુકસ સ્ટેફેંકોએ કહ્યું કે આ 172 એપ્સ પૈકી મોટાભાગની એપ્સના કારણે એડવેયર વારસ આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર