ગૂગલનો ધડાકો: Google Payમાં આવશે ‘Hinglish’ વિકલ્પ, બોલીને પૈસા ટ્રાન્સફર કરી શકાશે!

ગૂગલ ફોર ઇન્ડિયા ઇવેન્ટ

Google for India Event 2021 Highlights: યૂઝર હવે સર્ચ રિઝલ્ટને મોટા અવાજેથી સાંભળવા ઉપરાંત અલગ અલગ પાંચ ભાષામાં સાંભળી શકશે. ગૂગલના ફીચર એ લોકો માટે છે જેઓ સૂચનાને સાંભળીને તેમને સારી રીતે સમજી શકે છે.

 • Share this:
  નવી દિલ્હી: ગૂગલ તરફથી આજે પોતાના ગૂગલ ફૉર ઇન્ડિયા (Google For India) કાર્યક્રમમાં યૂ-ટ્યૂબ શૉર્ટ્સ (YouTube Shorts) માટે અલગથી એપ લૉંચની જાહેરાત કરવામાં આવી છે. આ એપ ટિકટૉક જેવી જ છે. હજુ સુધી યૂઝર્સ મુખ્ય યૂ-ટ્યૂબમાં જ નાના વીડિયો (Short videos)ની મજા લઈ શકતા હતા. હવે અલગ એપ્લિકેશન પર યૂઝર્સ નાનો વીડિયો શૂટ (Video shoot) કરીને તેને શેર કરી શકશે. જ્યાં વીડિયોની મહત્તમ મર્યાદા 60 સેકન્ડ છે. આ ઉપરાંત કંપની ઝડપથી ભારતમાં એક એવું ફીચર લાવી રહી છે, જેમાં તમે સર્ચ થયેલા જાણકારીને મોટા અવાજે સાંભળી શકશો. કંપનીએ આ ફીચરની જાહેરાત ગૂગલ ફૉર ઇન્ડિયા ઇવેન્ટ (Google For India Event)ની સાતમી આવૃત્તિ દરમિયાન કરી છે.

  Google For Indiaની આ ઇવેન્ટના આયોજન દરમિયાન ગૂગલ સર્ચના વાઇસ પ્રેસિડેન્ટ (Google Search) પાંડૂ નાયકે આ અંગે માહિતી આપી હતી. ઑનલાઇન આયોજિત થયેલા આ કાર્યક્રમમાં કંપનીના અનેક ફીચર્સ અને મહત્ત્વપૂર્ણ અપડેટ્સ અંગે જાણકારી આપવામાં આવી હતી.

  પાંચ ભાષામાં સર્ચ રિઝલ્ટ

  યૂઝર હવે સર્ચ રિઝલ્ટને મોટા અવાજેથી સાંભળવા ઉપરાંત અલગ અલગ પાંચ ભાષામાં સાંભળી શકશે. ગૂગલના ફીચર એ લોકો માટે છે જેઓ સૂચનાને સાંભળીને તેમને સારી રીતે સમજી શકે છે. આ અંતર્ગત તમે ગૂગલ આસિસ્ટન્ટને સર્ચ રિઝલ્ટને વાંચવાનું કહી શકો છો. આ ફીચર ડ્રાઇવિંગ દરમિયાન ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ગૂગલનું આ ફીચર એવા લોકો માટે પણ આશીર્વાદ સમાન છે જેમને જોવાની તકલીફ છે. જેઓ સારી રીતે વાંચી નથી શકતા. આ લોકો ગૂગલ સર્ચને સાંભળી શકશે.  કોવિડ-19 વેક્સીન માટે સ્લૉટ બુક કરો

  આ કાર્યક્રમ દરમિયાન ગૂગલે કોવિડ-19 વેક્સીનેશન માટે સ્લૉટ બુક કરવાની સુવિધા મળવાની જાણકારી પણ આપી હતી. આ ઉપરાંત ગૂગલ સર્ચ, જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ અને અન્ય ગૂગલ એપ્સના અપડેટની જાણકારી પણ આપી હતી.

  શૉપ ફીચર

  ગૂગલ નાના દુકાનદારો માટે My Shop ફીચર લાવવા પર કામ કરી રહ્યું છે. આ ફીચરથી નાનો દુકાનદાર પોતાના દુકાનની તમામ વસ્તુઓને ગૂગલ પે પર શોકેસ કરી શકશે. Google Pay પર એક સ્પેશિયલ ફીચર મળશે. જેની મદદથી યૂઝરે બેંક એકાઉન્ટ નંબર લખવો નહીં પડે. તમે બોલીને પણ બેંક એકાઉન્ટ નંબર જોડી શકો છો. આ ઉપરાંત ગૂગલ પે પર બહુ ઝડપથી હિંગ્લિશ વિકલ્પ પણ આવશે.

  આ પણ વાંચો: Alert: ગૂગલે પ્લે સ્ટોરમાંથી હટાવી બે ખતરનાક એપ, એક એપ્લિકેશન ખૂબ જ પ્રસિદ્ધ

  ટેક મહિન્દ્રા સાથે ભાગીદારી

  ગૂગલે જણાવ્યું કે ભારતમાં છ હજારથી લઈને 8 હજાર સુધી ગૂગલના અનેક સર્ટિફાઇડ કોર્સ ઉપલબ્ધ છે. આ સાથે જ ગૂગલે NASSCOM ફાઉન્ડેશન અને Tech Mahindra સાથે સ્કૉલરશિપ ભાગીદારીની પણ જાણકારી આપી હતી.

  આ ઉપરાંત આ વર્ચ્યુઅલ ઇવેન્ટમાં ગૂગલ કરિયર સર્ટિફિકેટ પર પણ ચર્ચા થઈ હતી. ગૂગલે આ માટે Coursera સાથે કામ કરી રહ્યું છે, જેની મદદથી વિદ્યાર્થીઓ IT મેનેજમેન્ટ, UX ડિઝાઇન અને ડિજિટલ કરિયર વગેરે ક્ષેત્રમાં પોતાની સ્કીલને સારી કરી શકે છે. આ કોર્ષ સાથે ગૂગલ સ્કૉલરશિપ પણ આપશે.
  Published by:Vinod Zankhaliya
  First published: