Home /News /tech /Googleને મોટો ઝટકો, કોમ્પિટિશન કમિશને 1,337 કરોડનો દંડ ફટકાર્યો

Googleને મોટો ઝટકો, કોમ્પિટિશન કમિશને 1,337 કરોડનો દંડ ફટકાર્યો

Google ને મોટો ઝટકો, 1,337 કરોડનો દંડ ફટકાર્યો

CCI એ એન્ડ્રોઇડ મોબાઇલ ઉપકરણો સંબંધિત એન્ટી કોમ્પિટીટીવ પ્રેક્ટિસ માટે Google પર રૂપિયા 1,337.76 કરોડનો દંડ ફટકાર્યો છે.

    નવી દિલ્હી: દિગ્ગજ ટેક કંપની ગૂગલની (Google) મુશ્કેલીઓ વધી રહી છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ ટેક કંપની પર એન્ડ્રોઈડ મોબાઈલ ઉપકરણો સંબંધિત એન્ટી કોમ્પિટીટીવ પ્રેક્ટિસ માટે રૂપિયા 1,337.76 કરોડનો દંડ ફટકાર્યો છે.



    CCIએ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ માહિતી આપી છે. ટ્વીટમાં લખ્યું છે કે, "એન્ડ્રોઇડ મોબાઇલ ડિવાઇસ ઇકોસિસ્ટમમાં બહુવિધ બજારોમાં પ્રભાવશાળી હોદ્દાનો દુરુપયોગ કરવા બદલ ગૂગલને દંડ કરવામાં આવ્યો છે."

    CCIએ ગુગલને અન્યાયી વેપાર પ્રથાઓને રોકવા અને બંધ કરવા નિર્દેશ આપ્યો છે. પંચે ગુરુવારે એક સત્તાવાર માહિતીમાં જણાવ્યું હતું કે, ગૂગલને પણ નિર્ધારિત સમયમર્યાદામાં તેની કામગીરીમાં ફેરફાર કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Teach and Mobile News, ગૂગલ

    विज्ञापन
    विज्ञापन