Home /News /tech /ખૂબ કામના છે Googleના આ ફીચર્સ, હેકર્સ અને વાયરસથી કરી શકે છે તમારા ફોન અને ટેબલેટની સુરક્ષા

ખૂબ કામના છે Googleના આ ફીચર્સ, હેકર્સ અને વાયરસથી કરી શકે છે તમારા ફોન અને ટેબલેટની સુરક્ષા

એન્ડ્રોઇડ યુઝર્સ માટે ખુશખબર

Google Features for Phone Safety: ગૂગલે (Google) મોબાઇલ ફોન અને ટેબલેટની સુરક્ષા માટે તેની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં ઘણાં સેફ્ટી ફીચર્સ આપ્યા છે. એવામાં જરૂરી છે કે તમે આ ડિવાઇસ વિશે જાણો અને તેનો લાભ ઉઠાવો.

Google Features for Phone Safety: આજે મોબાઇલ ફોન આપણા જીવનની સૌથી મહત્વની જરૂરિયાતોમાંથી એક છે. એવું કહી શકાય કે આપણો મોબાઇલ આપણી દરેક વાત જાણે છે. એવામાં તેની સુરક્ષા કરવી આપણી જવાબદારી છે. આપણો Andorid ફોન કે ટેબલેટ કેટલું સુરક્ષિત કે અસુરક્ષિત છે, તે એ વાત પર નિર્ભર કરે છે કે આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ.

ગેજેટ્સ નાઉ અનુસાર, ગૂગલે મોબાઇલ ફોન અને ટેબલેટની સુરક્ષા માટે તેની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં ઘણાં સેફ્ટી ફીચર્સ આપ્યા છે. એવામાં જરૂરી છે કે તમે આ ડિવાઇસ વિશે જાણો અને તેનો લાભ ઉઠાવો. આજે અમે જણાવી રહ્યા છીએ કે તમે કઈ રીતે આ ફીચર્સનો ઉપયોગ કરીને તમારા ફોન અને ટેબલેટને સુરક્ષિત રાખી શકો છો.

ગૂગલ પ્લે પ્રોટેક્ટ

ગૂગલ પ્લે પ્રોટેક્ટ ખતરનાક એપ્સથી સુરક્ષા પ્રદાન કરે છે અને હાનિકારક એન્ડ્રોઇડ એપ્સ અને ડિવાઇસની તપાસ કરે છે. તે યુઝર્સને કોઇપણ એપ ડાઉનલોડ કરતા પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર એક સેફ્ટી સર્ચ કરે છે. આ સુવિધા સામાન્ય રીતે મોટાભગના એન્ડ્રોઇડ ડિવાઇસમાં ડિફોલ્ટ હોય છે. તે યુઝર્સને માલવેર માટે ઇન્સ્ટોલ કરવામાં આવેલી એપ્સને મેન્યુઅલી સ્કેન કરવાની અનુમતિ પણ આપે છે.

આ પણ વાંચો: આ 7 ભૂલ તમારા સ્માર્ટફોનને પહોંચાડી શકે છે નુકસાન, તમે પણ આવી ભૂલ નથી કરી રહ્યા ને?

ફાઇન્ડ માય ડિવાઇસ

આ ટૂલ તમારા ખોવાયેલા ડિવાઇસને શોધવા અને તેમાં હાજર ડેટાને ડિલીટ કરવામાં તમારી મદદ કરે છે. પહેલા તે એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજર નામથી ઓળખાતું હતું. આ ટૂલ એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને ટેબલેટ બંનેમાં કામ કરે છે. આ ટૂલનો ઉપયોગ કરવા માટે જરૂરી છે કે તેને યોગ્ય સેટ કરવામાં આવે.

લોક સ્ક્રીન ઓપ્શન

લોક સ્ક્રીન ઓપ્શન બાયોમેટ્રિક્સ, પિન અને પાસવર્ડની મદદથી તમારા ફોનને અનધિકૃત એક્સેસથી બચાવે છે. તેમાં સામાન્ય રીતે ફેસ, ફિંગરપ્રિન્ટ, પિન અને પાસવર્ડ લોક જેવા વિકલ્પો હોય છે. આ ઉપરાંત, તે યુઝર્સને લોક સ્ક્રીન સેટિંગ્સ, લોક સ્ક્રીન ડિલે ટાઇમર જેવા અન્ય ઓપ્શન પણ આપે છે.

પરમિશન મેનેજર

આ ટૂલ યુઝર્સને અનાવશ્યક અને ખતરનાક એપ પરમિશન હટાવવાની અનુમતિ આપે છે. તેના દ્વારા હેકર્સને યુઝર્સની સંવેદનશીલ જાણકારી જેમ કે, કોન્ટેક્ટ્સ, ફોટોઝ, માઈક, પ્લેસ વગેરે પર પહોંચવા માટે પરમિશન લેવી પડે છે. આ ટૂલ એન્ડ્રોઇડ ડિવાઇસમાં એક પરમિશન મેનેજર સાથે આવે છે, જે યુઝર્સને કેટેગરી મુજબ પરમિશન આપવા અને તેને મેનેજ કરવાની મંજૂરી આપે છે.

ગૂગલ સિક્યોરિટી ચેકઅપ

ગૂગલ સિક્યોરિટી ચેકઅપ આમ તો એન્ડ્રોઇડ સિક્યોરિટી ફીચર નથી. જો કે, તે સુનિશ્ચિત કરે છે કે તમારું ગૂગલ અકાઉન્ટ સુરક્ષિત રહે. તેમાં એન્ડ્રોઇડ ડિવાઇસ પણ સામેલ છે.

આ પણ વાંચો: ફોનનું સ્ટોરેજ થઈ ગયું છે Photosથી ફુલ? આ રીતે Delete કરો નકામી ઇમેજ, 2 મિનિટ પણ નહીં લાગે!

ઇમરજન્સી ઇન્ફોર્મેશન

આ ટૂલ ઇમરજન્સી કેસમાં અન્ય યુઝર્સને તમારી મેડિકલ ડિટેલ્સ અને કોન્ટેક્ટ શોધવામાં મદદ કરે છે. એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પણ એક ઇમરજન્સી ઇન્ફોર્મેશન ઓપ્શન સાથે આવે છે. ફોન લોક હોય ત્યારે પણ આ માહિતી સ્ક્રીન પર જોઈ શકાય છે. આવી સ્થિતિમાં, આ ઓપ્શન ઇમરજન્સીમાં જીવન બચાવનાર સાબિત થઈ શકે છે.

સ્માર્ટ લોક

આ સુનિશ્ચિત કરે છે કે તમે ભૂલથી ક્યારેય તમારા ડિવાઇસને અનલોક ન છોડો. આ ફીચર યુઝર્સ દ્વારા સેટ કરેલા પેરામીટર્સના આધારે ફોનને ઓટોમેટિક લોક અને અનલોક કરે છે.

બેટર એપ પરમિશન ઓપ્શન

યુઝર્સને તેમની એપ્સ પર વધુ નિયંત્રણ આપવા માટે, Google એ બેટર એપ પરમિશન ઓપ્શન રજૂ કર્યો છે. તે યુઝર્સને ચોક્કસ કારણોસર પરવાનગી આપીને એપ્સનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. આ સુનિશ્ચિત કરે છે કે એપ્સ બેકગ્રાઉન્ડમાં ડિવાઇસથી ડેટા ભેગો ન કરે.

એપ પિનિંગ

આ ટૂલ તમારી સંવેદનશીલ માહિતીને લોક કરવામાં મદદ કરે છે. આ Android ના સૌથી ઓછા લોકપ્રિય અને છુપાયેલા સુરક્ષા ફીચર્સ પૈકી એક છે. એપ પિનિંગ યુઝર્સને ફોન પર એપ્લિકેશનને લોક કરવાની મંજૂરી આપે છે અને પછી તે યુઝર્સને ફોન પરની કોઈપણ એપને ઍક્સેસ કરવા માટે તેમના ફોનને ફરીથી અનલૉક કરવા માટે કહે છે. જ્યારે તમારો ફોન મિત્રો અને પરિવારજનોને આપો ત્યારે આ સુવિધા કામમાં આવે છે. આ સુવિધાને ઘણા નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે એપ પિનિંગ, સ્ક્રીન પિનિંગ અને પિન વિન્ડો વગેરે.
First published:

Tags: Android, CYBER CRIME, Features, Google apps, Gujarati tech news, Mobile and Technology, Tech tips and Tricks, ગૂગલ