Googleની મોટી ભૂલ, કોહલીનો આ વીડિયો મોકલવા પર માગવી પડી માફી

News18 Gujarati
Updated: June 2, 2019, 2:09 PM IST
Googleની મોટી ભૂલ, કોહલીનો આ વીડિયો મોકલવા પર માગવી પડી માફી
વિરાટ કોહલી (ફાઇલ ફોટો)

વીડિયોમાં કોહલીએ કહ્યું કે, શુભેચ્છાઓ માટે આભાર અને Duo પર ભારતીય ટીમ માટે ચીયર કરતા રહો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ગૂગલે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો વીડિયો મેસેજ ગૂગલ Duo યૂઝર્સને બલ્કમાં મોકલવાની ભૂલ કરવાને માફી માંગી છે. વીડિયો કોન્ફ્રેંસિંગ પ્લેટફોર્મ ગૂગલ ડુઓએ ભૂલથી દુનિયાભરના યૂઝર્સને કોહલીનો એક સંદેશ મોકલ્યો હતો. વીડિયોમાં કોહલીએ કહ્યું કે, શુભેચ્છાઓ માટે આભાર અને Duo પર ભારતીય ટીમ માટે ચીયર કરતા રહો. ગૂગલે બાદમાં એક નિવેદન જાહેર કર્યું જેમાં કહેવામાં આવ્યું કે વીડિયો સંદેશ ભૂલથી યૂઝર્સને મોકલવામાં આવ્યો હતો.

કંપનીએ શુક્રવાર મોડી રાત્રે એક નિવેદનમાં કહ્યું કે આ એક જાહેરાત નહોતી, તે એક સંદેશ હતો જે ભારતમાં યૂઝર્સને આભારના રૂપમાં જવાનો હતો, જો તેઓ આવનારા Dou પ્રમોશનમાં ભાગ લેતા. રસપ્રદ વાત એ છે કે વીડિયો મેસેજને અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના યૂઝર્સને પણ શેર કરવામાં આવ્યો હતો, પરંતુ ભારતમાં એવું નથી કરવામાં આવ્યું.


અલગ-અલગ દેશોના યૂઝર્સે જ્યારે આ વીડિયો જોયો તો તેઓએ સોશિયલ મીડિયા પર તેના વિશે લખ્યું અને ગૂગલને સવાલ પણ કર્યા. યૂએસ, કેનેડા, જાપાન, મેક્સિકો અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોના યૂઝર્સને કંઈ સમજાયું નહીં કે આ વીડિયો તેમને કેમ મોકલવામાં આવ્યો, કે પછી આ શું છે. એન્ડ્રોઇડનો ઉપયોગ કરનારા લોકોએ આ ગડબડનો રિપોર્ટ કરવા માટે રેડિટનો ઉપયોગ કર્યો છે.

આ પણ વાંચો, WhatsApp માંથી હટાવાયું ખાસ ફિચર, જાણો તેનાં Latest ફેરફાર અંગે

ઉલ્લેખનીય છે કે, ICC Cricket World Cup 2019 થઈ ચૂક્યો છે અને ઈન્ડિયન ક્રિકેટ ટીમને 5 જૂને પોતાની પહેલી મેચ સાઉથ આફ્રિકાની સાથે રમવાની છે.
First published: June 2, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading