ગૂગલે ગુરુવારે હોળીના તહેવાર પર Doodle બનાવ્યું છે. આ ડૂડલમાં આપને અનેક રંગ જોવા મળશે. કોઈ ધૂળેટી રમી રહ્યું છે તો કોઈ પકવાન ખાઈ રહ્યું છે. હોળીનો તહેવાર અનિષ્ઠ પર ભલાઈની જીત તરીકે ઉજવવામાં આવે છે.
મથુરા અને વૃંદાવનમાં આ તહેવાર એક સપ્તાહ પહેલાથી જ ઉજવવામાં આવે છે. આ તહેવારમાં લોકો એક-બીજાને રંગ લગાવીને ઉજવણી કરે છે.