Home /News /tech /Google Domain-iversary 2021: 24 વર્ષ પહેલા રજીસ્ટર થયું હતું Google.com, ગેરેજમાં શરૂ થઇ હતી ગૂગલની પહેલી ઓફિસ

Google Domain-iversary 2021: 24 વર્ષ પહેલા રજીસ્ટર થયું હતું Google.com, ગેરેજમાં શરૂ થઇ હતી ગૂગલની પહેલી ઓફિસ

ગૂગલ 15 સપ્ટેમ્બરને તેની “Domain-iversary” તરીકે ઉજવે છે. (પ્રતીકાત્મક તસવીર)

Google Domain-iversary 2021: 15 સપ્ટેમ્બર, 1997ના રોજ પેજ અને બ્રિને આ સર્ચ એન્જિન માટે ડોમેઇન નેમ રજીસ્ટર કરાવ્યું હતું. આ પહેલા તેમનું સર્ચ એન્જીન સ્ટેનફોર્ડની મોટાભાગની બેન્ડવિથ રોકી રહ્યું હતું.

મુંબઇ: ગૂગલ 15 સપ્ટેમ્બરને તેની “Domain-iversary” તરીકે ઉજવે છે. જે એક એવી સફળગાથાની કહાની લોકોને પ્રેરિત કરવા દર્શાવે છે, જેનાથી ભાગ્યે જ વિશ્વનો કોઇ વ્યક્તિ અજાણ હશે. ગૂગલ શરૂ થવાના ઇતિહાસ પર નજર કરીએ તો, 22 વર્ષિય લોરેન્સ પેજ અને 21 વર્ષિય સર્ગેઈ બ્રિન જ્યારે સ્ટેનફોર્ડ યૂનિવર્સિટીના કમ્પ્યૂટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં પહેલી વખત મળ્યા તો લગભગ દરેક વાત પર એકબીજા સાથે વિવાદ અને અસહમતી દર્શાવતા હતા. પેજ હાલમાં જ મિશિગન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા બાદ કમ્પ્યુટર સાયન્સમાં પીએચડી માટે સ્ટેનફોર્ડ ગયા હતા અને બ્રિન જે એક પીએચડી વિદ્યાર્થી રહી ચૂક્યા છે.

પેજ અને બ્રિનની ભાગીદારીએ રચ્યો ઇતિહાસ

જેમ જેમ વર્ષ 1995 પસાર થયું અને 1996ની શરૂઆત થઈ પેજ અને બ્રિને ભાગીદારી કરી જેણે ઇતિહાસ રચી દીધો. બંનેએ સાથે મળીને BackRub ડેવલપ કર્ય હતું. જે એક એલ્ગોરિધમ છે, જે વેબને તેના ગાણિતિક માળખાને સમજવા માટે ક્રોલ કરે છે અને તેના દ્વારા દર્શાવવામાં આવતી લિંકની સંખ્યા અનુસાર વેબપેજને રેંક કરાવે છે. સર્ચ એન્જિન “Google”ને આ નામ ગાણિતિક શબ્દ “Googol” દ્વારા મળ્યું છે, જે એક બાદ 100 શૂન્યનો સંદર્ભ આપે છે.

15 સપ્ટેમ્બર, 1997ના રોજ પેજ અને બ્રિને આ સર્ચ એન્જિન માટે ડોમેઇન નેમ રજીસ્ટર કરાવ્યું હતું. આ પહેલા તેમનું સર્ચ એન્જીન સ્ટેનફોર્ડની મોટાભાગની બેન્ડવિથ રોકી રહ્યું હતું. વર્ષ 1998માં ઓગસ્ટમાં નવું ડોમેઇન નેમ Google.com આપવામાં આવ્યું હતું. એક કમ્પ્યૂટર હાર્ડવેર અને સોફ્ટવેર કંપની સન માઇક્રોસિસ્ટમ, જે તે સમયે બજારમાં સ્પર્ધાઓનો સામનો કરી રહી હતી. તેના સહ-સંસ્થાપક એન્ડી બેચટોલ્શેમ ગૂગલ એક એવી કંપની જે તે સમયે માર્કેટમાં હાજર પણ ન હતી તેને 100,000 ડોલરનો ચેક લખીને આપ્યો.

ગેરેજમાં શરૂ થઇ હતી ગૂગલની પહેલી ઓફિસ

4 સપ્ટેમ્બરના રોજ પેજ અને બ્રિને કેલિફોર્નિયામાં કંપનીની નોંધણી કરાવી અને બેચટોલ્શેમનો ચેકને ઉપયોગમાં લેવા માટે નોંધાયેલી કંપનીના નામે બેંક ખાતું પણ ખોલાવ્યું હતું. તેઓએ કેલિફોર્નિયાના સુસાન વોજ્સ્કીના ગેરેજમાં નવી કંપનીની ઓફિસ શરૂ કરી. બીજા જ વર્ષે વોજ્સ્કી ગૂગલના માર્કેટિંગ મેનેજર બની ગયા અને હાલ યુટ્યૂબના CEO છે. ગૂગલની આ નાની શરૂઆત નવા ઇતિહાસની શરૂઆત બનવા જઇ રહી હતી. થોડા જ વર્ષોમાં ગૂગલ વિશ્વના સૌથી મોટા ટેક્નિકલ ગૃપમાંથી એક બની ગયું. ગૂગલ 15 સપ્ટેમ્બરને તેની “Domain-iversary” તરીકે ઉજવે છે. જે એક એવી સફળગાથાની કહાની લોકોને પ્રેરિત કરવા દર્શાવે છે, જેનાથી ભાગ્યે જ વિશ્વનો કોઇ વ્યક્તિ અજાણ હશે.

આ પણ વાંચો: સાવધાન! તમારા ફોનમાંથી આ 8 ખતરનાક એપ્સને તાત્કાલિક ડિલીટ કરો, ગૂગલે તેને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી

અનેક ક્ષેત્રોમાં આપી રહ્યું છે સેવા

આજે ગૂગલ માત્ર સર્ચ એન્જિનની સુવિધા જ નહીં, પરંતુ ક્લાઉડ બેઝ્ડ પ્રોડક્ટિવિટી જેમ કે ડોક્સ, શીટ્સ અને સ્લાઇડ્સથી લઇને પિક્સલ ફોન જેવા સ્માર્ટફોનનું નિર્માણ સુધી દરેક જગ્યાએ પોતાની સેવાનો વ્યાપ વધાર્યો છે. ગૂગલે સોફ્ટવેર ટેક્નોલોજી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન આપ્યું છે. હાલમાં જ કંપનીએ ક્વોંટમ કમ્પ્યૂટિંગમાં પણ એક મોટી સફળતા મેળવી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Internet, ગૂગલ, ટેકનોલોજી

विज्ञापन
विज्ञापन