ટૂંક સમયમાં Google આ દેશોમાં બંધ કરી શકે છે પોતાની સેવા

News18 Gujarati
Updated: November 20, 2018, 2:16 PM IST
ટૂંક સમયમાં Google આ દેશોમાં બંધ કરી શકે છે પોતાની સેવા
પ્રતિકાત્મક તસવીર

Google યુરોપિયન યુનિયન (EU)માં પોતાની ગૂગલ ન્યૂઝ સેવા બંધ કરી શકે છે. ગાર્ડિયનના એક રિપોર્ટમાં આ વાતની માહિતી આપી હતી.

  • Share this:
Google યુરોપિયન યુનિયન (EU)માં પોતાની ગૂગલ ન્યૂઝ સેવા બંધ કરી શકે છે. ગાર્ડિયનના એક રિપોર્ટમાં આ વાતની માહિતી આપી હતી. રિપોર્ટ પ્રમાણે જો યુરોપિયન યુનિયનના સભ્ય દેશોમાં ન્યૂઝ સ્ટોરીઝના ઉપયોગ માટે પ્રસ્તાવિક Link Tax અસ્તિક્વમાં આવ્યું તો ગૂગલ પોતાની ગૂગલ ન્યૂઝ સેવા બંધ કરી શકે છે.

આર્ટિસ્ટ અને પત્રકારોને કરી શકવું પડે છે ચૂકવણું

12 સપ્ટેમ્બરે યુરોપિયન પાર્લામેન્ટ તરફથી અપનાવવામાં આવેલા કોપીરાઇટ ગાઇડ લાઇન પ્રમાણે ગૂગલને આર્ટિસ્ટ અને પત્રકારોને તેમના કામ માટે ચૂકવણું કરવું પડી શકે છે. આ નિયમોમાં ફેરફાર માટે પ્રત્યેક સભ્ય દેશોના સ્થાનિક કાયદાનો ડ્રાફ્ટ કરવો પડશે.

ગૂગલમાં ન્યૂઝના વાઇસ પ્રેસિડેન્ટ રિચર્ડ ગિન્ગરાસને ગાર્ડિયનને જણાવ્યું હતું કે, ગૂગલ અત્યારના પ્રસ્તાવોને લઇને ખુબજ ચિંતિત છે. અત્યારના પ્રસ્તાવ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થઇ રહી છે. અત્યારનો પ્રસ્તાવ મુશ્કેલ પ્રસ્તાવમાં પસાર થઇ રહ્યો છે.

ન્યૂઝ પબ્લિશર્સને રાહત પહોંચાડવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત જો ન્યૂઝ પબ્લિશર્સના ન્યૂઝ આર્ટિકલ્સ સર્ચ રિઝલ્ટમાં આવે છે તો તેમને પૈસા આપવામાં આવશે.

પ્રપોજલનની ફાઇનલ લેગ્વેઝ જોયા પછી નિર્ણય કરશે Googleતેમણે કહ્યું કે, ગૂગલ ન્યૂઝનું ભવિષ્ય એ વાત ઉપર નિર્ભર કરે છે કે શું યુરોપિયન કાયદાની શબ્દાવલીમાં બદલાવ કરવા ઇચ્છુક છે. તેમણે કહ્યું કે, પ્રપોજલની ફાઇનલ લેગ્વેઝ જોવા સુધી આપણે કોઇ નિર્ણય નહીં લઇ શકે. 2014માં સ્પેનમાં એક કાયદો પાસ કર્યો હતો. જેમાં ન્યૂઝ લિંક માટે એગ્રીગેશન સાઇટ્સને ચૂકવણું કરવાનું હતું. ત્યારબાદ Google સ્પેનિશ કંઝ્યુમર્સ માટે પોતાની સર્વિસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

ગિન્ગરાસનું કહેવું છે કે, Google News કંપની માટે સીધી રીતે પ્રોફિટ માર્કેટિંગ બિઝનેસ નથી. જ્યારે આ યુઝર્સને કંપનીની વેબસાઇટ્સ ઉપર વધારે સમય વિતાવવા માટે પ્રોસ્તાહન કરે છે. એમણે કહ્યું કે, Google પોતાની Google News સેવામાં કોઇ જાહેરખબર પણ લાગતી નથી.
First published: November 20, 2018
વધુ વાંચો
अगली ख़बर