Google Stadia: ગૂગલ આવતા વર્ષે 18 જાન્યુઆરીએ તેની ક્લાઉડ-આધારિત ગેમિંગ સર્વિસ સ્ટેડિયા બંધ કરશે. કંપની તમામ હાર્ડવેર અને સોફ્ટવેર ખરીદનારા યુઝર્સને પૈસા પરત કરશે. ગૂગલ સ્ટેડિયા માર્ચ 2019 માં લોન્ચ કરવામાં આવ્યું હતું.
ક્લાઉડ બેઝ્ડ ગેમિંગ સિસ્ટમ બંધ કરશે ગૂગલ, યૂઝર્સને મળશે રિફંડ; જાણો સમગ્ર ડિટેલ્સગૂગલે જાન્યુઆરી 2023માં પોતાની ક્લાઉડ બેસ્ડ ગેમિંગ સર્વિસ Stadiaને બંધ કરવાની ઘોષણા કરી છે. અમેરિકી ટેક દિગ્ગજ ગુગલે કહ્યું કે તે પોતાની ગેમિંગ સ્ટ્રીમિંગ સેવા Stadiaને બંધ કરી રહ્યું છે. આ આવતા વર્ષે 18 જાન્યુઆરીએ બંધ કરી દેવામાં આવશે. GSM Arena મુજબ, કંપની તમામ હાર્ડવેર અને સોફ્ટવેર ખરીદવા વાળા યુઝર્સને એમના પૈસા રિફંડ કરશે. એ ઉપરાંત Stadia કંટ્રોલર ખરીદવા વાળાને પણ રિફંડ મળશે.
Stadia સ્ટોરથી ખરીદવામાં આવેલ કોઈ પણ ગેમ અને એડ-ઓન કન્ટેન્ટ માટે રિફંડ જાન્યુઆરી 2023ના મધ્યમાં પૂરું થવાની ઉમ્મીદ છે. આ પહેલા કંપની Google+, ગુગલ કરંટ, હેન્ગઆઉટ, ગુગલ ઓટો અને ગુગલ પ્લે મ્યુઝિક જેવી સર્વિસને બંધ કરી ચુકી છે.
2019માં શરૂ થઈ હતી સેવા
ગૂગલના જણાવ્યા અનુસાર Stadia પાવર આપતી ટેક્નોલોજીનો ઉપયોગ કંપનીની અન્ય સર્વિસ જેમ YouTube અને Google Playમાં કરવામાં આવશે. જણાવી દઈએ કે ગૂગલ સ્ટેડિયાને માર્ચ 2019માં લોન્ચ કરવામાં આવ્યું હતું. સેવા શરૂ થયા પછી ઘણા લોકોએ ગેમની ઊંચી કિંમત માટે કંપનીની ટીકા કરી.
ન મળી લોકપ્રિયતા
આ અંગે ગૂગલનું કહેવું છે કે આ પગલું એટલા માટે ઉઠાવવામાં આવ્યું છે કારણ કે તેની ગેમિંગ સર્વિસને અપેક્ષા મુજબની લોકપ્રિયતા મળી નથી. તેથી જ કંપનીએ તેની સ્ટેડિયા સ્ટ્રીમિંગ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે ગૂગલે ગયા વર્ષે ગેમિંગ સર્વિસ માટે ઇન્ટરનલ ગેમ ડેવલપમેન્ટ બંધ કરી દીધું હતું.
ચાલુ રહેશે ક્લાઉડ ગેમિંગ
જીએસએમ ઈરીના અનુસાર Stadiaના બંધ થવાનો મતલબ ક્લાઉડ ગેમિંગનો અંત નથી. તે Microsoft, Nvidia અને Amazon સાથે હજુ પણ પોતાની સેવાઓ માટે પ્રતિબદ્ધ છે. આ એક કંપની માટે લાંબા ગાળાનું રોકાણ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર