Home /News /tech /Google Chrome Alert: ગૂગલ ક્રોમનો ઉપયોગ કરી રહ્યા છો તો સાવધાન, અત્યારે જ કરો આટલું કામ

Google Chrome Alert: ગૂગલ ક્રોમનો ઉપયોગ કરી રહ્યા છો તો સાવધાન, અત્યારે જ કરો આટલું કામ

ગૂગલ ક્રોમ એલર્ટ

Google Chrome Bug: CERT-Inની એડવાઈઝરી અનુસાર ગૂગલ ક્રોમમાં અનેક ખામીઓ છે. હેકર્સ આ ખામીઓનો ઉપયોગ કરીને તમારી સિસ્ટમ પર ક્રાફ્ટેડ રિક્વેસ્ટ મોકલીને આર્બિટરી કોડ એક્ઝીક્યુટ કરી શકે છે. આ કોડ તમારી કમ્પ્યુટરની સુરક્ષાને બાયપાસ કરે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: ઘણા લોકો ઇન્ટરનેટ એક્સેસ કરવા માટે ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરે છે. શું તમે પણ બ્રાઉઝિંગ માટે ગૂગલ ક્રોમ (Google chrome)નો ઉપયોગ કરી રહ્યા છો? જો હા તો સાવધાન થઈ જાઓ. IT મંત્રાલય હેઠળ આવનાર ઈન્ડિયન કમ્પ્યૂટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ યૂઝર્સને ડેસ્કટોપ માટે ગૂગલ ક્રોમમાં આવેલી એરર અંગે ચેતવણી આપી છે. CERT-In અનુસાર ગૂગલ ક્રોમમાં કેટલીક ખામી જોવા મળી છે. હેકર્સ આ ખામીનો ઉપયોગ કરીને કમ્પ્યૂટરને સરળતાથી હેક કરી શકે છે.

    ગૂગલ ક્રોમમાં મળેલી ખામીઓ


    CERT-Inની એડવાઈઝરી અનુસાર ગૂગલ ક્રોમમાં અનેક ખામીઓ છે. હેકર્સ આ ખામીઓનો ઉપયોગ કરીને તમારી સિસ્ટમ પર ક્રાફ્ટેડ રિક્વેસ્ટ મોકલીને આર્બિટરી કોડ એક્ઝીક્યુટ કરી શકે છે. આ કોડ તમારી કમ્પ્યુટરની સુરક્ષાને બાયપાસ કરે છે. તમારી સિસ્ટમ સંપૂર્ણપણે હેક કરી શકે છે. CERT-Inએ ચેતવણી આપી છે કે, ફેડસીએમ (FedCM), સ્વિફ્ટશેડર (Swiftshader), એંગલ (Angle), બ્લિન્ક (Blink), સાઈન ઈન ફ્લો (Sign-in-flow), ક્રોમ ઓએસ શેલ(Chrome OS Shell) ફ્રીમાં ઉપયોગ કરવાને કારણે ગૂગલ ક્રોમમાં આ ખામીઓ છે.

    CERT-In એ અગાઉ એપલ આઈપેડ, એપલ iOS અને મેકઓએસ માટે ચેતવણી જાહેર કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, એપલ ડિવાઈસની ઓપરેટિંગ સિસ્ટમમાં એક બગ છે અને હેકર્સ તેનો ફાયદો ઉઠાવી શકે છે. ત્યારબાદ એપલે યૂઝર્સને ઈમરજન્સી અપડેટ કરવા માટે કહ્યું હતું.

    સુરક્ષા માટે આ પ્રકારે કરો


    હેકિંગથી બચવા માટે યૂઝર્સે સૌથી પહેલા ગૂગલ ક્રોમને લેટેસ્ટ વર્ઝન અપડેટ કરવાની જરૂર છે. ઉપરાંત યૂઝર્સે અજાણી વેબસાઈટની મુલાકાત ન લેવી જોઈએ. ગૂગલ ક્રોમ બ્રાઉઝર પર કોઈ પાસવર્ડ ભૂલીથી પણ સેવ ન કરો. ઉપરાંત, સમયાંતરે તમારો પાસવર્ડ બદલતા રહો. હંમેશા સુરક્ષિત અને સત્તાવાર વેબસાઇટનો ઉપયોગ કરો. આ સિવાય મેઈલ, મેસેજ કે વોટ્સએપ પર આવતી કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરો. સુરક્ષા વિના વ્યક્તિગત ડેટા અને અન્ય મહત્વપૂર્ણ ફાઇલોને સાચવશો નહીં.

    આ પણ વાંચો: ગૂગલમાં તમે શું શું સર્ચ કર્યું તેની હવે કોઈને નહીં થાય જાણ

    CERT-Inએ અગાઉ Mozilla Firefox યુઝર્સ માટે આ જ પ્રકારની એડવાઈઝરી જારી કરી હતી. CERT-Inની જાહેરાત મુજબ મોઝિલા પ્રોડક્ટ્સમાં કેટલીક સુરક્ષા ખામીઓ જોવા મળી હતી. જેનો ઉપયોગ હેકર્સ સુરક્ષાને બાયપાસ કરવા, સંવેદનશીલ જાણકારી મેળવવા અને ટાર્ગેટેડ સિસ્ટમ પર સર્વિસ અટેકનો અસ્વીકાર કરવા માટે કરી શકે છે.
    First published:

    Tags: Google Chrome, Internet, Security tips, ગૂગલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन