Home /News /tech /Google Chromeનું નવું ફીચર જોયું કે નહીં? તમારા અનેક કામ બનશે સરળ

Google Chromeનું નવું ફીચર જોયું કે નહીં? તમારા અનેક કામ બનશે સરળ

ગૂગલ ક્રોમ ફીચર્સ

Google Chrome rolled out 3 new features: જો તમારે કોઈ વેબપેજની વર્તમાન ટેક્સ્ટના કોઈ ખાસ ભાગને શેર કરવા માંગો છો તો તમે ‘Copy link to highlights’ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો.

નવી દિલ્હી: ગૂગલ ક્રોમ (Google Chrome) તરફથી અમુક નવા ફીચર જોડવામાં આવ્યા છે. જેમાંથી એક ફીચર કૉસ્મેટિક ઇફેક્ટ માટે છે અને બે ફીચર રૂટીન કામોને સરળ કરવા માટે આપવામાં આવ્યા છે. આ ફીચર્સ ધીમે ધીમે રોલઆઉટ કરવામાં આવી રહ્યા હતા. અમુક યૂઝર્સ પહેલાથી આ ફીચર્સનો ઉપયોગ કરી રહ્યા હતા. હવે આ ફીચર્સ તમામ યૂઝર્સ માટે રોલઆઉટ કરી દેવામાં આવ્યા છે. Google Chromeના લેટેસ્ટ વર્ઝન 96.0.4664.45 પર આ ફીચર્સ જોવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગૂગલ ક્રોમ દુનિયામાં સૌથી વધારે વપરાતું વેબ બ્રાઉઝર છે.

કૉપી લિંક ટૂ હાઈલાઇટ (Copy link to highlights)

જો તમારે કોઈ વેબપેજની વર્તમાન ટેક્સ્ટના કોઈ ખાસ ભાગને શેર કરવા માંગો છો તો તમે ‘Copy link to highlights’ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. આ રીતે શેર કરવામાં આવેલી લિંકને ખોલતાની સાથે જ જે તે વ્યક્તિ વેબપેજમાં એ જ જગ્યાએ પહોંચી જશે જે હિસ્સો હાઇલાઇટ કરીને લિંક શેર કરવામાં આવી હતી. આ વિકલ્પનો ઉપયોગ કરતા પહેલા તમારે પહેલા એ હિસ્સાને હાઇલાઇટ કરવો પડશે. જે બાદમાં રાઈટ ક્લિક કરીને Copy link to highlight વિકલ્પની પસંદગી કરવાની રહેશે. ઉદારણ તરીકે જોઈએ તો ધારો કે તમે કોઈ આર્ટિકલ વાંચી રહ્યા છો. તમે ઇચ્છો છો કે આ આર્ટિકલનો કોઈ ખાસ ભાગ તમે હાઇલાઇટ કરીને તમારા મિત્ર સાથે શેર કરવા માંગો છો. આ માટે તમારે જેટલો પાર્ટ હાઇલાઇટ કરવો હોય તેને સિલેક્ટ કરવાનો રહેશે. બાદમાં રાઇટ ક્લિક કરીને તેને શેર કરશો તો તમારો મિત્ર જ્યારે લિંક પર ક્લિક કરશે તો તે સીધો જ હાઇલાઇટ કરેલા પાર્ટ સુધી પહોંચી જશે.

ગૂગલ ક્રોમ: સર્ચ ટેબ (Search Tab)

અનેક વખત આપણે ગૂગલ ક્રોમ પર એકસાથે અનેક ટેબ્સ ખોલતા હોઈએ છીએ. ઑફિસમાં કામ કરતા લોકો એકસાથે અનેક ટેબ્સ ઓપન કરીને કામ કરે છે. આવી સ્થિતિમાં કોઈ એક ટેબને શોધવાનું કામ મુશ્કેલ બની જતું હોય છે. આ કામને સરળ બનાવવા માટે ગૂગલ ક્રોમ Search Tab ફીચર લાવ્યું છે. તમને ક્રોમ વિન્ડોમાં સૌથી ઉપરના ભાગે ડ્રૉપ-ડાઉન બટન જોવા મળશે. તેના પર ક્લિક કરતાની સાથે જ તમને તમામ ટેબનું લિસ્ટ દેખાશે. અહીં તમે સર્ચ પણ કરી શકશો. આ માટે Ctrl + Shift + A શોર્ટકટ છે.

આ પણ વાંચો: WhatsApp પ્રાઇવસી પોલિસીમાં ઉમેરાશે વધુ વિગતો, 225 મિલિયન યુરોના દંડ બાદ લીધો નિર્ણય

બેકગ્રાઉન્ડ કલર બદલો

અમુક ગૂગલ ક્રોમ યૂઝર્સ માટે બેકગ્રાઉન્ડ કલર ચેન્જ વિકલ્પ પહેલાથી જ કાર્યરત છે. હવે તમામ લોકો માટે આ ફીચર લાઇવ થઈ ગયું છે. જો તમે એકથી વધારે ક્રમ પ્રોફાઇલનો ઉપયોગ કરો છો તો તમે દરેક પ્રોફાઇલ માટે અલગ અલગ થીમ પસંદ કરી શકો છો. આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે ક્રોમમાં નવી ટેબ ખોલવી પડસે અને નીચે આપેલા Customize Chrome વિકલ્પ પર જવું પડશે. અહીંથી તમે બેકગ્રાઉન્ડ કલરની પસંદગી કરી શકો છો. અથવા તમે પ્લેન બેકગ્રાઉન્ડની પણ પસંદગી કરી શકો છો.
First published:

Tags: Chrome, Gadgets, Tips, કોમ્પ્યુટર, ગૂગલ, ટેકનોલોજી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો